________________
૧૫૨
અવતરણિકાર્ય :
આને જ=તીર્થંકર અનંતર સંઘ છે એને જ, કહે છે
ગાથા =
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૨૬
" गुणसमुदाओ संघो पवयणतित्थं ति होइ एगट्ठा । तित्थय वि य एअं णमइ गुरुभावओ चेव" ।।२६।।
ગાથાર્થ ઃ
ગુણનો સમુદાય સંઘ, પ્રવચન, તીર્થ એ એકાર્થક શબ્દો છે. તીર્થંકર પણ ગુરુભાવ હોવાને કારણે જ આને=સંઘને, નમસ્કાર કરે છે. IIરવાા
ટીકા ઃ
गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, प्रवचनं तीर्थम् इति भवन्त्येकार्थिकाः एवमादयोऽस्य शब्दा इति । तीर्थकरोऽपि चैनं सङ्घ, तीर्थसंज्ञितं, नमति धर्मकथादौ ગુરુમાવત વ, ‘નમસ્તીર્થાવ' કૃતિ વચનાતવેવમિતિ ।।૨૬।।
ટીકાર્ય ઃ
गुणसमुदायः વ, ગુણનો સમુદાય સંઘ છે; કેમ અનેક પ્રાણીઓમાં=જીવોમાં રહેલા સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ સંઘ છે. પ્રવચન, તીર્થ એ પ્રકારે એકાર્થક શબ્દો છે અર્થાત્ પ્રવચન, તીર્થ ઇત્યાદિ આના=સંઘના, એકાર્થક શબ્દો છે અને તીર્થંકર પણ આને=તીર્થસંજ્ઞાવાળા સંઘને, ગુરુભાવ હોવાને કારણે જ ધર્મકથાદિમાં નમસ્કાર કરે છે.
.....
અહીં પ્રશ્ન થાય કે, તીર્થંકર તો પૂર્ણ ગુણવાળા છે, તેથી તીર્થંકરથી સંઘમાં ગુરુભાવ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે —
.....
‘નમસ્તીર્ઘાય’. , વૃમિતિ ।। ‘નમસ્તીર્થાવ’=“તીર્થને નમસ્કાર કરું છું !” એ પ્રકારનું વચન હોવાને કારણે આ આમ જ છે=તીર્થંકર કરતાં સંઘમાં ગુરુભાવ છે, એ એમ જ છે. ।।૨૬।
ભાવાર્થ:
ધર્મકથાદિ કરતાં પૂર્વે તીર્થંક૨ પણ ‘નમસ્તીર્થાવ' બોલે છે. એનાથી નક્કી થાય છે કે, તીર્થંકર પણ સંઘને નમસ્કાર કરે છે, માટે સંઘ મહાન છે.
અહીં પ્રવચન, સંઘ અને તીર્થ - એ ત્રણેને એકાર્થવાચી કહ્યા, તેનો આશય એ છે કે, તીર્થંકરો તીર્થને નમસ્કાર કરે છે અને તીર્થ એ ચતુર્વિધ સંઘની સ્થાપનારૂપ છે, તેથી તીર્થ અને ચતુર્વિધ સંઘ એક જ વસ્તુ છે.