________________
૧પ૯
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૩૧, ૩૨-૩૩ ઉપયુક્ત થયેલો પ્રણિધાનવાળો, (પોતાના) અન્ય અંગ-=મસ્તક વગેરેને, સ્પર્શ નહિ કરતો, પ્રવર વસ્તુ વડેઃસુગંધિ પુષ્પાદિ વડે, જે (કૃત્યો કરે છે, એ જિનપૂજાનું વિધાન=વિધિ, છે. ૩૧ ભાવાર્થ
પૂર્વે ગાથા-૩૦માં જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી શ્રાવક પ્રતિદિન ક્યારે પૂજા કરે ઇત્યાદિ બતાવ્યું. હવે તે પૂજાની વિધિને સ્પષ્ટ બતાવે છે –
શ્રાવક પૂજા કરતી વખતે સ્નાનાદિથી પવિત્ર થયેલો હોય અને પૂજામાં પ્રણિધાન વડે ઉપયોગવાળો હોય અર્થાતુ ભગવાનની ભક્તિ કરીને હું આ સંસારસાગરથી પાર પામું, એ પ્રકારના પ્રણિધાનવાળો હોય. તેથી જ સંસારસાગર પાર પામવાના ઉપાયભૂત ભગવાનના ગુણોમાં ચિત્તને યોજીને પૂજામાં યત્ન કરતો હોય અને પૂજાકાળમાં પોતાના શરીરનાં મસ્તકાદિ અંગોને સ્પર્શ ન થાય તે રીતે યત્ન કરતો હોય; કેમ કે જો શરીર વગેરે અંગોને પોતાના હાથનો સ્પર્શ થાય તો પોતાના શરીરનાં અશુદ્ધ પગલો પોતાના હાથ ઉપર લાગે અને તે ભગવાનની પૂજાકાળમાં ભગવાનના દેહ ઉપર જાય તો ભગવાનની આશાતના થાય. તેથી આશાતનાનો પરિહાર કરવા માટે પોતાનો હાથ શરીરના અંગોને કે પોતાનાં વસ્ત્રોને લાગે નહિ તે જ રીતે શુદ્ધ થઈને ભગવાનની ભક્તિમાં યત્ન કરતો હોય, અને ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ કોટિની સુગંધિ પુષ્પાદિ વસ્તુઓ વડે કરે કે જેથી ભાવોનો પ્રકર્ષ થાય. ll૩૧ અવતરણિકા -
अत्रैव विधिशेषमाह - અવતરણિકાર્ચ -
આમાં જ=જિનબિંબપૂજાના વિધાનમાં જ, શેષ વિધિને કહે છે –
ગાથા :
"सुहगन्धधूवपाणियसव्वोसहिमाइएहिंतो ण्हवण ।
कुंकुमगाइविलेवणमइसुरहिं मणहरं मल्लं" ।।३२।। ગાથાર્થ -
સુગંધી ધૂપ, પાણી અને સવોંષધિ આદિ વડે ન્હવણ, કુંકુમાદિ વડે વિલેપન, (ત્યાર પછી) અતિ સુરભિ મનોહર માલ્ય=માળા (પહેરાવવી.) Il૩રા. ટીકા :
शुभगन्धधूपपानीयसर्वोषध्यादिभिस्तावत् स्नपनं प्रथममेव, भूयः कुङ्कुमादिविलेपनं, तदन्वतिसुरभिगन्धेन मनोहारिदर्शनेन च माल्यमिति ।।३२।।