________________
૧૫૧
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૨૫-૨૬
* અહીં ‘તીર્થજરાનન્તરઃ'નો સમાસ આ રીતે ખોલવો - તીર્થરોઽનન્તરો યસ્માત્મ તથા=જેના પછી=સંઘ પછી, તીર્થંકર છે, તે=સંઘ, તથા=તેવો=તીર્થંકર અનન્તર છે. તેથી સંઘ મહાન છે; કેમ કે સંઘપૂર્વક જ તીર્થંકરનું તીર્થંકરપણું છે.
ભાવાર્થ:
શ્રાવક જિનમંદિરમાં જિનબિંબની સ્થાપના કર્યા પછી પોતાના વિભવને ઉચિત શક્તિથી સંઘની પૂજા કરે, આ સંઘની પૂજા ધર્માચાર્યાદિની વિશેષ પૂજાથી=પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિષ્ઠાકા૨ક આચાર્યાદિની જે વિશેષ પૂજા થાય છે તેના કરતાં, ઘણા ગુણવાળી છે.
આશય એ છે કે, પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિષ્ઠા કરાવનાર જે આચાર્ય છે, તેમની વિશેષ પ્રકારે પૂજા ક૨વામાં આવે છે, અને તે પૂજા કરતાં પણ સંઘની પૂજા બહુ ગુણવાળી છે આ પ્રકારે શ્રાવક જાણે છે, તેથી પોતાની શક્તિને ગોપવ્યા વગર સ્વશક્તિ અનુસારે સંઘપૂજા કરે છે.
આ=સંઘપૂજા, આચાર્યાદિની પૂજા કરતાં અધિક ગુણવાળી કેમ છે ? તેમાં યુક્તિ આપી કે, વ્યાપક વિષયપણું છે. તેનો આશય એ છે કે, આચાર્યાદિમાં અમુક ગુણો છે જ્યારે ચતુર્વિધ સંઘ તો તીર્થંકર સમાન છે, કે અપેક્ષાએ તીર્થંકરને પણ પૂજ્ય છે, તેથી તીર્થંકર કરતાં પણ મહાન છે. તેથી ધર્માચાર્યાદિ કરતાં સંઘનું વિશેષ મહત્ત્વ છે; કેમ કે સર્વ ગુણોનો આધાર ચતુર્વિધ સંઘ છે. માટે ધર્માચાર્યાદિની પૂજા કરતાં સંઘની પૂજા ઘણા ગુણવાળી છે.
અહીં ચતુર્વિધ સંઘથી ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચારેયનું ગ્રહણ થાય છે, અને શ્રાવક-શ્રાવિકા અંતર્ગત સમ્યગ્દષ્ટિનું પણ ગ્રહણ થાય છે. તેથી ભગવાનના વચનાનુસાર ચાલનારા ચૌદ રાજલોક અંતર્ગત દેવતાઓ, નારકીઓ અને મનુષ્યલોકમાં વર્તતા સર્વ શ્રાવક-શ્રાવિકાઓનું ગ્રહણ થાય છે, અને દેશવિરતિધર કે સમ્યગ્દષ્ટિ તિર્યંચોનું પણ ગ્રહણ થાય છે. અને આ બધા સંઘની પૂજા તે સંઘપૂજા છે. તોપણ પ્રતિષ્ઠાકાળમાં જિનમંદિર કરાવનાર શ્રાવક સંઘના એક દેશની પૂજા કરે છે; કેમ કે આ સર્વ સંઘના બધા જીવોની પૂજા શક્ય નથી. આમ છતાં સંઘના એક દેશની પૂજા કરીને હું સંઘની પૂજા કરું છું, એવી બુદ્ધિ થાય છે. અને વિવેકસંપન્ન શ્રાવક જાણે છે કે, આ સર્વ સંસારવર્તી ગુણી જીવો ચતુર્વિધ સંઘમાં છે, તેથી તે સર્વની હું પૂજા કરું છું તેવો અધ્યવસાય તે કરે છે. માટે સંઘવર્તી સર્વ જીવોમાં રહેલ ગુણોનું બહુમાન વિવેકસંપન્ન શ્રાવકને સંઘના એક દેશની પૂજાકાળમાં પણ થાય છે. જ્યારે ધર્માચાર્યની પૂજા કરતી વખતે એટલી જ બુદ્ધિ હોય છે કે, પ્રસ્તુત ધર્માચાર્યની હું પૂજા કરું છું, જ્યારે સંઘની પૂજા કરતી વખતે સંઘવર્તી તમામ જીવોની હું પૂજા કરું છું, તેવી બુદ્ધિ હોય છે, તેથી ધર્માચાર્યની પૂજા કરતી વખતે જે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તેના કરતાં સંઘની પૂજા કરતી વખતે મહાન નિર્જરાની પ્રાપ્તિ થાય છે. II૨પા
અવતરણિકા :
एतदेवाह
-