________________
૧૭.
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિણા | ગાથા-૨૧-૨૨ ટીકા :
जिनबिम्बकारणविधिरयं द्रष्टव्यो यदुत काले शुभे संपूज्य कर्तारं वासचन्दनादिभिर्विभवोचितमूल्यार्पणं सगौरवमस्यानघस्य अपापस्य शुभेन भावेन मनःप्रणिधानेन ।।२१।। ટીકાર્ય :
બિનવિવારવિધિ ........ માથાનેર | જિનબિંબ કરાવવાની વિધિ આ=વયમાણ, જાણવી. જે કહે છે – શુભ કાળમાં વાસક્ષેપ-ચંદન વગેરેથી કર્તા=જિનબિંબ બનાવનાર શિલ્પીને, પૂજીને ગૌરવસહિત, અનઘ=નિષ્પાપ એવા, આ=શિલ્પીને, મનના પ્રણિધાનરૂપ શુભભાવ, વડે વિભવોચિત મૂલ્ય અર્પણ કરવું. ૨૧
અહીં મન:પ્રળિયાનેન નો અર્થ મનના શુભભાવ વડે એ પ્રમાણે કરવાનો છે, પરંતુ પ્રણિધાન આશય ગ્રહણ કરવાનો નથી. ભાવાર્થ :
પૂર્વે કહ્યું કે, યતના વડે જિનમંદિરનું નિર્માણ કર્યા પછી જિનભવનમાં વિધિ વડે કરાવેલ એવા જિનબિંબને વફ્ટમાણ વિધિ વડે પ્રતિષ્ઠાપન કરે. તે વક્ષ્યમાણ વિધિ અહીં બતાવે છે – શુભ અવસરે બિંબ બનાવનાર શિલ્પીનું વાસક્ષેપ-ચંદનાદિ વડે પૂજન કરવું. પછી જો તે શિલ્પી વ્યસન વગરનો હોય તો પોતાના વિભવને અનુસારે મનના શુભભાવપૂર્વક તેને ઉચિત મૂલ્ય અર્પણ કરવું.
અહીં શુભભાવથી અવ્યસની એવા શિલ્પીની પૂજા કરવાનું કહ્યું, તેનાથી એ કહેવું છે કે, શિલ્પી એ ભગવાનની પ્રતિમા ઘડનાર છે, માટે પ્રતિમા ઘડનાર શિલ્પી અને ભગવાની પ્રતિમાનો કથંચિત્ અભેદ ઉપચાર કરીને શિલ્પીનો અત્યંત આદર કરવાનો છે. અને મનમાં પ્રણિધાન=શુભભાવ, કરવાનો છે કે, લોકોત્તમ પુરુષની આ પ્રતિમા ઘડનાર છે, તેથી હું મારી શક્તિ પ્રમાણે શિલ્પીનો જે આદર-સત્કાર કરું છું, તે સર્વ આદર-સત્કાર પરમાર્થથી ભગવાનમાં જ વિશ્રાંત થાય છે. માટે શિલ્પાનો હું એ રીતે આદર-સત્કાર કરું, કે જેથી તેને પણ ભગવાનના શાસનનું બહુમાન થાય અને પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનની મૂર્તિનું સુંદર નિર્માણ કરે. રવા અવતરણિકા:
अपवादमाह - અવતરણિકાર્ય :
અપવાદને કહે છેઃજિનબિંબ બનાવનાર શિલ્પીને મૂલ્ય અર્પણ કરવામાં અપવાદને કહે છે –
ગાથા -
"तारिसस्साभावे तस्सेव हियत्यमुज्जओ नवरं । વિખેફ લિંકામોજું નાવિષે વાનગી” ગારરા