________________
૧૪૮
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિક્ષા / ગાથા-૨૨ ગાથાર્થ :
તેવા પ્રકારના શિલ્પીના અભાવમાં અર્થાત્ અનઘ=પાપરહિત એવા કર્તાના અભાવમાં, કેવલ તેના જ=જિનબિંબ કરનાર શિલ્પીના જ, હિત માટે ઉધત એવો (શ્રાવક), યથોચિત કાળને આશ્રયીને બિંબના મૂલ્યને–બિંબ તૈયાર કરાવવાના મૂલ્યને, ક્ત શિલ્પી સાથે નક્કી કરે. રિરા ટીકા :- तादृशस्यानघस्य कर्तुरभावे तस्यैव कर्तुहितार्थमुद्यतोऽनर्थपरिजिहीर्षया नवरं नियमयति सङ्ख्यादिना बिम्बमूल्यं द्रम्मादि यथोचितं कालमाश्रित्य ।।२२।। ટીકાર્ય -
તાશયાનસ્થ ... વાનમશ્રિત્ય છે તેવા પ્રકારના અનઘ=વિષ્પાપ એવા કર્તાતા=જિનબિંબ ઘડનાર શિલ્પીના અભાવમાં તે જ કર્તાના=વ્યસનયુક્ત તે જ કર્તાના હિત માટે ઉધત એવો શ્રાવક, કાળને આશ્રયીને યથોચિત સંખ્યાદિ વડે દ્રમાદિરૂપ બિબના મૂલ્યને, ફક્ત અનર્થના ત્યાગની ઈચ્છાથી શિલ્પી સાથે નક્કી કરે. રેરા ભાવાર્થ :
વ્યસની શિલ્પીને બિંબને ઉચિત મૂલ્ય કરતાં અધિક મૂલ્ય આપવાથી તેનું અહિત થાય છે; કેમ કે જિનમંદિરનું નિર્માણ કરનાર શ્રાવક જોકે પોતાના દ્રવ્યથી જિનમંદિરનું નિર્માણ કરે છે, તોપણ જિનમંદિરના નિર્માણ માટે તે શ્રાવકે ધન કલ્પેલું છે, માટે તે કલ્પિત દેવદ્રવ્ય છે; અને તે દ્રવ્ય વ્યસની શિલ્પીને તેણે કરેલા કાર્યથી અધિક આપવાથી દેવદ્રવ્યના ભક્ષણનું પાપ વ્યસની શિલ્પીને લાગે છે. તેથી તેને દુર્ગતિના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે તે શિલ્પીનું અહિત ન થાય તેવા શુભાશયથી જિનમંદિરનું નિર્માણ કરનાર શ્રાવકે વ્યસની શિલ્પીને તેના કાર્યને અનુરૂપ ઉચિત મૂલ્ય આપે છે, પરંતુ સ્વવિભવાનુસાર ઉચિત મૂલ્ય આપતા નથી.
અહીં પ્રશ્ન થાય કે, વ્યસની શિલ્પીને અધિક મૂલ્ય આપવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે, તો જે શિલ્પી વ્યસની નથી, તેને તેના કાર્યને ઉચિત મૂલ્ય આપવાનું ન કહેતાં સ્વ-વૈભવને અનુરૂપ મૂલ્ય આપવાનું કહ્યું, તો નિર્બસની શિલ્પીને પણ કલ્પિત દેવદ્રવ્યના ભક્ષણનું પાપ ન લાગે ? તેનું સમાધાન એ છે કે, નિર્બસની શિલ્પી પ્રાયઃ કરીને બીજાધાન થવા માટે યોગ્ય હોય છે. તેથી સ્વ-વિભવને ઉચિત મૂલ્ય આપવાથી તેને થાય છે કે, આ ભગવાનના શાસનનો ધર્મ કેવો વિવેકવાળો છે, કે જેથી ભગવાનની ભક્તિમાં તેઓ ધનની કોઈ ગણતરી કરતા નથી ! અને આ રીતે ગુણનો પક્ષપાત થાય તો શિલ્પીને પણ બીજાધાનની પ્રાપ્તિ થાય. માટે જે બીજાધાનનું કારણ હોય તેવા સ્થાનમાં કલ્પિત દેવદ્રવ્યના ભક્ષણના દોષની પ્રાપ્તિ નથી.
જેમ વીર ભગવાને બ્રાહ્મણના બીજાધાનનું કારણ જાણી પોતાનું વસ્ત્ર તેને આપ્યું, તો તે અધિકરણ બન્યું નહિ, અને તેનું કોઈ કારણ ન હોય અને સાધુ પોતાનું વસ્ત્ર ગૃહસ્થને આપે તો તે અધિકરણ બને.