________________
૧૪૧
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિજ્ઞા | ગાથા-૧૨-૧૩-૧૪-૧૫, ૧૬ કરે છે, અને તેથી જે જીવો ભગવાનના શાસનના વર્ણવાદ કરવા દ્વારા બોધિબીજની પ્રાપ્તિ કરે છે, તેમાં પોતે નિમિત્તભાવરૂપ બને છે, અને પોતાનો પણ તેવો શુભ અધ્યવસાય વર્તે છે, તેવો શ્રાવક નિર્જરારૂપ ફળને પામે છે. ૧૨-૧૩-૧૪-૧પ
સુઆશયવૃદ્ધિ દ્વાર: અવતરણિકા:
उक्तं फलवद्धृतकानतिसन्धानम्, अथ स्वाशयवृद्धिमाह - અવતરણિકાર્ય :
ફળવાળું એવું દષ્ટ અને અદષ્ટફળવાળું એવું, ભૂતક અતિસંધાન કહ્યું, હવે સુઆશયવૃદ્ધિને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા -
"सासयवुड्ढी वि इहं भुवनगुरुजिणिंदगुणपरिण्णाए ।
तब्बिठावणत्थं सुद्धपवित्तीइ णियमेणं" ।।१६।। ગાથાર્થ :
અહીં=જિનભવન વિધાનમાં, ભુવનગુરુ જિનેન્દ્રના ગુણની પરિજ્ઞા વડે, તેમના=જિનેશ્વરના, બિંબની સ્થાપના માટે શુદ્ધ પ્રવૃત્તિથી, નક્કી=અવશ્યપણાથી, સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. I૧૬
સ્વાશયવૃદ્ધિર - અહીં ‘'થી એ કહેવું છે કે, ફક્ત ભૂતકના અનતિસંધાનથી દષ્ટ અને અદૃષ્ટફળ થાય છે એવું નહિ, પણ સુખશયની વૃદ્ધિ પણ કુશલ પરિણામનું વર્ધન પણ થાય છે. ટીકા :
स्वाशयवृद्धिरप्यत्र प्रकमे भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया हेतुभूतया भवाम्भोधिनिमग्नसत्त्वानामालम्बनभूतोऽयमिति, एतद् बिम्बस्थापनार्थ जिनबिम्बस्थापनाय, एव (शुद्ध)प्रवृत्तेः कारणाद् नियमेन अवश्यंतया ।।१६।। ટીકાર્ય :
સ્વાશયવૃદ્ધિવિત્ર ..... અવચિંતા . અહીં પ્રક્રમમાં=પ્રસ્તુત જિનભવનના વિધાનમાં, ભવરૂપી સમુદ્રમાં ડૂબેલા પ્રાણીઓના આલંબતભૂત આનંજિનેન્દ્ર છે, એ પ્રકારે હેતુભૂત એવા=જિનબિંબની સ્થાપનામાં કારણભૂત એવા, ભુવનગુરુ જિનેન્દ્રના ગુણની પરિજ્ઞા વડે, આ બિંબની સ્થાપના માટે જ (શુદ્ધ) પ્રવૃત્તિરૂપ કારણથી નક્કી=અવશ્યપણાથી, સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. (એ પ્રમાણે જાણવું.) I/૧૬ાા