________________
૧૪૦
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા/ ગાથા-૧૨-૧૩-૧૪-૧૫ ભૂતક અનતિસંધાન દ્વાર ગાથા-૧૨થી ૧૫નો ભાવાર્થ -
જિનભવનના નિર્માણરૂપ કાર્યમાં વિવેકી શ્રાવક કારીગરોનું વચન ન કરેઠગે નહિ, પરંતુ કારીગરો જે કાર્ય કરે છે તેના કરતાં અધિક પગાર આપે. અને તે આપવા પાછળનો આશય માનખ્યાતિ વગેરેનો હોતો નથી, પરંતુ અધિક આપવાથી કારીગરો પોતાના સ્વ-ઉલ્લાસથી સારું કાર્ય કરે તે દષ્ટફળ પ્રાપ્ત થાય છે, અને આપનારની ઔદાર્યવૃત્તિ જોઈને ઘણા જીવોને ભગવાનના શાસન પ્રત્યે સદ્ભાવ થાય, તે રૂપ વિપુલ આશયને કારણે બીજાધાનરૂપ અદૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આવા આશયથી વિવેકસંપન્ન શ્રાવક કારીગરોની સાથે ઉદારતાપૂર્વક વર્તન કરે.
વળી, જિનમંદિરના નિર્માણમાં આવા પ્રકારની ઉદારતાપૂર્વકની પ્રવૃત્તિ જોઈને, જે કારીગરોને આ ઉર્જિત=શ્રેષ્ઠ, આચાર છે, એવી બુદ્ધિ થાય છે, અને તેના કારણે તેઓ ધર્મની પ્રશંસા કરે છે, તેઓને બોધિબીજની પ્રાપ્તિ થાય છે, કેમ કે શ્રેષ્ઠ આચાર પ્રત્યેનો પક્ષપાત એ બોધિબીજનું કારણ છે. પરંતુ જેમને પોતાને પ્રાપ્ત થયેલ અધિક ધનને કારણે આ ધર્માનુષ્ઠાન સારું છે, તેવી બુદ્ધિ થાય છે તેઓ માટે તે ધર્મપ્રશંસા બોધિબીજનું કારણ બનતી નથી, પણ જે જીવનાં કર્મો કાંઈક લઘુ થયાં છે, એવા હળુકર્મી જીવો, શ્રેષ્ઠ આચારને શ્રેષ્ઠ આચારરૂપે જોઈને તે ધર્મ પ્રત્યે આદરવાળા થાય છે, તેમને બોધિબીજ પ્રાપ્ત થાય છે, અને તેના કરતાં પણ હળુકર્મવાળા જીવો જૈનશાસનના ઔદાર્ય પ્રત્યે પક્ષપાતવાળા થવાથી જૈનધર્મનો સ્વીકાર કરે છે. તેથી વિવેકી શ્રાવકે અન્ય જીવોને માર્ગની પ્રાપ્તિ થાય તે રીતે કારીગરો વગેરે સાથે ઉદારતાપૂર્વક વર્તન કરવું જોઈએ.
વળી, વિવેકી શ્રાવકો કારીગરો સાથે ઉદારતાપૂર્વક વર્તન કરતા હોય તે જોઈને લોકમાં પણ સાધુવાદ થાય છે, અને તે સાધુવાદ બે પ્રકારનો થાય છે –
(૧) જે જીવો ભદ્રક પ્રકૃતિવાળા અને મુગ્ધ છે, તેઓને ઉદારતાવાળી પ્રવૃત્તિ જોઈને એમ થાય છે કે, આ ધર્મ શ્રેષ્ઠ છે, અને (૨) જે જીવો પ્રજ્ઞાવાળા અને વિચારક છે, તેઓને થાય છે કે, આ ધર્મ પુરુષોત્તમ એવા સર્વજ્ઞથી કહેવાયેલો છે; કેમ કે સર્વત્ર દયાની પ્રવૃત્તિ છે.
આશય એ છે કે, ધર્મ હંમેશાં દયાપ્રધાન હોય છે, અને જિનમંદિર નિર્માણ વખતે પણ આવા પ્રકારની દયા જોઈને યોગ્ય જીવોને આ ધર્મ દયાપ્રધાન છે તેવી બુદ્ધિ થવાથી, એમ જણાય છે કે, કોઈ પુરુષવિશેષ આવો ધર્મ બતાવ્યો છે, જેથી આ ધર્મમાં વિવેકવાળી દયા છે. આ રીતે ભગવાનના શાસનની પ્રભાવના થાય છે, આ સર્વ ઉદારતાનું અદષ્ટ ફળ છે.
અહીં વિશેષ એ છે કે, કોઈ શ્રાવક ઉદારતાપૂર્વક જિનમંદિર નિર્માણ કરતો હોય અને તેના કારણે કારીગરો વગેરેને ધર્મ પ્રત્યે સદ્ભાવ થતો હોય અને લોકમાં પણ સાધુવાદ પ્રવર્તતો હોય, આમ છતાં જે શ્રાવકને લોકખ્યાતિ પ્રત્યે જ પ્રધાન ઉપયોગ છે, તેને ઉદારતાનું દષ્ટ અને અદૃષ્ટ ફળ બાહ્ય રીતે પ્રાપ્ત હોવા છતાં, પોતાના પરિણામની વિશુદ્ધિ નહિ હોવાથી પોતે નિર્જરારૂપ ફળને પામી શકતો નથી. પરંતુ જે શ્રાવકના હૈયામાં ભગવાનના શાસનની વૃદ્ધિ કરવાનો આશય છે અને તે આશયપૂર્વક ઉદારતાથી પ્રયત્ન