________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા | ગાથા-૪, ૫-૬-૭
૧૨૯ મૂળ ગાથા-૪માં “પણ” શબ્દ છે. તેનો અર્થ કરતાં ટીકામાં કહ્યું કે, તપસ્વીજનને ઉચિત એવા પ્રદેશમાં, તથા અસ્થિઆદિરહિત ભૂમિ છે તે દ્રવ્યશુદ્ધ ભૂમિ છે. તેનો ભાવ એ છે કે, જે ભૂમિમાં તપસ્વી એવા સાધુઓ સંયમ પાળી શકે એવી ભૂમિમાં જિનમંદિર કરાવવાથી સંયમી સાધુઓનું આવાગમન થાય, ઉપદેશ વગેરે આપે, તેનાથી ધર્મની પ્રાપ્તિ થાય, તેવા પ્રદેશમાં, અને જે ભૂમિમાં હાડકાં વગેરે ન હોય એવી ભૂમિમાં જિનમંદિર કરાવવું, તે દ્રવ્યશુદ્ધ ભૂમિ છે.
આ ગાથામાં કહ્યા પ્રમાણે દ્રવ્ય અને ભાવશુદ્ધિ કરવાથી ત્યાં વર્તતા લોકોને ધર્મની પ્રાપ્તિ થાય છે, અને હાડકાં વગેરેથી રહિત હોવાથી દીર્ઘકાળ સુધી ત્યાં ધર્મની વૃદ્ધિ થાય. તે બતાવવા માટે મૂળ ગાથામાં ‘તથા'નો પ્રયોગ જણાય છે.
પંચાશક-૧૦માં શે'નો અર્થ વિશિષ્ટજનઉચિત ભૂભાગમાં કરેલ છે અર્થાત્ વિશિષ્ટજનથી યુક્ત પ્રદેશમાં જિનભવનભૂમિ કરાવવી, તે દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. એનો અર્થ એ થાય છે કે, જ્યાં વિશિષ્ટજનનો વાસ હોય ત્યાં જિનમંદિર કરવું જોઈએ. જ્યારે અહીં પ્રતિમાશતક ગ્રંથમાં અને પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું કે, તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં જિનમંદિર કરવું, તે દ્રવ્યશુદ્ધ ભૂમિ છે. પરંતુ એ બંને અર્થમાં ફરક નથી; કેમ કે વિશિષ્ટજનથી યુક્ત ભૂમિમાં જ સાધુજનનો વાસ થઈ શકે. તેથી તેવી ભૂમિ તપસ્વીજનને ઉચિત કહેવાય Iઝા અવતરણિકા -
एतदेव समर्थयति - અવતરણિતાર્થ :
આને જ અચ=નજીકમાં રહેનાર પ્રાણીઓને, અસમાધિ ન થાય તે ભાવશુદ્ધિ છે એને જ, સમર્થન કરે છે –
ગાથા -
"धम्मत्थमुज्जएणं सव्वस्सापत्तियं न कायव्वं ।
इय संजमो वि सेओ एत्थ य भयवं उदाहरणं" ।।५।। ગાથાર્થ :
ધર્મના માટે ઉધત એવા પ્રાણી વડે સર્વને અપ્રીતિ ન કરવી જોઈએ. ==આ પ્રકારે પરને અપ્રીતિ ન કરવા વડે, સંયમ પણ શ્રેય કારી છે અને અહીંયાં ભગવાન ઉદાહરણ છે. પા. ટીકા :_. धर्मार्थमुद्यतेन प्राणिना सर्वस्य जन्तोरप्रीतिर्न कार्या सर्वथा, 'इय' एवं पराप्रीत्यकरणेन संयमोऽपि श्रेयान् नान्यथा, अत्रार्थे भगवानुदाहरणं स्वयमेव च वर्धमानस्वामीति ।।५।।