________________
૧૩૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા | ગાથા-૫-૬-૭, ૮ ભાવવાળા કરવા યત્ન કરવો જોઈએ અને જ્યારે સર્વ શક્ય ઉપાયો કરવા છતાં કોઈ અતિ અયોગ્ય જીવને અપ્રીતિ થાય, તો તેવા જીવ પ્રત્યે પોતાને દ્વેષ ન થાય તદર્થે વિચારવું જોઈએ કે, આ મારો જ દોષ છે, કે જે મેં પૂર્વભવમાં તેવું પુણ્ય પ્રાપ્ત કર્યું નથી, કે જેથી બીજા જીવોની અપ્રીતિનો હું પરિહાર કરી શકતો નથી. અંતે આ પ્રકારનું ચિતવન જીવ જ્યારે બહિર્મુખ પરિણામવાળો હોય છે ત્યારે આવશ્યક છે, અને જ્યારે જીવ અંતર્મુખ પરિણામવાળો હોય ત્યારે શક્ય એવી પરની અપ્રીતિના પરિહાર માટે સર્વ યત્ન કર્યા પછી, સામેના જીવને અપ્રીતિ થાય ત્યારે ઉદાસીનભાવ ધારણ કરે.
આશય એ છે કે, પ્રારંભિક ભૂમિકામાં ધર્મમાં ઉદ્યમવાળો જીવ જ્યારે પરને અપ્રીતિ થતી હોય તો તેના પરિહાર માટે શક્ય બધા ઉદ્યમ કરે, આમ છતાં અયોગ્ય જીવોને જિનમંદિરનિર્માણાદિ કાર્યો ન ગમતાં હોવાથી તે કાર્યો પ્રત્યે તેઓને અપ્રીતિ થાય છે, અને તે જોઈને ધર્મી એવા જીવને પણ તેમના પ્રત્યે દ્વેષભાવ થાય તેવી ચિત્તવૃત્તિ હોય છે, તે બહિર્મુખ અવસ્થા છે. અને તે વખતે તેમના પ્રત્યે દ્વેષ ન થાય તેના માટે ધર્મી એવા જીવે ચિંતવન કરવું જોઈએ કે, ભૂતકાળમાં મેં પુણ્ય ઉપાર્જન કર્યું નથી તેથી જ હું આવી અપ્રીતિનો પરિહાર કરી શકતો નથી. આ રીતે ચિંતવન કરવાથી અયોગ્ય જીવ પ્રત્યે પણ દ્વેષ કરીને ચિત્ત મલિનભાવને પામે નહિ. અને જે સંપન્ન ભૂમિકાવાળા ધર્મિષ્ઠ જીવો છે, તે પરની અપ્રીતિ ટાળવા માટે શક્ય યત્ન કરે; આમ છતાં કોઈ અયોગ્ય જીવને અપ્રીતિ થાય તો તેના પ્રત્યે ઉદાસીન રહીને પોતાના ભાવોમાં જ તે યત્ન કરી શકે છે. તેથી તેવા ભૂમિકાસંપન્ન જીવોને આ મારો જ દોષ છે, કે જે મેં પૂર્વભવમાં પુણ્ય કર્યું નથી, તેમ ચિંતવન કરવાની આવશ્યકતા રહેતી નથી. પ-૬-છા
: કાષ્ઠશુદ્ધિ દ્વાર : અવતરણિકા :
उक्ता भूमिशुद्धिः, काष्ठादिशुद्धिमाह - અવતરણિકાર્ય :
ભૂમિશુદ્ધિ કહી, હવે કાષ્ઠાદિની શુદ્ધિ કહે છે – ગાથા :
"कट्ठादि वि दलं इह सुद्धं जं देवताऽऽदुपवणाओ ।
नो अविहिणोपणीयं सयं च कारवियं जनो" ।।८।। ગાથાર્થ :
(૧) કાષ્ઠાદિ દલ પણ=જિનભવનનું ઉપાદાન કારણ પણ, અહીંયાં=જિનભવનના વિધાનમાં, જે દેવતાદિના ઉપવનથી, (લાવેલું હોય.) અવિધિથી=બલીવાઁદિને=બળદ વગેરેને મારવા વડે ન લાવેલું હોય અને સ્વયં જે કરાવેલું ન હોય (તે) શુદ્ધ (જાણવું). IIkII