________________
૧૨૬
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા) ગાથા-૨
ટીકાર્ય :
ત્ર રિ — જિનવિખ્યપૂનાવિક, દ્રવ્યવિષય સ્તવ અને ભાવવિષય સ્તવ હોય છે. ત્યાં=બે પ્રકારનો સ્તવ કહ્યો ત્યાં, ભાવસ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિનું વિધાન, દ્રવ્યવિષય સ્તવ છે. જિનભવવાદિમાં આદિ' શબ્દથી જિનબિંબપૂજાદિનું ગ્રહણ છે.
ભાવસ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિનું વિધાન દ્રવ્યવિષય સ્તવ છે એમ કહ્યું, તેનું જ તાત્પર્ય બતાવતાં કહે છે –
માસ્તવ .... ડ્રાઈ. . ભાવસવની ઈચ્છાથી પ્રયોજ્ય પ્રવૃતિવિષયવાળું જિનભવનાદિનું વિધાન દ્રવ્યસ્તવરૂપે વ્યવહાર કરવા યોગ્ય છે, એ પ્રકારે અર્થ જાણવો.
ભાવસ્તવઃ..... નિરતિચાર: !વળી ભાવસ્તવ શુદ્ધ=નિરતિચાર, સાધુક્રિયારૂપ સંયમ છે. રાા ભાવાર્થ :
ભાવસ્તવ એ ભગવાનની આજ્ઞાપાલનરૂપ છે, અને ભગવાનની આજ્ઞા, પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં શક્તિના પ્રકર્ષથી સમભાવમાં યત્ન કરવાની છે; કેમ કે વીતરાગ થવાનો ઉપાય નિર્લેપ ચિત્ત છે અને સમભાવ પ્રગટે તો જ નિર્લેપ ચિત્ત પ્રગટ થાય અને નિર્લેપ ચિત્ત પ્રગટ કરવું હોય તો ભગવાનના વચનાનુસાર ક્રિયામાં અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ, આવા પ્રકારના ભાવસ્તવનો જેને બોધ છે; આમ છતાં પોતાનામાં તેવા પ્રકારનું સામર્થ્ય નથી, એવું જે શ્રાવક જાણે છે, તે શ્રાવક ભાવસ્તવની પ્રાપ્તિના દૂર દૂરના ઉપાયરૂપે દ્રવ્યસ્તવને જુએ છે. તેથી ભાવસ્તવની ઇચ્છાથી પ્રયોજ્ય પ્રવૃત્તિનો વિષય, તે શ્રાવકને જિનભવનાદિ દેખાય છે, તેથી જ તે જિનભવનાદિનું નિર્માણ કરવામાં યત્ન કરે છે.
આશય એ છે કે, જેમ ક્ષુધા શમાવવાનો અર્થી ભોજનમાં યત્ન કરે, પરંતુ ભોજનની સીધી પ્રાપ્તિ ન થતી હોય તો તેના ઉપાયરૂપે રસોઈમાં પ્રવૃત્તિ કરે, અને રસોઈ માટેની સામગ્રી ન હોય તો સામગ્રીની ખરીદી કરવામાં પણ યત્ન કરે. અહીં સુધાશમનનો સાક્ષાત્ ઉપાય ભોજનની ક્રિયા છે અને પરંપરાએ ઉપાય ભોજનસામગ્રીની ખરીદી છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સુધાશમનની ઇચ્છાથી પ્રયોજ્ય પ્રવૃત્તિનો વિષય સામગ્રીની ખરીદી છે; કેમ કે ક્ષુધા શમાવવાનો અર્થી જીવ જાણે છે કે સુધાનું શમન આ ખરીદી કર્યા વગર હું કરી શકું તેમ નથી.
તે જ રીતે શ્રાવક પણ જાણે છે કે, મારી ચિત્તની ભૂમિકા પ્રમાણે સાક્ષાત્ સંયમની ક્રિયા દ્વારા હું સમભાવમાં જઈ શકું તેમ નથી, તેથી વીતરાગતા પ્રત્યેનો બહુમાનભાવ વધે તેવી પ્રવૃત્તિ માટે કરવી જોઈએ, કે જેથી શક્તિનો સંચય થઈ જાય ત્યારે વીતરાગતાને અનુકૂળ એવા સમભાવમાં યત્ન કરવા અર્થે સાક્ષાત્ સંયમની ક્રિયા થઈ શકે.
અહીં ભાવસ્તવ એ પ્રયોજન છે, ભાવસ્તવની ઇચ્છા એ પ્રયોજક છે અને ભાવસ્તવની ઇચ્છાથી પ્રયોજ્ય દ્રવ્યસ્તવની=જિનભવનાદિ વિધાનની પ્રવૃત્તિ છે.