________________
૧૪
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા) ગાથા-૧ ટીકા -
एतदिहोत्तमश्रुतमुत्तमार्थाभिधानात्, आदिशब्दाद् द्वारगाथोक्ताः स्तवपरिज्ञादयः प्राभृतविशेषा गृह्यन्ते । तत्र का स्तवपरिज्ञा ? इति प्रश्नवाक्यमाश्रित्याह-यस्यां ग्रन्थपद्धतौ स्तवो द्विविधोऽपि द्रव्यभावोपदस्तववाच्यो वर्ण्यते गुणादिभावेन गुणप्रधानरूपतया, सा स्तवपरिजेत्युत्तरवाक्यं રમ્ II ટીકાર્ય -
વિદ્યોત્તમ રુમ્ II આ=કષ-છેદ-તાપથી શુદ્ધ એવું શ્રત અહીં=જગતમાં, ઉત્તમાર્થનું અભિધાન કરનાર હોવાથી ઉત્તમ શ્રત છે. “ગતિ' શબ્દથી દ્વારગાથામાં કહેવાયેલ દ્વારગાથા-૧૦૨૦માં કહેવાયેલ, સ્તવપરિજ્ઞાદિ પ્રાભૃતવિશેષ ગ્રહણ થાય છે.
ત્યાં સ્તવપરિશા શું છે? એ પ્રમાણે પ્રશ્ન વાક્યને આશ્રયીને ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે
જે ગ્રંથપદ્ધતિમાંeગ્રંથરચનામાં, દ્રવ્ય-ભાવ એ બે પ્રકારના ઉપપદવાળો, સ્તવ શબ્દથી વાગ્ય એવો બંને પણ પ્રકારનો સ્તવ ગુણાદિભાવ વડે ગૌણ-પ્રધાનરૂપ ભાવ વડે વર્ણન કરાય છે, તે આવપરિજ્ઞા છે. એ પ્રમાણે ઉત્તર વાક્ય જાણવુંsઉત્તર જાણવો. ૧II
જ મૂળ ગાથામાં પ્રશ્નવાક્ય અધ્યાહારરૂપે છે, તે ટીકામાં પ્રશ્નવાક્ય બતાવેલ છે; અને મૂળગાથાના ઉત્તરાદ્ધથી એ પ્રશ્ન વાક્યનો ઉત્તર આપેલ છે, તે ઉત્તરવાક્ય સમજવું. ભાવાર્થ :
આત્માને માટે પરિપૂર્ણ સુખરૂપ મોક્ષ એ ઉત્તમાર્થ છે અને તે ઉત્તમાર્થની પ્રાપ્તિના ઉપાયને જે બતાવે છે તેને પણ ઉત્તમાર્થ કહેવાય. અને જે શ્રત કષ-છેદ અને તાપથી શુદ્ધ છે, તે શ્રત જ ખરેખર યથાર્થ મોક્ષના ઉપાયને બતાવનાર છે, તેથી ત્રિકોટિ પરિશુદ્ધ એવા શ્રુતને અહીં ઉત્તમ શ્રત કહેલ છે.
“ માન' - દ્રવ્યસ્તવમાં દ્રવ્ય મુખ્ય હોય છે અને ભાવ ગૌણ હોય છે, અને ભાવાસ્તવમાં ભાવ મુખ્ય હોય છે અને દ્રવ્ય ગૌણ હોય છે. તે બતાવવા માટે અહીં કહ્યું કે, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગુણાદિભાવથી જેમાં વર્ણન કરાયેલ છે, તે સ્તવપરિજ્ઞા છે.
અહીં દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિની સામગ્રી પ્રધાન હોય છે, અને તેનાથી કરાતી પૂજાના કાળમાં ભગવાન પ્રત્યેનો વધતો બહુમાનનો ભાવ તે ક્રિયાથી પ્રગટ થનાર છે અને તે ગૌણ છે; કેમ કે ભાવની નિષ્પત્તિ માટે દ્રવ્યસામગ્રીમાં યત્ન કરાય છે, તેથી દ્રવ્યપ્રધાન છે.
ભાવસ્તવ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ મુનિઓ કરે છે. ત્યાં મુનિનો યત્ન નિર્લેપદશામાં મુખ્ય હોય છે; અને નિર્લેપદશાની સાધક એવી ઉચિત ક્રિયારૂપ દ્રવ્યસ્તવની અનુમોદના મુનિ કરે છે, તેમાં