________________
૧૨૨
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા/ ગાથા-૧
((((IIIIIIIIIIIIIII સતપણિજ્ઞાIIIIIIIIIIIIII)))))
ભગવાનની મૂર્તિ પૂજનીય છે તે સ્થાપન કરવા માટે પૂર્વમાં અનેક અતિદેશો બતાવ્યા. તે પ્રમાણે, પંચવસ્તુક ગ્રંથમાં સ્તવપરિજ્ઞા નામનો વિભાગ છે, તેનાથી પણ ભગવાનની મૂર્તિ પૂજનીય તરીકે સિદ્ધ થાય છે, તેથી સ્તવપરિણા ગ્રંથનો પણ અતિદેશ ગ્રંથકારશ્રી કરી શકે, પરંતુ તેનો અતિદેશ ન કરતાં સ્તવપરિજ્ઞા ગ્રંથ સંપૂર્ણ અહીં રજૂ કરે છે, તેનું કારણ શું છે, તે બતાવવા “ડાથ'થી અવતરણિકારૂપે કહે છે – ટીકા - ____अथ स्तवपरिज्ञया प्रथमदेशनादेश्यया गुरोर्गरिमसारया स्तवविधिः परिष्ट्रयते । इयं खलु समुद्धृता सरसदृष्टिवादादितः श्रुतं निरघमुत्तमं समयवेदिभिर्भण्यते अथ (अतः) स्तवपरिज्ञाऽत्यन्तोपयोगिनीति यथा पञ्चवस्तुके दृष्टा तथा लिख्यते ।
‘સ્તવરિજ્ઞાડચત્તોપયોજિનિ - અહીં ‘અથ' છે ત્યાં ‘સત્ત:' પદની સંભાવના લાગે છે. ટીકાર્ય :
ગઇ .... નિતે . સ્તવપરિણા ગ્રંથની પ્રથમ ગાથાની અવતરણિકારૂપે કથન કરતાં મંગલાર્થે ગઇ'થી આરંભ કરે છે. ગુરુની પ્રથમ દેશનાથી ઉપદેશને યોગ્ય ગરિમસારવાળા સ્તવપરિશા ગ્રંથ વડે સ્તવવિધિ કહેવાય છે. સરસ એવા દષ્ટિવાદાદિથી સમુદ્ધત થયેલી, વિરઘ=પાપરહિત એવી આ= સ્તવપરિજ્ઞા, ઉત્તમ શ્રત તરીકે સમયના=સિદ્ધાંતના, જાણકારો વડે કહેવાયેલી છે, આથી કરીને સ્તવપરિજ્ઞા અત્યંત ઉપયોગી છે. એથી જે પ્રમાણે પંચવસ્તક ગ્રંથમાં જોડાયેલી છે, તે પ્રમાણે લખાય છે. ભાવાર્થ :
જીવ ધર્મને અભિમુખ થાય ત્યારે ગુરુ પ્રથમ દેશનારૂપે ભગવાનની ભક્તિ કરવા જેવી છે, તે જ બતાવે છે, તેથી સ્તવપરિક્ષાને પ્રથમ દેશનાથી બતાવવા યોગ્ય કહેલ છે. વળી સર્વોત્તમ એવા ભગવાનની ભક્તિને બતાવનાર આ ગ્રંથ છે, તેથી ગરિમસારવાળો છે; કેમ કે શાસ્ત્રમાં કરેલ સર્વ વર્ણનો વીતરાગ થવા માટે છે અને વિતરાગ થવાનો અનન્ય ઉપાય ભગવાનની ભક્તિ છે, તેથી ગરિમભૂત એવા શાસ્ત્રોના સારરૂપ એવી આ સ્તવપરિજ્ઞા છે. અને આ સ્તવપરિજ્ઞા શ્રેષ્ઠ એવા દૃષ્ટિવાદાદિથી ઉદ્ધત છે અને ઉત્તમ શ્રત છે; કેમ કે ઉત્તમ એવા મોક્ષસુખની પ્રાપ્તિના ઉપાયને બતાવનાર છે. વળી આ શ્રત કષ-છેદ અને તાપથી શુદ્ધ હોવાથી સંપૂર્ણ દોષરહિત છે, આથી નિરઘ છે. અને આવો સ્તવપરિજ્ઞા ગ્રંથ જીવોને ઉપકાર કરવામાં અત્યંત ઉપયોગી છે, જેથી કરીને ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા જે પ્રમાણે પંચવસ્તક નામના ગ્રંથમાં આ સ્તવપરિજ્ઞા દેખાય છે, તે પ્રમાણે અહીં લખે છે.