________________
૧૨૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭ તેઓના જ સ્થાપનાનિક્ષેપારૂપે આ જિનપ્રતિમાઓ છે. તેથી દેવલોકમાં જે શાશ્વત જિનપ્રતિમા છે, તે આપણા તીર્થંકરોની જ શાશ્વત જિનપ્રતિમા છે, માટે જિનપ્રતિમા પૂજ્ય છે, તેમ સ્વીકારવું ઉચિત છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રતિમા તો પત્થરાદિ જડ પુદ્ગલોની બનેલી છે, તેથી તેમાં કોના દ્વારા પ્રભુત્વ પ્રાપ્ત થાય છે કે જેથી તે પૂજ્ય બને છે ? અને જો અન્ય દ્વારા તેમાં પ્રભુત્વ આવતું હોય તો પરમાર્થથી અન્ય પૂજ્ય છે, પરંતુ જડ પુદ્ગલનિર્મિત પ્રતિમા પૂજ્ય નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના આશયને સામે રાખીને ગ્રંથકા૨શ્રી કહે છે
.....
देवाधिदेवप्रतिमाः શ્રયન્તિ । પ્રતિષ્ઠા ઉપગત=પ્રતિષ્ઠા પામેલ, દેવાધિદેવની પ્રતિમાઓ સ્વતઃ પ્રભુત્વનો આશ્રય કરે છે.
પ્રતિષ્ઠાને પામેલ દેવાધિદેવની પ્રતિમાઓ પરતઃ પ્રભુત્વનો આશ્રય કરતી નથી, પરંતુ સ્વતઃ જ પ્રભુત્વનો આશ્રય કરે છે, માટે પ્રતિમાઓ પૂજ્ય છે.
જેમ કોઈ રાજાનો માણસ હોય તો એનું પ્રભુત્વ રાજાના બળથી છે, અને જ્યારે રાજા તેને છૂટો કરી દે છે ત્યારે તેનું લોકમાં પ્રભુત્વ હોતું નથી. જ્યારે પ્રતિમામાં તો કોઈ વ્યક્તિ પ્રતિષ્ઠા કરાવે, ત્યાર પછી પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિના બળથી તેનું પ્રભુત્વ નથી, પરંતુ તે પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી વીતરાગાદિ ભાવોની સ્થાપના કરાઈ છે, તેથી સ્વતઃ જ તે પ્રતિમામાં પ્રભુત્વ પ્રાપ્ત થાય છે; અને તેથી જ પ્રતિષ્ઠિત પ્રતિમાની ભક્તિ કરવાથી ભક્તિ કરનારને નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને આશાતના કરનારને કર્મબંધ થાય છે.
અહીં વિશેષ એ છે કે, જોકે સ્થાપનારૂપ પ્રતિમા એ પુદ્ગલરૂપ છે, તેથી પુદ્ગલરૂપે તેમાં કોઈ વિશેષતા નથી; જેમ સંસારી જીવોમાં જીવત્વેન સમાનતા છે, તેમ તીર્થંકરનો આત્મા પણ સંસારી જીવો જેવો આત્મા છે, તે રીતે તેમાં કોઈ વિશેષતા નથી. આમ છતાં જ્યારે તે તીર્થંકર બને છે ત્યારે તેમના આત્મામાં સ્વાભાવિક અન્ય જીવો કરતાં વીતરાગાદિ વિશેષ ગુણો હોવાથી વિશેષતા હોય છે, અને તે વિશેષતાને કારણે જ તીર્થંકરનો આત્મા પ્રભુ કહેવાય છે. તેવી રીતે સ્થાપનામાં જોકે વિશેષતા સાક્ષાત્ નથી તોપણ સ્થાપ્ય એવા તીર્થંકરના આત્મામાં જે વિશેષતા છે, તે વિશેષતા જ પ્રતિષ્ઠાની વિધિથી પ્રતિમામાં સંક્રમે છે, તે પ્રમાણે વ્યવહારનય સ્વીકારે છે. તેથી જ જેમ તીર્થંકરમાં સ્વતઃ પ્રભુત્વ છે, તેમ પ્રતિમામાં પણ સ્વતઃ પ્રભુત્વ છે.
અહીં પ્રશ્ન થાય કે, જડ પદાર્થમાં પ્રભુત્વ ક્યાંથી આવ્યું ? તેથી કહે છે –
સંજ્ઞામતિ ..... નિવિપક્ષઃ । સ્થાપ્યગત વિશેષ સંક્રમ પામે છે, પરંતુ સ્થાપનાનો કોઈ વિશેષ નથી, એ નિર્વિપક્ષ=નિર્વિવાદ છે.
સ્થાપ્ય એવા જે અરિહંત પરમાત્માના આત્માઓ છે, તેમનામાં રહેલ જે વીતરાગતા આદિ ભાવો છે, તે પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં સંક્રમ પામે છે. તેથી પ્રતિષ્ઠા પામેલ પ્રતિમાઓમાં સ્વતઃ પ્રભુત્વ છે, પરંતુ તેમાં