________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-ક૭
૧૨૧ સ્થાપનાનો કોઈ વિશેષ નથી એ વાત નિર્વિવાદ છે. અર્થાત્ ગ્રંથકારશ્રી કહે છે કે, અમે પણ માનીએ છીએ કે, સ્થાપના પથ્થર આદિમાંથી બનેલ આકારમાત્ર છે અને એ સ્થાપનાનો કોઈ વિશેષ નથી આકારમાત્રને કારણે પ્રભુત્વરૂપ વિશેષ નથી, કે જેના દ્વારા પ્રતિમાઓમાં પ્રભુત્વ પ્રાપ્ત થાય. પરંતુ સ્થાપ્યગતવિશેષ પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં સંક્રમ પામે છે, તેથી પ્રતિષ્ઠા પામેલ પ્રતિમાઓ સ્વતઃ પ્રભુત્વનો આશ્રય કરે છે, અને આથી જ પ્રતિમાઓ પૂજ્ય છે, એમ સિદ્ધ થાય છે.