________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭ ભાવાર્થ - .
યદ્યપિ મનુષ્યલોકમાં સર્વ જિનપ્રતિમાઓ શાશ્વત નથી, તોપણ સદા શાશ્વત કે અશાશ્વત જિનપ્રતિમાઓ મનુષ્યલોકમાં હોય છે અને શાશ્વત ભાવરૂપે તે જિનપ્રતિમાઓ દેવ શબ્દથી=પૂજ્યતાવાચક દેવ શબ્દથી વાચ્ય બને છે. વળી દેવલોકમાં શાશ્વતભાવે જિનપ્રતિમાઓ વર્તે છે; કેમ કે ‘ને વ રેવજીં' એ પ્રકારનું આગમવચન છે અને એ પાઠમાં જિનપ્રતિમાની ઋદ્ધિના વર્ણનનું સ્વરૂપ છે, અને તે જિનપ્રતિમાઓ જ શાશ્વતભાવે ‘દેવ” શબ્દથી=પૂજ્યતાવાચક દેવ શબ્દથી વાચ્ય બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જિનપ્રતિમાઓ જ સદા “દેવ” શબ્દથી વાચ્ય બને છે, અને તે મનુષ્યલોકમાં તો વાચ્ય બને છે પણ દેવલોકાદિમાં પણ શાશ્વતભાવે “દેવ' શબ્દથી વાચ્ય બને છે. અને દેવલોકમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ દેવ' શબ્દથી વાચ્ય બને છે એ જ સિદ્ધ કરે છે કે, જિનપ્રતિમાઓ પૂજ્ય છે. જો જિનપ્રતિમાઓ પૂજ્ય ન હોત તો તે પ્રતિમાઓને ને વ દેવજીં' એ આગમવચનના બળથી દેવ' શબ્દથી વાચ્ય કહેત નહિ.
અહીં લંપાક કહે છે કે, આગમમાં શાશ્વતભાવથી જે પ્રતિમાઓનું વર્ણન કર્યું છે, તે વીતરાગની પ્રતિમા નથી, પરંતુ અન્યતીર્થિક અભિમત એવા શબ્દથી વાચ્ય છે અર્થાતુ અન્યતીર્થિક પોતાના દેવને બુદ્ધાદિ કહે છે તે શબ્દથી તે જિનપ્રતિમાઓ વાચ્ય છે. તેથી આગમમાં શાશ્વતભાવથી જિનપ્રતિમાનું વર્ણન છે, તે જિનપ્રતિમાઓ આપણા ભગવાનની પ્રતિમાઓ નથી, માટે તેનાથી પ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ કરી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
તથા . અને ત્યાં તે પ્રકારે શાશ્વતભાવરૂપે, અન્યતીથિકોને અભિમત (બૌદ્ધાદિ) શબ્દોથી વાચ્ય (પ્રતિમાઓ) નથી; કેમ કે તેઓના અવ્યતીથિકોના, દેવોનું અનિયતપણું છે.
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, દેવલોકમાં જે જિનપ્રતિમાઓ છે, તે આપણા ભગવાનની નથી પરંતુ અન્યતીર્થિકો પોતાના ભગવાનને જિન માને છે, તેઓની આ પ્રતિમાઓ છે, અને તેનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. માટે “ને વ સેવછં' એ વચનથી દેવલોકમાં શાશ્વતભાવથી=શાશ્વત આકારથી પ્રતિમાઓ છે, એટલું સ્વીકારી શકાય, પણ તેના બળથી પ્રતિમા પૂજ્ય છે, તેમ સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
શાશ્વતભાવે=શાશ્વત આકારે રહેલી પ્રતિમાઓ અન્યતીર્થિક અભિમત એવા દેવ શબ્દથી વાચ્ય થઈ શકે નહિ, કેમ કે અન્યતીર્થિકના કોઈ દેવો નિયત નથી. જેમ ગૌતમ બુદ્ધ પાર્શ્વનાથ ભગવાનના સંતાનમાં દીક્ષા લઈને પછી દીક્ષા છોડીને સ્વમતની સ્થાપના કરી, તે પૂર્વે બૌદ્ધદર્શન હતું નહિ. તેથી અન્યતીર્થિકના દર્શનમાં દેવોનું નિયતપણું નથી. તે જ રીતે જે જે સંયોગમાં જે જે દર્શન ઊભું થયું, તે તે વખતે તેમના દેવો તરીકે તેઓ પ્રસિદ્ધિને પામ્યા, પણ શાશ્વતભાવથી કોઈ બુદ્ધાદિ છે નહિ. જ્યારે આપણા જિનો કોઈ વ્યક્તિગત શાશ્વત નહિ હોવા છતાં મહાવિદેહ ક્ષેત્રમાં સદા તીર્થંકર વિદ્યમાન હોય છે, અને ભરતઐરાવત ક્ષેત્રમાં પણ પ્રવાહથી દરેક ચોવીસીમાં તીર્થંકરો થાય છે, તેથી તીર્થંકરોનો પ્રવાહ શાશ્વત છે, અને