________________
૧૧૭.
પ્રતિમાશતક ભાગ-૩| શ્લોક-૧૭
૧૦૮ પુષ્પપટલક યાવતું લોહસ્તપટલક છે.
અહીં યાવત્ શબ્દથી ૧૦૮ માલ્યપટલક, ૧૦૮ ચૂર્ણપટલક, એ પ્રમાણે ૧૦૮ ગંધપટલક, ૧૦૮ વસ્ત્રપટલક, ૧૦૮ આભરણપટલક અને ૧૦૮ સિદ્ધાર્થપટલક સંગૃહીત છે.
૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર છે. ૧૦૮ તૈલસમુદ્ગક યાવત્ ૧૦૮ ધૂપદાણા છે.
અહીં યાવત્ શબ્દથી ૧૦૮ કોષ્ઠસમુદ્ગક, ૧૦૮ ચોયક સમુદ્ગક, ૧૦૮ તગરસમુદ્ગક, ૧૦૮ એલાસમુદ્ગક, ૧૦૮ હરિતાલ સમુદ્ગક, ૧૦૮ હિંગુલસમુદ્રક, ૧૦૮ મનઃશિવસમુત્રક, ૧૦૮ અંજનસમુદ્ગક સર્વે પણ આ તૈલાદિ પરમ સુગંધથી સહિત જાણવા. ૧૦૮ ધજા ઈત્યાદિ પાઠ છે.
જીવાભિગમના આ પાઠના ટીકાર્યમાં તત્તિર્યથા - ..... ૩ષ્ટશક્તિ ધ્યાનમત્કારિ II સુધીનો અર્થ અંદર આવી જાય છે.
एवंविधराजचिह्नयुक्ता यथोचितव्यापारनियुक्तनागादिप्रतिमासेव्यमानाश्चगेर्यादिपूजोपकरणसमन्विताश्च प्रतिमाः शाश्वतभावेन स्वत एवात्मनो जगत्पूज्यत्वं ख्यापयन्ति, अन्यथा तथाविधचिह्नाद्युपेतत्वासम्भवात् । एवंविधव्यतिकरमाकर्णापि ये जिनप्रतिमामाराध्यत्वेन नाङ्गीकुर्वते ते क्लिष्टकर्मोदयिनो मन्तव्याः, न चैवं परिवारोपेताः शाश्वतप्रतिमा एव भवन्ति नान्या इति वाच्यम्, अष्टापदाद्रौ भरतकारितानां ऋषभादिवर्द्धमानान्तानां चतुर्विंशतेरपि जिनप्रतिमानां तथापरिवारोपेतत्वात् 'जीवाभिगमोक्तपरिवारयुक्ता' इति वचनात् ।
વંવિધરાવનપુરા ... ગમવાન્ ! આવા પ્રકારના રાજચિહ્નથી યુક્ત, યથોચિત વ્યાપારમાં નિયુક્ત=જોડાયેલી, નાગાદિ પ્રતિમાઓ વડે સેવાતી અને ચંગેરી આદિ પૂજાપકરણથી સમન્વિત સહિત, એવી પ્રતિમાઓ શાશ્વતભાવરૂપે સ્વતા જ પોતાના જગન્યૂયપણાને જણાવે છે. અન્યથા શાશ્વતભાવરૂપે સ્વતઃ જ પોતાના જગન્યૂયપણાને જણાવતી ન હોય તો, તથાવિધિ તેવા પ્રકારના, ચિહ્નાદિથી ઉપેતપણાનો=સહિતપણાનો, અસંભવ છે.
જીવાભિગમમાં વર્ણન કરાયેલી જિનપ્રતિમાઓ શાશ્વતભાવરૂપે તેવા પ્રકારના રાજચિહ્નોથી યુક્ત છે, તેથી શાશ્વતભાવરૂપે સ્વતઃ જ પોતાનું જગતુપૂજ્યપણું જણાવે છે અર્થાત્ સદાકાળ માટે સ્વતઃ જ પોતાનું જગતુપૂજ્યપણું જણાવે છે. તેથી જ સદાકાળ માટે, આવાં ચિહ્નોથી યુક્તપણું છે, એ પ્રકારે વ્યાપ્તિ છે.
વિધતિ ..... મન્તવ્યા ! આવા પ્રકારના વ્યતિકર=પ્રસંગને, સાંભળીને પણ જેઓ જિનપ્રતિમાને આરાધ્યપણારૂપે સ્વીકારતા નથી, તેઓ ક્લિષ્ટ કર્મના ઉદયવાળા=મિથ્યાત્વમોહનીયતા ઉદયવાળા, જાણવા.
પૂર્વમાં કહ્યું કે, શાસ્ત્રમાં શાશ્વતી પ્રતિમાઓનું જે વર્ણન કરેલ છે તે સાંભળીને જેઓ જિનપ્રતિમાને