________________
૧૧૬
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-9૭.
તત્વ માં ..... વિઠ્ઠ II ત્યાં દેવજીંદા ઉપર જિનેશ્વરના ઉત્સધ પ્રમાણમાત્ર=પ૦૦ ધનુષ પ્રમાણ ઊંચાઈવાળી, એકસો આઠ જિનપ્રતિમાઓ સ્થાપન કરાયેલી રહેલી છે. તે જિનપ્રતિમાઓના આ આવા પ્રકારના વર્ણવાસ=વર્ણકરિવેશ અર્થાતુ પ્રતિમાઓના અવયવો કેવા કેવા વર્ણવાળા છે તે, કહેવાયેલા છે, તે આ પ્રમાણે - હાથનાં તળિયાં અને પગનાં તળિયાં તપનીયમય=લાલ સુવર્ણમય છે, મધ્યમાં લોહિતાક્ષ રત્નના પ્રતિષેકવાળા અંકમય અંતરત્નમય નખો છે, કનકમય પગો, કનકમય ગુલ્ફ ઘૂંટી, કનકમય જંઘા, કનકમય જાનુ, કનકમય ઉરુ સાથળ, કનકમય ગાત્રયષ્ટિ, તપનીયમય નાભિ, રિઝરત્નમય રોમરાજી, તપનીયમય ચિબુક સ્તનનો અગ્રભાગ, તપનીયમય શ્રીવત્સ, કનકમય બાહા, કનકમય પાર્થભાગ પડખાં, કનકમય ગ્રીવા=ડોક, રિક્ટરત્નમય મિશ્ર=દાઢી, શિલાપ્રવાલમય વિદ્ગમય ઓષ્ઠ હોઠ, સ્ફટિકમય દંત, તપનીયમય જીલ્લા=જીભ, તપનીયમય તાલુ-તાળવું, મધ્યમાં લોહિતાક્ષરત્નના પ્રતિકવાળી કનકમય નાસિકા, મધ્યમાં લોહિતાક્ષરતના પ્રતિષેકવાળી અંકમય આંખો, પુલકરત્નમય દૃષ્ટિ, રિઝરત્નમય અણિમધ્યગત તારિકા કીકી, રિષ્ઠરત્નમય અક્ષિપત્ર-આંખની પાંપણ, રિઝરત્નમય ભ્રમ=ભવાં, કનકમય કપોલ, કનકમય શ્રવણ=કાન, કનકમય લલાટપટ્ટિકા=લલાટ ભાગ, વજમય શીર્ષઘટિકા=મસ્તકની હડ્ડી=હાડકાં, તપનીયમય કેશની અંતભૂમિ અને કેશભૂમિ, રિઝરત્નમય ઉપરિ મૂઈજા મસ્તક ઉપર ઊગેલા કેશો છે.
તે દરેક જિનપ્રતિમાની આગળ અને પાછળ એક એક છત્રધારક પ્રતિમાઓ રહેલી છે, અને તે છત્રધારક પ્રતિમાઓ હિમ, રજત, કુંદ પુષ્પવિશેષ અને ચંદ્રપ્રકાશ જેવા ઉજ્વલ, સકોરંટ માલ્યામ જેવા ધવલ આતપત્રનેત્રછત્રને, લીલાસહિત ધારણ કરેલી રહેલી છે.
તે દરેક જિનપ્રતિમાની બંને પડખે એક એક એમ કુલ બે બે ચામરધારક પ્રતિમાઓ રહેલી છે. તે ચામરધારક પ્રતિમાઓ, ચંદ્રપ્રભ=ચંદ્રકાંત મણિ, વજ=વજમણિ અને વૈદુર્ય=વૈડુર્યમણિ અને બીજા નાના મણિ કનક રત્નોથી ખચિત=જડાયેલા એવા, અને કનકમય, રજતમય વિમલ, મહાકીમતી તપનીયમય ઉજ્વલ એવા, ચિત્ર=નાના પ્રકારવાળા દાંડાઓ છે જેમાં એવા, દેદીપ્યમાન શંખ, કફદ=શ્રેત છત્ર, ઉદકરત્નમય સ્ફટિકરમય, મથિત ફીણના પુંજ સરખા એવા, સૂક્ષ્મ શ્લલણ રજમતય દીર્ઘ વાળ છે જેમાં તેવા, ધવલ શ્વેત, ચામરોને વીંઝતી રહેલી છે.
તે જિનપ્રતિમાની આગળ બે બે નાગપ્રતિમાઓ, બે બે યક્ષપ્રતિમાઓ, બે બે ભૂતપ્રતિમાઓ, બે બે કુંડધારક પ્રતિમાઓ વિનયથી ઉપન=નમેલી, પગમાં પડેલી, હાથ જોડીને રહેલી, સ્થાપન કરેલી રહેલી છે અને તે પ્રતિમાઓ સર્વરત્નમય, સ્વચ્છ, સૂક્ષ્મ, શ્લષ્ણ, વૃષ્ટ=ઘસેલી, મુષ્ટ=માર્જન કરેલી, રજ વગરની, કાદવ વગરની યાવત્ પ્રતિરૂપવાળી=સુંદર આકૃતિવાળી છે.
તે જિનપ્રતિમાની આગળ ૧૦૮ ઘંટો, ૧૦૮ ચંદનકળશો, એ પ્રમાણે ૧૦૮ ભંગાર, ૧૦૮ આરીસા, ૧૦૮ થાળા, ૧૦૮ પાત્રી, ૧૦૮ સુપ્રતિષ્ઠકકડાભડા, ૧૦૮ મનોગુલિકા, ૧૦૮ વાટકા, ૧૦૮ ચિત્રરત્નના કરંડિયા, ૧૦૮ હયકંઠ યાવત્ ઋષભકંઠ છે. અહીં યાવત્ શબ્દથી ૧૦૮ ગજકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ કિનરકંઠ, ૧૦૮ ઝિંપુરુષકંઠ, ૧૦૮ મહોરગકંઠ અને ૧૦૮ ગંધર્વકંઠ ગ્રહણ કરેલ છે.
૧૦૮ પુષ્પગંગેરીથી યાવતું લોહસ્તક ચંગેરીઓ છે. લોમહસ્તક=મોરના પીંછાની પૂંજણી=મોરપીંછી - એવી ૧૦૮ મોરપીંછીવાળી ચંગેરીઓ છે.
અહીં યાવત્ શબ્દથી ૧૦૮ માલ્યચંગેરી, ૧૦૮ ચૂર્ણચંગેરી, ૧૦૮ ગંધચંગેરી, ૧૦૮ વસ્ત્રચંગેરી અને ૧૦૮ આભરણચંગેરી સંગૃહીત છે.