________________
પ્રતિમાશતક ભાગ-3| શ્લોક-પ સામાન્ય રીતે નિદાનપૂર્વક કરાયેલી ક્રિયા ગરક્રિયારૂપ બને છે, તેથી જન્માંતરમાં જ્યારે તેના ફળરૂપે ભોગાદિની પ્રાપ્તિ થાય ત્યારે ધર્મની રુચિ કે વિરતિ આદિની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે પ્રસ્તુતમાં દ્રૌપદીએ પૂર્વમાં કરેલ નિદાનને કારણે તે કર્મનો ભોગવટો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેણીને દેશવિરતિ સંભવી શકે નહિ, તેથી દ્રૌપદીએ સ્વયંવરપ્રાપ્તિ પૂર્વે કન્યા અવસ્થામાં ભગવાનની પૂજા કરેલ હતી, તેથી તે શ્રાવિકા છે એમ કહી શકાય નહિ. માટે દ્રૌપદીની પૂજાને પ્રમાણરૂપ ગણીને પૂજા કર્તવ્ય છે, તેમ સિદ્ધ થઈ શકે નહિ, એમ લુપાક કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
= ... શ્વિત નિદાનફળના ભોગ અનંતર જ તેણીને દ્રોપદીને, દેશવિરતિનો સંભવ છે, એ પણ સુવચન નથી; કેમ કે તેનું પ્રતિબંધકપણું હોતે છતેકનિદાનનું દેશવિરતિમાં પ્રતિબંધકપણું હોતે છતે, તેના=લિદાનના, પાર્વત્રિક ફળ વિના કૃષ્ણાદિની જેમ તે જન્મમાં જ વિરતિના લાભનો અસંભવ છે. એથી કરીને આ યત્કિંચિત છે.
લેશવિરતિસંવ ત્યપિ - અહીં ‘'થી એ કહેવું છે કે, પૂજાદિ અનંતર જ તેણીએ સમ્યક્ત પ્રાપ્ત કર્યું, એ સૂત્રાક્ષર-દર્શન વિના ધ્યાધ્યકરણમાત્ર બુદ્ધિનું આંધળાપણુંમાત્ર હોવાથી સુવચન નથી, પરંતુ આ પણ=નિદાનભોગ અનંતર જ તેણીને દેશવિરતિનો સંભવ છે આ પણ, સુવચન નથી. ભાવાર્થ :
કૃષ્ણાદિએ પૂર્વભવમાં નિદાન કર્યું તેથી તેના ફળરૂપે વાસુદેવનો ભવ મળ્યો અને તેના ભોગથી નરકની પ્રાપ્તિરૂપ પાર્યન્તિક ફળ મળ્યું. તે ફળની પ્રાપ્તિ વગર તે જન્મમાં કૃષ્ણાદિને વિરતિનો લાભ થયો નહિ, તેથી તેમનું નિદાન એ વિરતિના લાભ પ્રત્યે પ્રતિબંધક હતું. પરંતુ દ્રૌપદીએ પૂર્વભવમાં કરેલ નિદાન તે રીતે પ્રતિબંધક ન હતું, કેમ કે જો તે પ્રતિબંધક હોત તો દ્રૌપદીને તે જન્મમાં વિરતિનો લાભ થઈ શક્યો ન હોત. તેથી દ્રૌપદીએ પૂર્વભવમાં કરેલ નિદાન કૃષ્ણાદિના જેવું દઢ મૂલવાળું નહિ હોવાથી પ્રતિબંધકરૂપ ન હતું. તેથી જ નિદાનફળની પ્રાપ્તિ પૂર્વે દ્રૌપદીને દેશવિરતિની પ્રાપ્તિ થઈ. માટે પૂર્વપક્ષી લુપાકનું વચન યત્કિંચિત્ છેઃઅર્થ વગરનું છે.
આશય એ છે કે, જેમ કૃષ્ણ વાસુદેવને નિદાનના ફળરૂપે વાસુદેવના ભવની પ્રાપ્તિ થઈ અને એનું પાર્યન્તિક ફળ નરકની પ્રાપ્તિ થઈ, ત્યાર પછી જ વિરતિનો પરિણામ થશે; તેમ દ્રૌપદીને પણ નિદાનના ફળરૂપે પાંચ પતિની પ્રાપ્તિ થઈ અને તેનું પાર્વત્તિક ફળ દુર્ગતિની પ્રાપ્તિ થયા પછી દેશવિરતિની પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ દ્રૌપદીને આ ભવમાં જ દેશવિરતિની પ્રાપ્તિ થઈ છે, તેથી નક્કી થાય છે કે, દ્રૌપદીનું નિદાન કૃષ્ણના જેવું દઢ મૂળવાળું નથી, પરંતુ શિથિલ મૂળવાળું હોવાને કારણે નિદાનના ફળરૂપે પાંચ પતિની પ્રાપ્તિ થવા છતાં આ ભવમાં તેને દેશવિરતિની પ્રાપ્તિ થઈ છે.
સામાન્ય રીતે નિયાણું કરવાથી જન્માંતરમાં બોધિની દુર્લભતા થવાની સંભાવના રહે છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વભવમાં સંયમના ફળરૂપે ચક્રવર્તીપણાની પ્રાર્થના કરી, તેથી ચક્રવર્તીપણું મળવા છતાં ચક્રવર્તીના ભાવમાં ધર્મ પ્રત્યે રુચિ જ તેમને થઈ નહિ; જ્યારે કૃષ્ણ વાસુદેવને નિદાનના ફળરૂપે વાસુદેવપણું