________________
૧૦૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
કલ્પભાષ્યની આ ગાથામાં અસંવિગ્નને ભાવગ્રામરૂપે કહેલ છે, તેનાથી સંવિગ્નપાક્ષિક ગ્રહણ કરવાના છે, ઉન્માર્ગ પ્રવર્તક એવા અસંવિગ્નને અહીં ભાવગ્રામરૂપે ગ્રહણ કરવાના નથી. વળી, સારૂપિકથી પણ સમ્યગ્દર્શનને વહન કરતા હોય એવા શ્વેત વસ્ત્રધારી ત્યક્તચારિત્રી ગ્રહણ કરવાના છે; કેમ કે આવા ન હોય તો ભાવગ્રામ બની શકે નહિ. આથી જ સંવિગ્નપાક્ષિક કે સારૂપિક પાસે પણ આલોચના કરવાનો વિધિ શાસ્ત્રમાં કહેલ છે. * અહીં સંવિગ્નપાણિક અને સારૂપિકમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવોનો સમુદાય નથી, પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપ અંશવાળાને પણ અહીં ભાવગ્રામ તરીકે ગ્રહણ કરેલ છે અથવા સંવિગ્નપાક્ષિક અને સારૂપિકમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને નિશ્ચયનયથી અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય અલ્પ ચારિત્ર છે, તેથી ભાવગ્રામ કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, કેટલાક જીવોને જિનપ્રતિમાદિના દર્શન વિના પણ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે, તેથી જિનપ્રતિમાદિ ભાવગ્રામ તરીકે અનેકાંતિક છે. તેથી કહે છે – ટીકા :___न च जिनप्रतिमादर्शनाद्यभावेऽपि केषाञ्चित्सम्यक्त्वलाभदर्शनाद् व्यभिचार इति शङ्कनीयम्, चित्रभव्यत्वपरिपाकयोग्यतया प्रतिभव्यं सम्यक्त्वहेतूनां वैचित्र्यात्, तथात्वे च कस्यचित् तीर्थकृत, कस्यचित् गणधरः, कस्यचित् साधुः कस्यचिज्जिनप्रतिमादिकमित्येवं नैयत्यात् स्वजन्यभव्यत्वपरिपाकद्वारेण व्यभिचाराभावात्, अन्यथा तीर्थकृतोऽपि सम्यक्त्वहेतवो न भवेयुस्तीर्थकरमन्तरेणापि गौतमादिबोधितानां बहूनां सम्यक्त्वलाभप्रतीतेरन्वयव्यतिरेकसिद्धश्चायमर्थोऽत एव सम्यग्दृष्टिपरिगृहीतानां तासां कार्य कारणोपचारेण (कारणे कार्योपचारेण) भावग्रामत्वमिष्यते । __ तदुक्तं तत्रैव - “जा सम्मभावियाओ पडिमा इयरा न भावगामो उ । भावो जइ णत्थि तहिं, नणु कारणे कज्जउवयारो ।।" व्याख्या-याः सम्यग्भाविताः सम्यग्दृष्टिपरिगृहीतप्रतिमास्ता भावग्राम उच्यते, नेतरा मिथ्यादृष्टिपरिगृहीताः । आह-सम्यग्भाविता अपि प्रतिमास्तावज्ज्ञानादिभावशून्याः, ततो यदि दर्शनज्ञानादिरूपो भावः, स तत्र नास्तीति कथं ता भावग्रामो भवितुमर्हन्ति ? उच्यते-ता अपि दृष्ट्वा भव्यजीवस्यार्द्रकुमारादेरिव सम्यग्दर्शनाचुदीयमानमुपलभ्यते, ततः ननु कारणे कार्योपचार इतिकृत्वा ता अपि भावग्रामो भण्यन्त इति ।। ટીકાર્ય :
= = .... પ્રતિ, જિનપ્રતિમાનાં દર્શનાદિના અભાવમાં પણ કેટલાકને સમ્યક્તના લાભનું દર્શન હોવાને કારણે વ્યભિચાર છે, એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે ચિત્રભવ્યત્વના પરિપાકની યોગ્યતારૂપે દરેકને આશ્રયીને સત્ત્વના હેતુઓનું વિચિત્રપણું છે. અને તથાપણું હોતે છતે=દરેક ભવ્યો પ્રત્યે સખ્યત્વના હેતુઓનું વિચિત્રપણું હોતે છતે, કોઈકને તીર્થકર, કોઈકને ગણધર, કોઈકને