________________
૧૦૨
ટીકાર્ય -
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭
તુર્થી - .....
મરળસમાધિપ્રજીળું ।। રૂતિ મરળસમાધિપ્રજીર્ણવે ।। વળી, અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ગુરુ, શ્રુતધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને સર્વસંઘ આ બધામાં ભક્તિથી યુક્ત યથાયોગ્ય પૂજતા, અનન્યમનવાળા, શ્રામણ્યને અનુસરતા પરીત્ત સંસારી કહેવાયા છે.
એ પ્રમાણે મરણસમાધિ પ્રકીર્ણકમાં કહેલું છે.
* અહીં પણ ચૈત્ય શબ્દથી જિનપ્રતિમાનું ગ્રહણ થાય છે, અને તેમાં ભક્તિ એ પરિત્ત સંસારનું કારણ છે, એ અર્થ પ્રાપ્ત થાય છે.
અતિદેશના શેષના સમુચ્ચયને બતાવતાં કહે છે –
ટીકા
तथा भावनमस्कारं प्रतिपद्यमानो दर्शनमोहनीयादिक्षयोपशमेन, (१) अर्हत् (२) अर्हत्प्रतिमा (૩) અર્જુન્તઃ (૪) અર્હસ્રતિમાઃ (૧) સાપુરર્દ્રપ્રતિમા ચેતિ યુપન્દ્વયમ્ (૬) સાધુનિનપ્રતિમાશ્ય (७) साधवो जिनप्रतिमा च, (८) साधवो जिनप्रतिमाश्चेति अष्टस्वपि भङ्गेषु लभ्यत इत्युक्तम्, नाणावरणिज्जस्स उ दंसणमोहस्स तह खयोवसमे । जीवमजीवे अट्ठसु भंगेसु अ होइ सव्वस्स (सव्वत्थ ) ।। કૃતિ ગાથવા નમારનિર્યુહો (ગાવ. નિ. ૮૧૩)" ||
ટીકાર્ય ઃ
तथा
નમારનિર્યુક્તે ।। વળી, દર્શનમોહનીયાદિના ક્ષયોપશમ વડે ભાવનમસ્કારને પ્રાપ્ત કરતો (૧) અરિહંત, (૨) અરિહંતની પ્રતિમા, (૩) અરિહંતો, (૪) અરિહંતની પ્રતિમાઓ, (૫) સાધુ અને અરિહંતની પ્રતિમા – એ પ્રમાણે એકીસાથે બેનું ગ્રહણ કરેલ છે. (૬) સાધુ અને જિનપ્રતિમાઓ, (૭) સાધુઓ અને જિનપ્રતિમા, (૮) સાધુઓ અને જિનપ્રતિમાઓ એ પ્રમાણે આઠે પણ ભાંગાઓમાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “નાળાવખિસ્સ સત્વસ” ।। એ ગાથા વડે નમસ્કાર નિર્યુક્તિમાં
કહેલું છે.
* વર્શનમોહનીયાવિક્ષયોપશમેન - અહીં ‘આવિ’ પદથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ગ્રહણ કરવાનો છે. નમસ્કારનિર્યુક્તિ ‘નાળાવળિમ્નસ્ત સવ્વસ્સ' ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
'नाणावरणिज्जस्स સવ્વસ (સવૃત્ત) ।। જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના તેવા પ્રકારના ક્ષયોપશમથી જીવવિષયક અને અજીવવિષયક આઠ ભાંગામાં સર્વત્ર (ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે.)
* પ્રતિમાશતક ગ્રંથમાં નમસ્કારનિર્યુક્તિની આ ગાથામાં સવ્વસ પાઠ છે, ત્યાં નમસ્કારનિર્યુક્તિમાં સત્વત્ય પાઠ છે અને તે મુજબ અર્થ કરેલ છે.
* યોવસમે - અહીં પ્રાકૃત શૈલી હોવાથી તૃતીયાઅર્થક સપ્તમી વિભક્તિ છે.