________________
૧૦૩
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭ ભાવાર્થ :
જીવ, અરિહંત કે અરિહંતની પ્રતિમાને ઘણીવાર નમસ્કાર કરે છે, પરંતુ દર્શનમોહનીય કે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત એવા ભાવનમસ્કારને જ્યારે કરતો હોય ત્યારે આ આઠ ભાંગાઓમાં પ્રાપ્ત થાય છે=આ આઠ ભાંગામાં કહેલ કોઈ એક ભાંગામાં રહેલ અરિહંત વગેરેને નમસ્કારની ક્રિયા કરતો પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે નમસ્કારનિર્યુક્તિમાં કહેલ છે. અને તે આઠ ભાંગામાંથી પ્રથમના ચાર ભાંગા અરિહંત અને અરિહંતની પ્રતિમાને આશ્રયીને એક અને અનેકને ગ્રહણ કરીને કરેલ છે, અને ત્યાર પછીના ચાર ભાંગાઓ અરિહંત અને અરિહંતની પ્રતિમાને યુગપએકી સાથે, ગ્રહણ કરીને થઈ શકત, પરંતુ અરિહંતના સ્થાને સાધુને ગ્રહણ કરેલ છે. તેથી સાધુને અને અરિહંતની પ્રતિમાને યુગપ ગ્રહણ કરીને કરેલ છે. તેનું કારણ અરિહંત પોતે શ્રેષ્ઠ સાધુ છે જ, તેથી પ્રથમના ચાર ભાંગામાં અરિહંતપદમાં સાધુનો અંતર્ભાવ થાય છે. અને જેમ અરિહંતને આશ્રયીને ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે, તેમ સાધુને આશ્રયીને પણ ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે, તે બતાવવા માટે યુગપદ્મના ચાર ભાંગામાં સાધુ અને અરિહંતની પ્રતિમાને ગ્રહણ કરીને એક અને અનેકને આશ્રયીને ચાર ભાંગાઓ કરેલ છે, અને તેનાથી પણ એ પ્રાપ્ત થાય છે કે, અરિહંતની પ્રતિમા પૂજનીય છે.
અન્ય અતિદેશને બતાવતાં કહે છે – ટીકા - ___ “तित्थयरा जिण चउदस, भिन्ने संविग्ग तहा असंविग्गे ।
सारूविय वय दंसण पडिमाओ भावगामो उ” इति कल्पभाष्ये (गा. १११४) । ટીકાર્ય :
તિસ્થયરી ..... છત્પમાળે ! તીર્થકો=અરિહંતો, જિન=સામાન્ય કેવલી અથવા અવધિજિન, મન:પર્યાયજિન, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી, ભિન્ન અસંપૂર્ણ દશપૂર્વી, સંવિગ્ન=ઉઘત વિહારી, અસંવિગ્નઅનુઘતવિહારી, સારૂપિક=શ્વેત વસ્ત્રધારી, અસ્ત્રાથી મુંડિત મસ્તકવાળા અને ભિક્ષાટન ઉપજીવી પચ્ચાસ્કૃતવિશેષ, વ્રત વ્રત સ્વીકાર કરેલ અણુવ્રતધારી શ્રાવક, દર્શન=દર્શનશ્રાવક-અવિરતસમ્યગ્દષ્ટિ, પ્રતિમા અરિહંતનાં બિબો, (આ બધા પણ) ભાવગ્રામ છે, એ પ્રમાણે કલ્પભાષ્યમાં કહેલ છે. ભાવાર્થ :
કલ્યભાષ્યના આ પાઠમાં તીર્થકર, જિન વગેરેને ભાવગ્રામરૂપે કહેલ છે, ત્યાં તીર્થંકરની પ્રતિમાને ભાવગ્રામરૂપે કહેલ છે માટે પ્રતિમા પૂજનીય છે, એમ પ્રાપ્ત થાય છે.
અહીં ભાવગ્રામનો અર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવોનો સમુદાય છે, અને તે ભાવો તીર્થંકરાદિમાં સાક્ષાત્ છે, તેથી તીર્થંકરાદિ ભાવગ્રામ છે. જ્યારે તીર્થંકરની પ્રતિમામાં તે ભાવો સાક્ષાતું નથી, પરંતુ તે ભાવોને પેદા કરવામાં તીર્થંકરની પ્રતિમા કારણ છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તીર્થંકરની પ્રતિમાને ભાવગ્રામ કહેલ છે.