________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭
नियदव्व . રૂતિ મત્તુપ્રજીÍ । અપૂર્વ (નવા) જિનેન્દ્રભવન અને જિનબિંબની શ્રેષ્ઠ પ્રતિષ્ઠામાં અને પ્રશસ્ત પુસ્તક લખાવવામાં અને તીર્થ=ચતુર્વિધ સંઘરૂપ તીર્થ, અને તીર્થંકરની પૂજામાં (શ્રાવક) પોતાના દ્રવ્યને વાપરે છે. એ પ્રમાણે ભક્તપ્રકીર્ણકમાં પાઠ છે.
* આ ભક્તપ્રકીર્ણકના પાઠથી પણ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે.
અન્ય અતિદેશને બતાવતાં કહે છે -
૧૧૨
-
“संवच्छरचाउम्मासिएसु अट्ठाहिआसु य तिहीसु ।
सव्वायरेण लग्गइ जिणिंदपूआतवगुणेसु" ।। (गा. २४० ) इत्याद्युपदेशमालायाम् । किं बहुना ?
संवच्छर િવહુના ? સંવત્સર અને ચાતુર્માસિકમાં ચૈત્રાદિ અઠ્ઠાઈઓમાં અને ચતુર્દશી વગેરે તિથિઓમાં શ્રાવક ભગવાનની પૂજા, ઉપવાસાદિ તપ અને ગુણોમાં=ન્નાનાદિ ગુણોમાં, સર્વાદર વડે લાગે છે, ઇત્યાદિ ઉપદેશમાલાગાથા-૨૪૦માં કહેલ છે. વધારે કહેવાથી શું ? (આટલા અતિદેશો દ્વારા પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે.)
* ઉપદેશમાલાની આ સાક્ષીથી પણ ‘વિપૂ’ શબ્દથી ભગવાનની મૂર્તિ પૂજ્ય છે, એમ સિદ્ધ થાય છે. આ રીતે અનેક અતિદેશો દ્વારા પ્રતિમાની પૂજ્યતાનું સ્થાપન કર્યું. હવે પ્રતિમાને સ્વીકારવા માટે વિશિષ્ટ યુક્તિ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કાવ્ય કહે છે –
ટીકા ઃ
*****
काव्यम् - "वाक्यानवगृहीतसङ्गतिनृणां वाच्यार्थवैशिष्ट्यतः, सद्द्बोधं प्रतिमाः सृजन्ति तदिमा ज्ञेयाः प्रमाणं स्वतः ।
तत्तत्कर्मनियोगभृत्परिकरैः सेव्या वरोपस्करै
रेता एव हि राजलक्षणभृतो राजन्ति नाकेष्वपि । । १ । । " ટીકાર્ય :
काव्यम् – કાવ્ય આ પ્રમાણે છે
वाक्यार्थ નાòવપિ ।। (પ્રતિમામાં વીતરાગતારૂપ) વાચ્યાર્થનું વિશેષપણું હોવાને કારણે, વાક્યથી અનવગૃહીત=નહિ જણાયેલી (વીતરાગરૂપ વાચ્યાર્થની) સંગતિવાળા મનુષ્યોના સદ્બોધને= વીતરાગતાના બોધને, પ્રતિમાઓ પેદા કરે છે, તે કારણથી આ=પ્રતિમાઓ, સ્વતઃ પ્રમાણ જાણવી. શ્રેષ્ઠ ઉપસ્કર દ્વારા=શ્રેષ્ઠ સામગ્રી દ્વારા, તે તે કાર્યમાં જોડાયેલા પરિકરો વડે સેવ્ય એવી રાજલક્ષણને ધારણ કરનારી આ જ=પ્રતિમાઓ જ, દેવલોકમાં પણ શોભે છે.
* રાખનક્ષળપૂતો રાખન્તિ નાપિ - અહીં ‘પિ'થી એ સમુચ્ચય થાય છે કે, પરિકરોથી સેવાતી એવી રાજલક્ષણને ધારણ કરતી પ્રતિમાઓ મનુષ્યલોકમાં તો શોભે છે, પરંતુ દેવલોકમાં પણ શાશ્વતી પ્રતિમાઓ પરિકરસહિત હોવાથી શોભે છે. આનાથી પણ પ્રતિમા પૂજનીય છે એમ સિદ્ધ થાય છે.