________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
૧૦૧ ટીકાર્ય :
તથાદિ – તે આ પ્રમાણે –
તિસ્થયરી ..... વંતા રૂપા તીર્થંકર ભગવાનનું, પ્રવચનનું. પ્રાચનિકનું અને અતિશય શ્રદ્ધવાળાઓનું અભિગમન, નમન, દર્શન, કીર્તન, સંપૂજન અને સ્તવન (કરું છું) તથા જન્માભિષેક, નિષ્ક્રમણ, ચરણ, જ્ઞાનોત્પાદ અને નિર્વાણભૂમિઓમાં તથા દેવલોક, ભવન, મંદર, નંદીશ્વર અને ભૌમનગરમાં=પાતાલ ભુવનમાં, (જે શાશ્વત ચૈત્ય છે તેઓને હું વંદું છું. એ બધા કૃત છે). અનેઅાપદ અને ઉજ્જયંતગિરિમાં અને ગજાગ્રપદમાં અને ધર્મચક્રમાં, પાર્શ્વ=પાર્શ્વનાથના ધરણેન્દ્રથી કરાયેલા અહિચ્છત્રા સ્થાનમાં, રથાવર્ત-વજસ્વામીએ જ્યાં પાદપોપગમન અનશન કરેલ એ પર્વતમાં, અને જ્યાં ચમરોત્પાત કરાયો એ સ્થાનને હું વંદન કરું છું.
વૃત્તિર્થશા .....નશુદ્ધિર્મવતીતિ વૃત્તિ આ પ્રમાણે છે - દર્શનભાવના માટે કહે છે - ‘તિત્યરે એ પ્રમાણે ગાથા છે. તીર્થંકર ભગવંતોનું, પ્રવચનનું=દ્વાદશાંગ ગણિપિટકનું તથા પ્રવચનિક યુગપ્રધાન આચાર્ય વગેરેનું, તથા અતિશયવાળાનું=ઋદ્ધિવાળાનું કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને ચૌદપૂર્વધરોરૂપ અતિશયવાળાનું તથા આમળ્યષધિ વગેરે પ્રાપ્તઋદ્ધિવાળાનું, જે અભિમુખગમન=આ બધાની સામે જવું, જઈને નમન કરવું, નમન કરીને દર્શન કરવું તથા ગુણોત્કીર્તન, ગંધાદિ વડે સંપૂજન, સ્તોત્રો વડે સ્તવન સ્તુતિ કરવી ઈત્યાદિ દર્શનભાવના છે= દર્શનશુદ્ધિને અનુકૂળ એવી આ ક્રિયા છે. નિરંતર=હંમેશાં, ભાવ્યમાન આ દર્શનભાવના વડે દર્શનશુદ્ધિ થાય છે. “તિ' શબ્દ દર્શનભાવવાના કથનની સમાપ્તિસૂચક છે.
..... ક્રિયા ! વળી “નમ્નમિત્તેત્તિ ગાથાનું પ્રતીક છે. “અઠ્ઠાવ' તિ ગાથાનું પ્રતીક છે. (તેનો અર્થ કહે
તીર્થકરોની જન્મભૂમિઓમાં તથા નિષ્ક્રમણ, ચરણ, જ્ઞાનોત્પત્તિ અને નિર્વાણભૂમિઓમાં, તથા દેવલોક અને ભવનોમાં, મંદિરોમાં તથા નંદીશ્વર દ્વીપાદિમાં અને ભૌમમાં પાતાલ ભવનોમાં, જે શાશ્વત ચૈત્યો છે, તેને હું વંદન કરું છું, એ પ્રમાણે બીજી ગાથાના અંતે ક્રિયાપદ સમજવું.
વિમ્..... ટનશુદ્ધિવતીતિ છે એ પ્રમાણે અષ્ટાપદ પર, શ્રીમદ્ ઉજ્જયંતગિરિ પર, દશાર્ણકૂટપર રહેલા ગજાગ્રપદમાં તથા તક્ષશિલામાં ધર્મચક્રમાં, તથા અહિચ્છત્રાનગરીમાં શ્રી પાર્શ્વનાથના ધરણેન્દ્ર વડે કરાયેલ મહિમાસ્થાનમાં, એ પ્રમાણે વજસ્વામી વડે જ્યાં પાદપોપગમન અનશન કરેલ છે તે રથાવર્ત પર્વત ઉપર અને જ્યાં મહાવીર સ્વામીને આશ્રયીને ચમરેજ વડે ઉત્પાત કરાયેલ છે ત્યાં, આ સ્થાનોમાં યથાસંભવ અભિગમન, વંદન, પૂજન, ઉત્કીર્તન વગેરે ક્રિયાઓ કરનારના સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે.
તિ' શબ્દ વૃત્તિના કથનની સમાપ્તિસૂચક છે.
વળી અન્ય અતિદેશને બતાવવા માટે “તથા'થી કહે છે – ટીકા :
तथा “अरिहंतसिद्धचेइयगुरुसुअधम्मे य साहुवग्गे य । आयरिय उवज्झाए पवयणे सव्वसंघे य ।।१।। एएसु भत्तिजुत्ता पूअंता अहारिहमणन्नमणा । सामन्नमणुसरंता परित्तसंसारिआ भणिआ" ।।२।। इति मरणसमाधिप्रकीर्णके ।।