________________
૧૦૫
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭ સાધુ, કોઈકને જિનપ્રતિમાદિક એ પ્રકારે નિયતપણું હોવાને કારણે, સ્વજવ્યભવ્યત્વના પરિપાક દ્વારા વ્યભિચારનો અભાવ છે. અન્યથા=જિનપ્રતિમાનાં દર્શનાદિના અભાવમાં પણ કેટલાકને સમ્યક્તના લાભનું દર્શન હોવાને કારણે વ્યભિચાર માનશો તો, તીર્થંકરો પણ સખ્યત્ત્વના હેતુઓ નહિ થાય; કેમ કે તીર્થંકર વગર પણ ગીતમાદિથી બોધિત=બોધ પામેલા એવા, ઘણાને સખ્યત્વના લાભની પ્રતીતિ છે. ભાવાર્થ :
પ્રસ્તુતમાં ભવ્યત્વ એ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ છે, અન્ય ભવ્યત્વનું ગ્રહણ નથી. દરેક પદાર્થોમાં અનેક પ્રકારના ભવ્યત્વ અને અભવ્યત્વ સ્વભાવો હોય છે. જેમ જીવમાં જડરૂપે થવાનો સ્વભાવ નથી, તેથી અભવ્યત્વ સ્વભાવ છે, અને જે જે ભાવરૂપે જીવ પરિણમન પામી શકે છે તે તે ભાવરૂપે થવાનો ભવ્યત્વ સ્વભાવ છે. પ્રસ્તુતમાં આ ભવ્યત્વ-અભવ્યત્વ સ્વભાવનું ગ્રહણ નથી, પરંતુ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ સ્વભાવનું ગ્રહણ છે, અને તે ભવ્યત્વ સ્વભાવ પણ નાના જીવોને આશ્રયીને ચિત્ર છે; કેમ કે જો એક સરખું દરેક જીવોનું ભવ્યત્વ હોત તો બધા જીવો એક કાળમાં, એક ક્ષેત્રમાં અને એક સરખી રીતે જ તે ભવ્યત્વના કાર્યને પ્રાપ્ત કરત. પરંતુ દરેક જીવોનું ભવ્યત્વ ચિત્ર હોવાને કારણે જુદી જુદી સામગ્રીથી જુદા જુદા કાળે પરિપાકને પામે છે, અને સિદ્ધિગમનને અનુકૂળ એવા પર્યાયને અનુરૂપ પરિણામ પામવું તે જ ભવ્યત્વનો પરિપાક છે અર્થાત્ દરેક જીવોમાં પૂર્વમાં ભવ્યત્વ હતું, પરંતુ સિદ્ધિગમનને અનુરૂપ કાર્યને પરિણામ પામેલું ન હતું, તેથી તે ભવ્યત્વની અપરિપાક અવસ્થા છે; અને સાધનાની સર્વ ભૂમિકાઓમાં તરતમતાવાળી ભવ્યત્વની પરિપાક અવસ્થા છે. અને તે ભવ્યત્વના પરિપાકની યોગ્યતા દરેક જીવોમાં ચિત્ર છે, તેથી જ કોઈક જીવ અમુક સામગ્રીને પામીને ભવ્યત્વનો પરિપાક કરે છે, જ્યારે અન્ય કોઈક જીવ બીજી સામગ્રી પામીને ભવ્યત્વનો પરિપાક કરે છે; કેમ કે જેને જે સામગ્રીથી પરિપાક થાય તેવી યોગ્યતા વર્તતી હોય, તેને તે સામગ્રી ઉચિત કાળે પ્રાપ્ત થાય ત્યારે જ તથાવિધ વિચારણાઓ ઉત્પન્ન થાય છે, અને તેનાથી તે જીવનું ભવ્યત્વ પરિપાકને અનુરૂપ પરિણમવા માંડે છે.
આ રીતે જે જીવને જિનપ્રતિમાના દર્શનથી પરિપાક પામે એવું ભવ્યત્વ હોય તેના પ્રતિ જિનપ્રતિમાનું દર્શન જ કારણ છે. માટે પૂર્વપક્ષીએ જે શંકા કરી કે, જિનપ્રતિમાના દર્શનાદિના અભાવમાં પણ કેટલાકને સમ્યક્તનો લાભ થાય છે, માટે જિનપ્રતિમાદર્શનાદિ વ્યભિચારી કારણ છે તેથી કારણ કહી શકાય નહિ, તે વાતનું નિરાકરણ થઈ જાય છે. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે –
આ રીતે દરેકના ભવ્યત્વને જુદી જુદી સામગ્રીથી પરિપાક પામવાના સ્વભાવરૂપે સ્વીકારેલ હોવાથી, જે જીવનું ભવ્યત્વ જિનપ્રતિમાના દર્શનથી પરિપાક પામે છે, તે જીવને જિનપ્રતિમાના દર્શનથી જ સમ્યક્તનો લાભ થાય છે. અને આવું ન માનીએ તો કેટલાક જીવોને તીર્થકર વગર ગૌતમાદિ ગણધર દ્વારા બોધ પામીને સમ્યક્તનો લાભ થાય છે, તેને ગ્રહણ કરીને તીર્થકરને પણ સમ્યક્તના કારણરૂપે સ્વીકારી શકાય નહિ. માટે જે જીવને જે જિનપ્રતિમાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે જીવ પ્રત્યે તે