________________
૯૮
પ્રતિમાશતક ભાગ-૩શ્લોક-૧૭
ભાવાર્થ :
કલ્પસૂત્રમાં કહેલ છે કે, ભગવાનના પિતાએ ભગવાનના જન્મપ્રસંગે દશ દિવસના મહોત્સવમાં યાગ કરેલ, તે યાગકરણની પ્રૌઢતાનું સમર્થન પૂર્વમાં દ્રૌપદીની પૂજાનું જે સમર્થન કર્યું તેનાથી જ થઈ જાય છે; કેમ કે દ્રૌપદી શ્રાવિકા હતી, તેમ સિદ્ધાર્થ રાજા પણ પાર્શ્વનાથ ભગવાનના શ્રાવક હતા, એ વાત આચારાંગમાં પ્રસિદ્ધ છે. તેથી તેઓ જિનભક્તિરૂપ જ યાગ કરે પરંતુ અન્ય યાગ ન કરે. માટે જેમ દ્રૌપદીએ પાણિગ્રહણના ઉત્સવમાં ભગવાનની પૂજા કરી, તેમાં સિદ્ધાર્થ રાજાએ પણ પુત્રજન્મના ઉત્સવમાં કરેલ યાગ ભગવાનની પૂજારૂપ જ હતા, તે વાત ગ્રંથકારશ્રી વડે દ્રૌપદીના કથાનકના સમર્થનથી સમર્થિત કરાયેલ છે. ટીકા :__कल्पसूत्रपाठो यथा-'तए णं सिद्धत्थे राया दसाहिआए ठिइवडियाए वट्टमाणीए सइए अ साहस्सिए अ, सयसाहस्सिए अ जाए अ दाए अ भाए अ दलमाणे य दवावेमाणे अ सइए साहस्सिए अ लंभेमाणे अ पडिच्छमाणे अ पडिच्छावेमाणे य एवं च णं विहरइ । व्याख्या-दशाहिकायां दशदिवसमानायां, स्थितौ= कुलमर्यादायां, पतितायां गतायां पुत्रजन्मोत्सवप्रक्रियायां तस्यां वर्तमानायां, शतिकान्-शतपरिमाणान्, साहस्रिकान् सहस्रपरिमाणान्, शतसाहस्रिकान् लक्षप्रमाणान्, यागान् देवपूजाः, दायान् पर्वदिवसादौ दानादीन् लब्धद्रविणभागान्, ददत् दापयन्, लाभान् प्रतीच्छन् गृह्णन्, प्रतिग्राह्यन् विहरन्नास्ते । ટીકાર્ય :
સૂત્રષદ યથા - સિદ્ધાર્થ રાજાએ કરેલ વાગો જિનપ્રતિમાની પૂજારૂપ હતા, એ બાબતમાં કલ્પસૂત્રનો પાઠ છે, જે આ પ્રમાણે –
તe vi .... વિદત્તાતે . ત્યારે તે સિદ્ધાર્થ રાજા કુલમર્યાદામાં પ્રાપ્ત પુત્રજન્મોત્સવ સંબંધી થઈ રહેલા દશાહિકામાં સેંકડો, હજારો અને લાખો પ્રમાણ યાગોને–દેવપૂજાને, પર્વ દિવસ વગેરેમાં દાનાદિને અને પ્રાપ્ત થયેલા ધનના ભાગોને આપતો અને અપાવતો અને સેંકડો હજારો લાભોને ગ્રહણ કરતો અને ગ્રહણ કરાવતો અને એ પ્રમાણે વિહરે છે–વિહરતો રહે છે. ટીકા :
एवं श्रीसिद्धार्थनृपेण परमश्राद्धेन देवपूजा कृता चेदन्येषां कथं न कर्त्तव्या ? ટીકાર્ય :
પ ... ન વાવ્યા? એ પ્રમાણે પરમ શ્રાવક એવા સિદ્ધાર્થ રાજા વડે દેવપૂજા જો કરાઈ તો બીજાઓને દવપૂજા) કેમ કર્તવ્ય ન થાય? અર્થાત્ દેવપૂજા કર્તવ્ય થાય.
અહીં પ્રશ્ન થાય કે, સિદ્ધાર્થ રાજાએ દેવપૂજા કરી છે એમ કેવી રીતે નક્કી થાય? કેમ કે કલ્પસૂત્રના પાઠમાં યાગનું વર્ણન છે, અને તે પાઠની ટીકામાં યાગનો અર્થ દેવપૂજા કરેલ છે, તો તે દેવપૂજા કોઈ અન્ય