________________
G9
ભાવાર્થ:
કોઈ જીવને ભગવાનમાં રહેલા વીતરાગત્વાદિ ગુણોનું યથાર્થ પરિજ્ઞાન હોય અને તેને કારણે ભગવાનના તે ગુણોમાં બહુમાનથી યુક્ત દેવાર્ચન કરતો હોય, તે જ દેવાર્ચન ઇષ્ટ એવા મોક્ષનું સાધન છે, માટે તે દેવાર્ચન ઇષ્ટ છે. વળી, તે દેવાર્ચન ઉત્તમ છે=પ્રધાનદ્રવ્યસ્તવરૂપ છે, વળી તે દેવાર્ચન શાસ્ત્રના ઉપદેશરૂપ જે વિધિ છે, તેમાં આદરાદિથી કરાઈ રહ્યું છે.
શાસ્ત્રના ઉપદેશથી નિરપેક્ષ કરાતું દેવાર્ચન તે વાસ્તવિક દેવાર્ચન નથી. આમ છતાં શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે પ્રારંભિક ભૂમિકામાં જીવો કરી શકતા નથી, તોપણ શાસ્ત્રના ઉપદેશનો જે વિધિ છે, તેમાં પ્રારંભિક ભૂમિકામાં આદર હોય છે અને તે વિધિ પ્રમાણે કરવામાં પ્રીતિ હોય છે. અને તે રીતે કરવાથી ધીરે ધીરે વિઘ્નોનો નાશ થાય છે, તેથી તે જીવો વિઘ્નરહિત શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકે છે. અને તેના ફળરૂપે સંપત્તિનું આગમન થાય છે અર્થાત્ અનેક જાતની ગુણસંપત્તિ જીવમાં પ્રગટે છે. તેથી આવું દેવાર્ચન ઇષ્ટ છે, એ સિવાયનું અન્ય દેવાર્ચન દેવાર્ચનમાત્ર છે.
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૬-૬૭
પૂર્વમાં કહ્યું કે, પ્રણિધાનથી મહાપૂજા છે અને પ્રણિધાન વિનાની પૂજા એ પૂજામાત્ર છે. તેમાં ષોડશકની સાક્ષી આપી, તેનું યોજન આ રીતે છે
જે ગૃહસ્થ દેવગુણના પરિજ્ઞાનપૂર્વક તેમના પ્રત્યેના બહુમાનથી યુક્ત દેવાર્ચન કરે છે, તે પ્રણિધાનરૂપ છે, માટે મહાપૂજારૂપ છે. અને જે વ્યક્તિને ભગવાનના ગુણોનું પરિજ્ઞાન નથી, માત્ર મારે ભગવાનની પૂજા ક૨વી છે તેવી બુદ્ધિથી ભગવાનની પૂજા કરે છે, તે પૂજામાત્ર છે. I૬૬ા
અવતરણિકા :
अतिदेशशेषमाह
-
અવતરણિકાર્ય :
અતિદેશ શેષને કહે છે=અતિદેશથી પ્રાપ્ત એવાં શેષ શાસ્ત્રવચનોને કહે છે ભાવાર્થ -
પૂર્વના શ્લોક-૬૫/૬૬માં દ્રૌપદીની પૂજાનું સમર્થન કર્યું અને તે શાસ્ત્રવચનથી ભગવાનની પૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થઈ. તે જ રીતે અન્ય શાસ્ત્રવચનો પણ પૂજાનું સમર્થન કરનારાં છે, એ પ્રકારનો અતિદેશ થઈ શકે છે. હવે તે અતિદેશથી પ્રાપ્ત એવાં શેષ શાસ્ત્રવચનોને ગ્રંથકારશ્રી કહે છે
1
શ્લોક ઃ
एतेनैव समर्थिताऽभ्युदयिकी धर्म्या च कल्पोदिता, श्रीसिद्धार्थनृपस्य यागकरणप्रौढिर्दशाहोत्सवे ।