________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૬
૯૫
છે, પ્રમાર્જન કરીને જલની ધારાથી અભિષેક કરે છે, અભિષેક કરીને રૂંવાટાવાળા સુકુમાલ સુગંધિ વસ્ત્રથી ગાત્રોને=શરીરોને લૂછે છે, લૂછીને મહાકીમતી વસ્ત્રારોહણ=વસ્ત્ર ચડાવવું અને માલ્યારોહણ, ગંધારોહણ, ચૂર્ણરોહણ અને વર્ગારોહણ=પંચવર્ણનાં પુષ્પો ચડાવવાનું કરે છે, અને કરીને યાવત્ ધૂપ કરે છે, ધૂપ કરીને ઘૂંટણીયે પડી, હાથ જોડી આ પ્રમાણે કહે છે – “જો મને પુત્ર કે પુત્રી પ્રાપ્ત થાય તો હું યાગ=પૂજા યાવત્ અનુવર્તીશ એ પ્રમાણે કહીને ઉપયાચના=પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરીને જ્યાં પુષ્કરિણી છે ત્યાં આવે છે, આવીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને આસ્વાદ કરતી=ભોજન કરતી, યાવત્ વિહરે છે.
ત્યું ..... શાસ્ત્રાર્માર્થ:। અને આ રીતે=દ્રૌપદીએ ‘બિખાળે ખાવવાળ' ઇત્યાદિ વડે ભગવદ્ગુણનું પ્રણિધાન કર્યું એ રીતે, પ્રણિધાનથી જ મહાપૂજા થાય છે. વળી અન્યથા પૂજામાત્ર છે, એ પ્રમાણે શાસ્ત્રગર્ભાર્થ છે=શાસ્ત્રનું તાત્પર્ય છે.
ભાવાર્થ :
જે ગૃહસ્થ ભગવાનના સ્વરૂપને જાણીને અત્યંત ભક્તિપૂર્વક ઉત્તમ સામગ્રીથી દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદન કરતી વખતે ‘નમોઽત્યુ પં’ સૂત્રના અર્થમાં ઉપયુક્ત થઈને ‘જિણાણું જાવયાણં’ ઇત્યાદિ પદો બોલે j' છે, ત્યારે તેને ચિત્તમાં પ્રણિધાન થાય છે કે, ભગવાન મોહને જીતનારા છે અને જિતાડનારા છે, ભગવાન તરેલા છે અને તારનારા છે. આવા ભાવો તેને ઉપસ્થિત થાય છે, તેથી ભગવાનનું તે સ્વરૂપ તેને અત્યંત રોચક લાગે છે, અને તેવા પ્રકારના ઉત્તમ ચિત્તના પ્રણિધાનથી જ તેની પૂજા મહાપૂજારૂપ બને છે. અને એ સિવાય સારામાં સારી સામગ્રીથી પણ કદાચ પૂજા કરી હોય અને રોજના ક્રમ પ્રમાણે ચૈત્યવંદન કર્યું હોય, પરંતુ ભગવાનનું આવું લોકોત્તમ સ્વરૂપ પોતાના ચિત્તને તે ભાવોથી પ્લાવિત ન કરી શકે તો તે પૂજામાત્ર છે=સામાન્યથી પૂજાની ક્રિયા કરી છે તેટલા માત્રરૂપ છે, જે સામાન્ય પુણ્યબંધ માત્રમાં વિશ્રાંત થાય છે, પરંતુ તે મહાપૂજા બનતી નથી, એ પ્રકારનો શાસ્ત્રનો ગર્ભિત અર્થ છે.
ટીકાર્ય :
तदाह
ભગવદ્ગુણના પ્રણિધાનથી જ પૂજા મહાપૂજા બને છે, અન્યથા પૂજામાત્ર છે એમ કહ્યું તેમાં ‘તવાદ’થી સાક્ષી આપે છે
-
-
ચેષ્ટમ્ ।। તિ । વીતરાગત્યાદિ દેવગુણોના પરિજ્ઞાનથી ત ્ તે ગુણોમાં, બહુમાનરૂપ ભાવથી અનુગત=યુક્ત, ઉત્તમ=પ્રધાન, અને વિધિ વડે=શાસ્ત્રના ઉપદેશરૂપ વિધિ વડે જે આદરાદિથી યુક્ત હોય તે દેવાર્ચન ઇષ્ટ છે.
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
* મુદ્રિત પુસ્તકમાં તથા હ. પ્રતમાં ‘વેવશુળળિયાનાત્' છે ત્યાં ષોડશક-૫/૧૪માં ‘રેવશુળપરજ્ઞાનાત્’ પાઠ છે તે સંગત છે અને તે મુજબ અહીં અર્થ કરેલ છે.
* ‘આવાવિયુ’ કહ્યું છે ત્યાં ‘આવિ’ પદથી કરણ પ્રત્યે પ્રીતિ અર્થાત્ અનુષ્ઠાન કરવામાં પ્રીતિ, અવિઘ્ન=વિઘ્નનું દૂર થવું અને સંપત્તિનો આગમ=સંપત્તિની પ્રાપ્તિ થાય, તેનું ગ્રહણ કરેલ છે.