________________
૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૪ સૂત્રવાચના આપવામાં ઉપાધ્યાયને બતાવેલા આ ગુણો થાય છે, તેને સ્પષ્ટ કરતાં કહે છે –
ઉપાધ્યાયઃ ..... સાત્ ા ઉપાધ્યાય શિષ્યોને સૂત્રવાચના આપતાં સ્વયં અર્થનું પણ પરિભાવન કરે છે અને સૂત્રઅર્થમાં તેમનું સ્થિરપણું થાય છે. તથા અન્યને સૂત્રવાચના આપવામાં સૂત્રલક્ષણ ઋણનો મોક્ષ=ઋણમુક્તિ કરાયેલ, થાય છે તથા આયતિમાં=ભવિષ્યમાં, આચાર્યપદના અધ્યાયમાં અપ્રતિબંધ થાય છે, તે પ્રકારના દઢ અભ્યાસથી સૂત્રનું અનુવર્તન થાય છે સૂત્રનો દઢ અભ્યાસ થવાથી આચાર્ય થયા પછી પણ સૂત્રનું અનુવર્તન રહે છે.
મૂળ ગાથામાં ‘ડિછે' – એ પ્રમાણે કહ્યું, તેનો અર્થ કરે છે –
પ્રતીષ્ઠ ..... તિ શs. I પ્રતીચ્છક=ગચ્છતરથી આવીને સૂત્રની ઉપસંપદ સ્વીકારેલા શિષ્યો તે પ્રતીચ્છિક કહેવાય, (તેમના ઉપર) અનુગ્રહ થાય છે.
અહીં સુત્યે તું .. એ મૂળગાથામાં “પડછે એટલું કહ્યું છે, તેથી ત્યાં “મનુJઘેર' અધ્યાહારરૂપે સમજવું.
તથા મોહન: ... સપાધ્યાય: અને મોહજય કરાયેલ થાય છે, કેમ કે સૂત્રવાચનાના દાનમાં મગ્ન થયેલા પ્રાય: ચિત્તવિસ્રોતસિકાનોન્નચિત્તની વ્યાકુળતાનો, અભાવ છે. આથી ઉપરમાં બતાવ્યા તે ગુણો સૂત્રની વાચના આપવામાં થાય છેઆથી, ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.
“વયમર્થન પરિમાવતિ' – ઉપાધ્યાય શિષ્યને જ્યારે સૂત્રની વાચના આપે છે, ત્યારે માત્ર સૂત્ર આપતા નથી. પરંતુ સામાન્ય અર્થ પણ આપે છે, અને તે જ વખતે પોતાને તે સૂત્રના વિશેષ અર્થની ઉપસ્થિતિ થતી હોય છે. તેથી એમ કહ્યું કે, ઉપાધ્યાય શિષ્યને સૂત્રવાચના આપે છે ત્યારે સ્વયં અર્થનું પણ પરિભાવન કરે છે, અને આથી જ ઉપાધ્યાયને સૂત્ર અને અર્થ બંને સ્થિર થાય છે, અને જ્યારે ઉપાધ્યાય અર્થનું પરિભાવન કરે ત્યારે તેમને વિશેષ પ્રકારનો સંવેગ ઉત્પન્ન થાય છે. તેથી જ ઉપાધ્યાય માત્ર સૂત્રના ઉપયોગથી સંતુષ્ટ થતા નથી; કેમ કે તેઓ જાણે છે કે, આત્મહિતાર્થીએ વારંવાર અર્થનો ઉપયોગ કરીને સંવેગની વૃદ્ધિ કરવી જોઈએ અને સૂક્ષ્મ અર્થનો બોધ કરવો જોઈએ. ફક્ત શિષ્ય હજુ તે ભૂમિકામાં પક્વ નહિ હોવાથી તેને પ્રધાનરૂપે સૂત્ર આપે છે.
સ્વયમર્થ - અહીં ‘થિી એ કહેવું છે કે સૂત્રનું તો પરિભાવન કરે છે, પણ અર્થનું પણ પરિભાવન ઉપાધ્યાય કરે છે.
તથાડડથત્યાત્' - ભવિષ્યમાં પોતાને આચાર્ય પદવી મળશે તેમાં પ્રતિબંધ હોતો નથી અર્થાતું હું આચાર્ય થઈશ, તેવા પ્રકારના પદવીના રાગથી ઉપાધ્યાય સૂત્રવાચના આદિની પ્રવૃત્તિ કરતા નથી.
(૩) પ્રવર્તક કેવા હોય તે બતાવતાં કહે છે – તયમ .....વિત્તી || તપ-નિયમ-વિનય ગુણના નિધિ, જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં પ્રવર્તાવનાર, સંગ્રહઉપગ્રહમાં કુશળ, આવા પ્રકારના પ્રવર્તી=પ્રવર્તક હોય.
સદ: .... સરળ, અહીં સંગ્રહ એટલે શિષ્યોનો સંગ્રહ કરવામાં કુશળ, એમ સમજવું અને ઉપગ્રહ' એટલે જ્ઞાનાદિમાં સીદાતા એવા તેઓનું જ=શિષ્યોનું જ, ઉપખંભકરણ કરવું અર્થાત્ જ્ઞાનાદિમાં સીદાતા એવા શિષ્યોને યોગ્ય આલંબન આપવું.