________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૫
૮૧
ભગવાનના વચનથી વિધેય બને છે, પરંતુ કોઈની આચરણાના અનુવાદના વચનથી વિધેય બનતી નથી, ફક્ત તે વિધિની પુષ્ટિ માટે જ તેનું કથન ક૨વામાં આવે છે. જેમ શ્રાવિકા એવી દ્રૌપદીએ પૂજા કરી, તેથી પૂજા કર્તવ્ય છે, એમ કહી શકાય.
પૂર્વમાં કહ્યું કે, દ્રૌપદીએ પ્રણિપાતદંડકમાત્ર ચૈત્યવંદન કર્યું છે, એ પ્રમાણે સૂત્રમાં કહેલ છે, તેથી અન્ય પણ શ્રાવકોએ તેટલું જ કરવું જોઈએ, તેમ ન માનવું, એ જ કથનમાં કાંઈક વિશેષ કહેવા અર્થે ‘ન્ગ્વિ’થી કહે છે
-
किञ्च નમારનેતિ । અને વળી અવિરતોને પ્રણિપાતદંડકમાત્ર પણ ચૈત્યવંદન સંભાવન કરાય છે; જે કારણથી વંદન કરે છે, નમસ્કાર કરે છે, એ પ્રકારે પદદ્દયના=બે પદના, વૃદ્ધાંતરના વ્યાખ્યાનને જ જીવાભિગમના વૃત્તિકારે બતાવેલ છે; કેમ કે વિરતિવાળાને જ પ્રસિદ્ધ ચૈત્યવંદનની વિધિ થાય છે, અન્યોને=વિરતિ વગરનાને, તે પ્રકારના અભ્યુપગમપૂર્વક=અરિહંત ચેઈઆણં અને અન્નત્થ સૂત્રમાં જે પ્રકારે અભ્યપગમ છે તે પ્રકારના અભ્યુપગમપૂર્વક, કાયોત્સર્ગની અસિદ્ધિ છે. તેથી કરીને=અવિરતિધરને પ્રણિપાતદંડકમાત્ર ચૈત્યવંદન સંભવે છે તેથી કરીને, વંદન કરે છે=સામાન્યથી પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનની વિધિ વડે વંદન કરે છે, અને નમસ્કાર કરે છે=આશયવૃદ્ધિની પ્રીતિઉત્થાનરૂપ નમસ્કાર વડે નમસ્કાર કરે છે. અર્થાત્ ફરી ક્યારે મને ભગવાનના દર્શનની પ્રાપ્તિ થશે ! એ પ્રકારની આશયવૃદ્ધિપૂર્વક નમસ્કાર કરે છે.
किञ्च • વૃત્તો ।અને વળી શ્રમણ વડે અને શ્રાવક વડે જે કારણથી દિવસ અને રાત્રિના અંતે અવશ્ય કરવું જોઈએ, તે કારણથી ‘આવશ્યક’ (એ પ્રમાણે) નામ છે.
તથા “જે શ્રમણ કે શ્રમણી કે શ્રાવક કે શ્રાવિકા તચ્ચિત્ત, તમન, તદ્દેશ્યામાં ઉભયકાળ આવશ્યકમાં રહે છે તે લોકોત્તર ભાવઆવશ્યક છે” ઇત્યાદિ અનુયોગદ્વારનું વચન હોવાથી તથા “સમ્યગ્દર્શનસંપન્ન, પ્રવચનભક્તિવાળો, ષવિધ આવશ્યકમાં નિરત=રક્ત, ષસ્થાનયુક્ત શ્રાવક હોય છે” – એ પ્રકારે ઉમાસ્વાતિવાચકનું વચન હોવાથી શ્રાવકનાં ષવિધ આવશ્યકની સિદ્ધિ થયે છતે આવશ્યક અંતર્ગત પ્રસિદ્ધ ચૈત્યવંદન સિદ્ધ જ થાય છે, એ પ્રમાણે વૃત્તિમાં કહેલ છે.
-
ભાવાર્થ =
જ્ઞાતાધર્મકથાના પ્રસ્તુત આલાપકની વૃત્તિમાં પૂર્વમાં કહ્યું કે, દ્રૌપદીનું કથન એ ચરિત્રઅનુવાદરૂપ છે. તેથી પ્રણિપાત દંડક સુધી ચૈત્યવંદન નથી, પરંતુ પરિપૂર્ણ અરિહંત ચેઈઆણં સૂત્ર બોલી કાઉસ્સગ્ગ કરવા સુધી ચૈત્યવંદન છે.
વળી, દ્રૌપદીએ તે ચૈત્યવંદન પરિપૂર્ણ કરેલ તે બતાવવા અર્થે કહે છે જીવાભિગમની વૃત્તિમાં યદ્યપિ અવિરતિધરને પ્રણિપાતદંડક ચૈત્યવંદન માત્ર સંભવિત છે અને તેથી જ જીવાભિગમની વૃત્તિમાં વંદન અને નમસ્કારનો અર્થ જુદી રીતે કરેલ છે, તોપણ શ્રાવકને અવશ્ય કર્તવ્ય હોવાથી આવશ્યક એ પ્રમાણે નામ છે, અને શ્રાવક તચ્ચિત્તાદિથી ઉભયકાળ આવશ્યક કરે છે, તે લોકોત્તર ભાવઆવશ્યક છે, ઇત્યાદિ અનુયોગદ્વા૨ના વચનથી અને સમ્યગ્દર્શનસંપન્ન વગેરે ઉપરમાં કહેલ વિશેષણવાળો શ્રાવક હોય છે, એ પ્રકારે ઉમાસ્વાતિ વાચકના વચનથી, શ્રાવકને ષવિધ આવશ્યકની સિદ્ધિ થાય છે અને ષવિધ આવશ્યકની સિદ્ધિ થયે છતે તેની અંતર્ગત પ્રસિદ્ધ ચૈત્યવંદન સિદ્ધ જ થાય છે. અને પ્રસ્તુતમાં દ્રૌપદી