________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-કપ અહીં યાવત્ શબ્દથી કરતલપરિગૃહીત અંજલિ મસ્તકે કરીને=મસ્તક આગળ બે હાથ જોડીને, આ પ્રમાણે કહે છે – નમોત્થણે અરિહંતાણં ભગવંતાણંથી યાવત્ સંપત્તાણં સુધી બોલે છે.
અહીં યાવતું શબ્દથી આઈગરાણંથી ઠાણે સંપત્તાણ સુધીનો પાઠ બોલે છે, તેનું ગ્રહણ કરેલ છે. નમુત્થણંથી સંપત્તાણ સુધીનો પાઠ બોલ્યા પછી વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન કરીને, નમસ્કાર કરીને જિનગૃહમાંથી બહાર નીકળે છે. બહાર નીકળીને જે બાજુ અંતઃપુર છે, તે બાજુ જાય છે.
તત્ર વન્દ્રતે ... વૃદ્ધઃ | ત્યાં વંદન-નમસ્કાર કરે છે એમ કહ્યું ત્યાં, વંદન કરે છે એમ કહ્યું તેનો અર્થ પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનની વિધિ વડે વંદન કરે છે એમ કરવો; અને નમસ્કાર કરે છે એમ કહ્યું તેનો અર્થ વંદન કરીને પાછળથી પ્રણિધાનયોગ વડે નમસ્કાર કરે છે, એ પ્રકારે વૃદ્ધ કહે છે.
અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવ કરીને જે ચૈત્યવંદન કરે છે, તે ચૈત્યવંદનની અંદર જ નમોત્થણ આદિ સૂત્રો બોલે છે, પરંતુ નમોત્થણંથી પૃથગૃભૂત કોઈ વંદન નથી. અને ચૈત્યવંદન કર્યા પછી પ્રણિધાનયોગથી નમસ્કાર કરે છે, ત્યાં એ અર્થ ભાસે છે કે, ચૈત્યવંદન કર્યા પછી ચિત્તમાં અભિલાષ થાય છે કે, “ફરી ક્યારે આ ભગવાનની હું સારામાં સારી ભક્તિ કરું” ! એ પ્રકારના તીવ્ર અભિલાષરૂપ પ્રણિધાનયોગથી નમસ્કાર કરીને જિનમંદિરથી સ્વગૃહે જાય છે, એ પ્રકારે જ્ઞાનવૃદ્ધો કહે છે.
ર .... મચ દ્રૌપદીનું પ્રણિપાતદંડકમાત્ર ચૈત્યવંદન સૂત્રમાં કહેલું છે, જેથી કરીને સૂત્રના પ્રામાયથી અન્ય પણ શ્રાવકાદિને તેટલું જ તે છે–પ્રણિપાતદંડક સુધી જ ચૈત્યવંદન છે, એ પ્રકારે ન માનવું કેમ કે આનું સૂત્રમાં દ્રિૌપદીએ પ્રણિપાતદંડક સુધી ચૈત્યવંદન કર્યું એનું, ચરિતઅનુવાદપણું છે.
સૂત્રમાં દ્રૌપદીએ પ્રણિપાતદંડક સુધી ચૈત્યવંદન કર્યું, એનું ચરિતઅનુવાદરૂપે કથન છે, તેથી તે ચરિતઅનુવાદ પ્રમાણે જ શ્રાવકે કરવું જોઈએ તેવો નિયમ નથી; કેમ કે દ્રૌપદીએ પૂર્ણ ચૈત્યવંદન કરેલું હોવા છતાં પ્રસ્તુતમાં તેનો અનુવાદ કરતાં પ્રણિપાતદંડકમાત્ર ચૈત્યવંદન કરેલ છે, તેમ કહ્યું છે.
નવ વરિત ....વિધેયં સત્ અને ચરિતઅનુવાદનાં વચનો વિધિ-નિષેધ સાધક નથી, અન્યથા-ચરિતઅનુવાદનાં વચનો વિધિ-નિષેધ સાધક થતાં હોય તો, સૂર્યાભાદિ દેવની વક્તવ્યતામાં ઘણા શસ્ત્રાદિ વસ્તુઓનું અર્ચન સંભળાય છે, તે પણ વિધેય કરવા યોગ્ય થાય.
ચરિતઅનુવાદના વચનથી કોઈ પણ વસ્તુનો વિધિ કે નિષેધ એકાંતે થઈ શકતો નથી, અને જો ચરિતઅનુવાદનાં વચનોથી વિધિ-નિષેધ નક્કી થતાં હોય તો પૂર્વમાં સૂર્યાભદેવના દષ્ટાંતથી પૂજા કર્તવ્યરૂપે સિદ્ધ કરી, તે સૂર્યાભદેવના પ્રસંગમાં સૂર્યાભદેવે શસ્ત્રાદિ-વસ્તુઓનું, વાવડી આદિનું પૂજન કરેલ તે પણ વિધિ થઈ જાય.
અહીં પ્રશ્ન થાય કે, ચરિતઅનુવાદનાં વચનો જો વિધિ-નિષેધ સાધક ન બનતાં હોય તો સૂર્યાભના પૂજાના વચનથી કે દ્રૌપદીના પૂજાના વચનથી પૂજા વિધેય કઈ રીતે બને ? આનો ઉત્તર એ છે કે, પૂજા