________________
૨
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૫ શ્રાવિકા છે, એમ જ્ઞાતાધર્મના કથનથી સિદ્ધ થાય છે, તેથી દ્રૌપદીએ કરેલ ચૈત્યવંદન માત્ર પ્રણિપાતદંડક રૂપ નથી, પરંતુ પરિપૂર્ણ ચૈત્યવંદન છે, એ પ્રમાણે વૃત્તિમાં કથન છે તેનું તાત્પર્ય છે.
અહીં તચ્ચિત્ત, તમન અને તલ્લેશ્યા કહ્યું, એ ત્રણે શબ્દો એક અર્થને કહેનાર હોવા છતાં ત્રણેનો પ્રયોગ કર્યો. તેથી તેમાં અત્યંત યત્ન કરવાનું સૂચિત થાય છે, અને જે શ્રાવક સૂત્રના અર્થમાં અત્યંત ઉપયોગપૂર્વક ઉભયકાળ આવશ્યક કરે છે, તે લોકોત્તર ભાવઆવશ્યક છે. ટીકા :___ यच्च - जिणपडिमाणं अच्चणं करेइ त्ति एकस्यां वाचनायामेतावदेव दृश्यत इति वृत्तावेव प्रागुक्तम्, तत्रापि वृद्धाशयात्संपूर्णो विधिरिष्यत एव, जिनप्रतिमार्चनस्य प्रणिधानान्तभावस्तवेनैव विरतिमतां निर्वाहात् । यदपि 'जाव संपत्ताणं'त्ति संमुग्धदण्डकदर्शनादनाश्वास (दर्शनाश्वास इति प्रतान्तरे) इति प्रतिमारिणोच्यते, तदपि स्तम्भनतीर्थचिरकालीनताडपत्रीयपुस्तके सम्पूर्णदण्डकपाठप्रदर्शनेन बहुशो निराकृतमस्माभिः सम्पूर्णचैत्यवन्दनविधौ वाऽपुनर्बन्धकादयोऽधिकारिणः स्थानोर्णालम्बनतदन्ययोगपरा इति सिद्धमेव योगग्रन्थे, श्राविका तु द्रौपदी आनन्दादिवत् प्रत्याख्यातान्यतीर्थिकादिवन्दनादिरूपत्वादेव सिद्धा । ટીકાર્ય :
. નિર્વાહા અને જે “જિનપ્રતિમાની અર્ચના કરે છે." એ પ્રકારે એક વાચનામાં આટલો જ પાઠ દેખાય છે. એ પ્રકારે જ્ઞાતાધર્મની વૃતિમાં જ પૂર્વમાં કહેલું છે. ત્યાં પણ વૃદ્ધોના આશયથી સંપૂર્ણ ઈચ્છાય જ છે; કેમ કે પ્રણિધાન છે અંતમાં જેને એવા ભાવસ્તવ વડે જ વિરતિવાળાઓના જિનપ્રતિમાઅર્ચનનો નિર્વાહ થાય છે.
પૂર્વપક્ષીનો આશય એ છે કે, જ્ઞાતાધર્મસૂત્રની વૃત્તિમાં કેટલેક ઠેકાણે નમુત્થણનો પાઠ નાવ સંપત્તા સુધી બોલે છે, એમ કહેલ છે, પરંતુ એક વાચનામાં જિનપ્રતિમાને અર્ચન કરે છે, એટલો જ પાઠ છે. તેથી દ્રૌપદીએ ચૈત્યવંદન કર્યું નથી, એમ જ પ્રાપ્ત થાય છે, માટે તે શ્રાવિકા નથી. તેથી શ્રાવિકા એવી દ્રૌપદીના પૂજાના કથનના બળથી શ્રાવકે પૂજા કરવી જોઈએ, એ પ્રમાણે માની શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જિનપ્રતિમાને અર્ચન કરે છે, એ પ્રમાણે પાઠ છે ત્યાં પણ જ્ઞાનવૃદ્ધોના આશયથી સંપૂર્ણ ચૈત્યવંદનની વિધિ જ ઇચ્છાય છે; કેમ કે વિરતિધરને જિનપ્રતિમાના અર્ચનની ક્રિયા ભાવસ્તવ વડે જ નિર્વાહ થાય છે, અને દ્રૌપદી શ્રાવિકા છે, એ સ્વયં આગળ સિદ્ધ કરે જ છે. તેથી શ્રાવિકા એવી દ્રૌપદીએ પ્રતિમાનું અર્ચન કર્યું, એના દ્વારા બીજાં શ્રાવક-શ્રાવિકા માટે જિનપ્રતિમા પૂજનીય છે, એમ કહી શકાય. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.