________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૫
૮૭
नो हव्वमागच्छइ तए णं अहं देवा० ! जं तुमं वदसि तस्स आणाओवायवयणणिसे चिट्ठिस्सामि । तए सेउदोयती एयमठ्ठे पडिसुणेत्ता दोवई देविं कण्णंतेउरे ठावेति, तए णं सा दोवती देवी छट्ठ छट्ठेणं अनिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरति । (प्र. श्रु. अ. १६ सू. १२९ )
ટીકાર્ય ઃ
आचामाम्ल
અપ્રતિજ્ઞતમ્। આયંબિલથી અંતરિત છઠ્ઠું તપ કરવા વડે પણ=છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ કરવા વડે પણ, તેણીનું=દ્રૌપદીનું, શ્રાવિકાપણું અપ્રતિહત છે=સિદ્ધ થાય છે. તથાદિ – તે આ પ્રમાણે=આયંબિલથી અંતરિત દ્રૌપદીએ છઠ્ઠું તપ કરેલ તે અંગે જ્ઞાતાધર્મનો પાઠ કહે છે
-
તે મા ાં ..... વિહરતિ।। હે દેવાનુપ્રિયે ! તું હતમન:સંકલ્પવાળી યાવત્ ચિંતા ન કર, તું મારી સાથે વિપુલ ભોગ-ઉપભોગને ભોગવતી યાવત્ વિચર=રહે. ત્યારે તે દ્રૌપદીદેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જંબુદ્વીપમાં ભરતવર્ષમાં દ્વારવતી=દ્વારકા, નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ મારા સ્વામીનો ભાઈ રહે છે. તે જો છ માસમાં મારી પાસે શીઘ્ર નહિ આવે તો હું, હે દેવાનુપ્રિય ! તું જે કહે છે (તે મુજબ) તારી આજ્ઞા, ઉપાય, વચન અને નિર્દેશમાં રહીશ. ત્યારે તે પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થનેવચનને, સાંભળીને દેવીનેદ્રૌપદીને, કન્યાના અંતઃપુરમાં રાખી. ત્યારે તે દ્રૌપદી દેવી છઠ્ઠના પારણે અનિક્ષિપ્ત આયંબિલથી પરિગૃહીત છઠ્ઠ તપકર્મ વડે પોતાને ભાવિત કરતી વિહરે છે=રહે છે.
* છઠ્ઠના પા૨ણે આયંબિલ પાછો છઠ્ઠ એમ છઠ્ઠના પારણે આયંબિલ અને પાછો છઠ્ઠ, એ રીતે સળંગ તપ કરે છે.
ટીકા ઃ
तपःपूजाप्रभृतिकं तस्या इहलोकार्थमेव भविष्यति, इति चेत् ? न, सूत्रानुक्तत्वेन तवेदृशशङ्काया अनर्थमूलत्वाद्, गृहीतसामायिकप्रतिक्रमणाद्यभिग्रहस्यऽऽपत्कृताहारत्यागाभिग्रहस्य वा तन्निर्वाहणैहिककार्यकरण इव दोषाभावात्, 'पूजाद्यनन्तरमेव तया सम्यक्त्वं लब्धमि त्यपि सूत्राक्षरदर्शनं विना ध्यान्ध्यकरणमात्रम् । न च निदानफलभोगान्तरमेव तस्या देशविरतिसंभव इत्यपि सुवचनम्, तत्प्रतिबन्धकत्वे तस्य पार्यन्तिकफलं विना कृष्णादेरिव तज्जन्मन्येव विरतिलाभासम्भवादिति િિગ્વવેતત્ ।।દ્દષ ટીકાર્ય :
तपः पूजा
અનર્થભૂતત્વાન્ । તેણીનું=દ્રૌપદીનું, તપ-પૂજા વગેરે આલોક માટે જ થશે, એ પ્રમાણે પૂર્વપક્ષી=લુંપાક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એમ ન કહેવું; કેમ કે સૂત્રમાં નહિ કહેલું હોવાને કારણે તારી આવા પ્રકારની શંકાનું અનર્થમૂલપણું છે.
પૂર્વપક્ષી એવા લુંપાકનો કહેવાનો આશય એ છે કે, પદ્મનાભ રાજાએ જ્યારે દ્રૌપદીનું અપહરણ કરેલ