________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-પ તે સમયે પાંડુરાજા આવતા એવા કચ્છલ્લ નારદને જુએ છે અને જોઈને પાંચ પાંડવો અને કુંતીદેવીની સાથે આસન ઉપરથી ઊભા થાય છે. ઊભા થઈને સાત-આઠ પગલાં કઠુલ્લ નારદની સામે જાય છે, સામે જઈને ત્રણ વાર આયાહિણે પાહિણ કરે છે હાથ જોડીને આવર્ત કરે છે, અને ત્રણ વાર આયોહિણે પાહિણે કરીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (વંદન-નમસ્કાર કરીને) મહાકીમતી આસન ગ્રહણ કરવા માટે ઉપનિમંત્રણ વિનંતી કરે છે.
ત્યાર પછી તે કલ્લ નારદ પાણી છાંટીને દર્ભ ઉપર આસનવિશેષ પાથરીને બેસે છે. બેસીને પાંડુરાજા, રાજ્ય, યાવત્ અંત:પુરના કુશળ સમાચાર પૂછે છે. ત્યાર પછી તે પાંડુ રાજા, કુંતીદેવી અને પાંચ પાંડવો કડ્ડલ નારદનો આદર-સત્કાર કરે છે, યાવતું તેની પર્યાપાસના કરે છે. તે સમયે દ્રૌપદી કચ્છલ્લ નારદને સંયમરહિતપણું હોવાથી અસંયત, વિશેષ તપમાં અરતપણું હોવાથી અવિરત, અપ્રતિહત-અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા જાણીને આદર કરતી નથી, આવ્યા જાણતી નથી, અભ્યત્યાન કરતી નથી, પર્થપાસના કરતી નથી.
અપ્રતિહત-અપ્રત્યાખ્યાત પાપકર્મવાળાનો અર્થ ટીકામાં આ પ્રમાણે બતાવેલ છે – નિંદાથી અતીત કાલકૃત પાપનો પ્રતિષેધ કરેલ નથી તે અપ્રતિહત પાપકર્મવાળો, અને ભવિષ્યકાળ સંબંધિ પાપકર્મ=પ્રાણાતિપાતાદિ ક્રિયાનું જેણે પચ્ચખાણ કર્યું નથી તે અપ્રત્યાખ્યાત પાપકર્મવાળો છે.
અથવા સમ્યક્તના લાભથી અંતઃકોટાકોટિ સાગરોપમની અંદર પ્રવેશ વડે પાપકર્મો જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો, જેના વડે પ્રતિહત કરાયાં નથી તે અપ્રતિહત પાપકર્મવાળા, અને સર્વવિરતિના લાભથી અંતઃકોટાકોટિ સાગરોપમમાંથી સંખ્યાત સાગરોપમ ન્યૂનતા કરવા વડે પાપકર્મો=જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો, જેના વડે પ્રત્યાખ્યાત કરાયાં નથી, તે અપ્રત્યાખ્યાત પાપકર્મવાળો છે.
અડદયપāવાયવ - અહીં ન પ્રતિહાનિ ન પ્રત્યાક્યાતાનિ અને પાલિકા આ ત્રણ પદનો કર્મધારય સમાસ કરેલ છે.
અભવ્ય, દુર્ભવ્ય પણ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ કરે છે ત્યારે અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા હોય છે, અને તેનાથી કાંઈક વિશેષ ન્યૂન એવી અંતઃકોટાકોટિની સ્થિતિ અપુનબંધકને યોગની ભૂમિકામાં હોય છે, અને સમ્યક્તનો લાભ થાય ત્યારે તેના કરતાં પણ કાંઈક ન્યૂન એવી અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય છે, અને સર્વવિરતિના લાભ વખતે સંખ્યાતા સાગરોપમ ધૂન અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને નારદે સમ્યક્તના લાભથી કે સંયમના લાભથી કર્મની તેવી સ્થિતિ કરેલ નથી તે અહીં બતાવવું છે. ટીકા -
आचामाम्लान्तरित षष्ठतपः करणेनापि तस्याः श्राविकात्वमप्रतिहतम् । तथाहि -
'तं मा णं तुमं देवाणुप्पिए ! ओहयमणसंकप्पा जाव झियाहि, तुमं णं मए सद्धिं विपुलाई भोगभोगाई जाव विहराहि, तए णं सा दोवती देवी पउमणाभं एवं वयासी-एवं खलु देवा० ! जंबूद्दीवे भारहे वासे बारवतिए णयरीए कण्हे णामं वासुदेवे ममप्पियभाउए परिवसति, तं जति णं से छण्हं मासाणं मम कूवं