________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-ઉપ
૮૩ થઇ . ગમિઃ ‘નાવ સંપત્તા' એ પ્રકારનું સંમુગ્ધદંડક દર્શન હોવાથી=સંમુગ્ધ એવી દ્રોપદી વડે બોલાયેલ દંડકનું દર્શન હોવાથી, અનાશ્વાસ છે=દ્રોપદીના ચૈત્યવંદનથી પૂજા કર્તવ્ય છે એ અમને આશ્વાસનું વિશ્વાસનું સ્થાન નથી. એ પ્રમાણે પ્રતિમાના શત્રુ વડે=લુંપાક વડે, જે પણ કહેવાય છે, તે પણ સ્તંભતીર્થમાં રહેલા ચિરકાલીન તાડપત્રીય પુસ્તકમાં સંપૂર્ણ દંડક પાઠના પ્રદર્શન વડે ઘણી વાર અમારા વડે નિરાકરણ કરાયું છે.
લંપાકનો કહેવાનો આશય એ છે કે, જેમ બાળક અણસમજવાળો હોય છે અને તે જે પ્રવૃત્તિ કરે તે પ્રમાણભૂત ન થાય, તેમ શાસ્ત્રના વિષયમાં જે વ્યુત્પન્ન ન હોય, તે સંમુગ્ધ કહેવાય બાળક જેવો ગણાય, અને દ્રૌપદીએ પણ નાવસંપત્તા' સુધી અડધું દંડક સૂત્ર બોલે છે, તેથી લાગે છે કે તે વ્યુત્પન્ન ન હતી, માટે દ્રૌપદીની પૂજાના કથનથી પ્રતિમા પૂજનીય છે, એમ કહી શકાય નહિ. એ પ્રકારના પૂર્વપક્ષીના આશયમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ખંભાતતીર્થમાં રહેલા અતિ પ્રાચીન તાડપત્રીય પુસ્તકમાં સંપૂર્ણ દંડક પાઠનું દર્શન હોવાના કારણે અમારા વડે ઘણીવાર આનું નિરાકરણ કરાયું છે.
આશય એ છે કે, ખંભાતતીર્થમાં રહેલી જૂની પ્રતમાં સંપૂર્ણ દંડક પાઠ છે, તેથી દ્રૌપદી ‘નાવ-સંપત્તા' સુધી બોલી છે, તેમ સ્વીકારી શકાય નહિ. માટે ‘નાવ સંપત્તા' પાઠને ગ્રહણ કરીને દ્રૌપદી સંમુગ્ધ હતી, માટે તેની પૂજાથી ભગવાનની પૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થાય નહિ, એમ પૂર્વપક્ષી કહે છે, તેનું નિરાકરણ થાય છે.
યદ્યપિ દેશવિરતિધર આદિ શાસ્ત્રમાં કહેલી ક્રિયા કરવામાં વ્યુત્પન્ન હોય છે, જ્યારે અપુનબંધકાદિ શાસ્ત્રમાં કહેલી ક્રિયા કરવામાં વ્યુત્પન્ન હોતા નથી, તેથી તેઓની ક્રિયા સંમુગ્ધ ક્રિયા છે; તોપણ તેઓને સંપૂર્ણ ચૈત્યવંદન હોઈ શકે છે, તે બતાવીને દ્રૌપદીને સંપૂર્ણ ચૈત્યવંદન હતું તે બતાવવા અર્થે કહે છે –
અથવા સ્થંભનતીર્થની પ્રાચીન તાડપત્રીય પ્રતના પાઠના હિસાબે સંપૂર્ણ દંડક ઉપલબ્ધ છે, પરંતુ અન્યત્ર તો સંપૂર્ણ દંડક ઉપલબ્ધ નથી તોપણ ત્યાં સંપૂર્ણ ચૈત્યવંદનવિધિ અર્થથી ગ્રહણ કરવી છે, તે ‘અથવા'થી બતાવે છે –
સમૂf ... સિદ્ધા અથવા તો સંપૂર્ણ ચૈત્યવંદનવિધિમાં અધિકારી એવા અપુનબંધકાદિ જીવો સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને તદ્અવ્યયોગમાં અનાલંબન યોગમાં તત્પર છે, એ પ્રમાણે યોગગ્રંથમાં સિદ્ધ જ છે. વળી આનંદાદિની જેમ પ્રત્યાખ્યાત અન્યતીથિક વંદનાદિપપણું હોવાથી જ દ્રિપદી તો શ્રાવિકા (તરીકે) સિદ્ધ છે.
અપુનબંધકાદિ જીવો પણ સ્થાનાદિ યોગમાં તત્પર છે, તેથી સંપૂર્ણ ચૈત્યવંદનની વિધિને કરનારા હોય છે, જ્યારે દ્રૌપદી તો શ્રાવિકા છે, તેથી તેણીએ તો સંપૂર્ણ ચૈત્યવંદન કરેલ હોય. માટે જ્ઞાતાધર્મકથાની વૃત્તિમાં વૃદ્ધોના કથનમાં ‘નાવ સંપત્તા' સુધી પાઠ બોલી વંદન કરે છે, નમસ્કાર કરે છે, એમ કહેલ હોવા છતાં અર્થથી ત્યાં સંપૂર્ણ દંડકનો પાઠ સ્વીકારવો જોઈએ. તેથી નાવ સંપત્તા' સુધી અડધા દંડકનો પાઠ બોલી છે, તેમ કહી દ્રૌપદીની પૂજામાં અનાશ્વાસ કરવો ઉચિત નથી.