________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-ઉપ લંપાકનું કહેવું છે કે, વસ્તુતઃ દ્રૌપદી શ્રાવિકા નથી, તેથી તેનામાં પાંચમું ગુણસ્થાનક નથી; અને દ્રૌપદીએ પૂજા કરી એટલા માત્રથી મૂર્તિ પૂજનીય છે, એમ સિદ્ધ થાય નહિ. તેથી ઉદ્ધત દૃષ્ટિવાળા એવા શ્વેતાંબરના દર્પનો આ કથનથી પ્રતિઘાત થાય છે, કેમ કે મિથ્યાદૃષ્ટિ એવી દ્રૌપદીએ ભગવાનની પૂજા કરી એવો અર્થ છઠ્ઠા અંગના કથનથી થઈ શકે છે, અને એટલા માત્રથી મૂર્તિ પૂજનીય છે, એમ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે --
અથવા લેપાક જ્ઞાતાધર્મના પાઠને કારણે દ્રૌપદીની પૂજા સ્વીકારે છે, પરંતુ દ્રૌપદીને પાંચમું ગુણસ્થાનક છે, તેમ સ્વીકારતો નથી. તે કથનમાં ગ્રંથકારશ્રી કહે છે –
અવ્રતવાળા એવા અસંયત નારદઋષિને જાણીને દ્રૌપદીએ તેનો સત્કાર કર્યો નથી, તેથી આ શ્રાવિકા નથી, એ પ્રકારે ભ્રમ કરવો યુક્ત નથી. અને જેમ નારદનો સત્કાર ન કર્યો એ કથન શ્રાવિકાપણાને બતાવે છે, એ રીતે આપત્તિમાં છઠ્ઠના પારણે આયંબિલ એ રીતે આયંબિલથી અંતરિત છઠ્ઠ તપનું કરવું - એ કથન પણ દ્રૌપદીના શ્રાવિકાપણાને બતાવે છે. - અહીં વિશેષ એ છે કે, યદ્યપિ કેવલિગમ્ય પાંચમા ગુણસ્થાનકના સૂક્ષ્મ ભાવો ક્વચિતું હોય અને ક્વચિત્ ન પણ હોય; પરંતુ જે જીવ, આ ભગવાનનાં વચનો સત્ય છે અને પરમાર્થરૂપ છે, એમ બુદ્ધિમાં સ્વીકારીને, તેને અનુરૂપ વ્રતોની આચરણા માટે કરવી જોઈએ એવી બુદ્ધિપૂર્વક આયંબિલ-ઉપવાસાદિ તપ કરે, તે પાંચમા ગુણસ્થાનકને અનુરૂપ આચરણ સ્વરૂપ છે. અને તે આચરણા દ્રૌપદી કરતી હતી, માટે કેવલીગમ્ય સૂક્ષ્મભાવ પાંચમા ગુણસ્થાનકસ્પર્શી હોય અને ક્વચિત્ ન પણ હોય, તોપણ વ્યવહારથી તેને અનુરૂપ આચરણા હોવાથી પાંચમી ગુણસ્થાનકવાળી દ્રૌપદીએ પૂજા કરી એમ કહી શકાય. આથી જ દ્રૌપદીએ કરેલી પૂજા પાંચમા ગુણસ્થાનકને અનુરૂપ ઉચિત ક્રિયારૂપ છે તેમ સિદ્ધ થાય છે. ટીકા -
ત્રાનાપવિશl: - 'तए णं सा दोवई रायवरकन्नगा जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ २ ण्हाया कयबलिकम्मा, कयकोउअमंगलपायच्छित्ता सुद्धप्पावेसाई मंगल्लाइं वत्थाई पवरपरिहिया मज्जणघराओ पडिनिक्खमइ २ जेणेव जिणघरे तेणेव उवागच्छइ २ जिणघरं अणुपविसइ २ जिणपडिमाणं आलोए पणामं करेइ २ लोमहत्थयं परामुसइ, एवं जहा सूरियाभो जिणपडिमाओ अच्चेइ २ तहेव भाणियव्वं, जाव धूवं डहइ २ वामं जाणुं अञ्चेइ दाहिणं जाणुं धरणियलंसि णिवेसेति २ तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि नमेइ २ ईसिं पच्चुण्णमति करयल जाव कटु एवं वयासी-णमोऽत्यु णं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं । वंदइ नमसइ २ जिणघराओ पडिनिक्खमति २ जेणेव अंतेउरे तेणेव उवागच्छइ । (सू.-१२५ प्र. श्रु. स्क. अ. १६)
अत्र यावत्करणात् अर्थत इदं दृश्यम्, लोमहस्तकेन जिनप्रतिमाः प्रमादि, सुरभिणा गन्धोदकेन स्नपयति, गोशीर्षचन्दनेनानुलिम्पति, वस्त्राणि निवासयति, ततः पुष्पाणां माल्यानां ग्रन्थितानामित्यर्थः, गन्धानां चूर्णानां वस्त्रानामाभरणानां चारोपणं करोति स्म । मालाकलापालम्बनं पुष्पप्रकरं तन्दुलैर्दर्पणाद्यष्टमङ्गलकालेखनं