________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૧પ ટીકાર્ચ -
તે દિ તત્તિ - ... રિયાતિઃ ? તેઓ=લુંપાક કહે છે - પાંચમા ગુણસ્થાનકને ધારણ કરનારી એવી દ્રોપદીએ પૂજા કરી, એ પ્રમાણે સૂત્રમાં ક્યાંય પણ વ્યક્ત અક્ષર ઉપલબ્ધ થતા નથી, અને અતિપ્રસિદ્ધ એવા છઠ્ઠા અંગમાં જ દ્રોપદીના પૂજાના કથનને કહેવામાં અતિપ્રસિદ્ધ એવા છઠ્ઠા અંગમાં જ, તેના અક્ષરનીદ્રોપદીએ પૂજા કરી તેના અક્ષરની, ઉપલબ્ધિ છે. એથી કરીને કેવી રીતે ઉત્તાન દષ્ટિવાળા એવા તમારા દર્પનો પ્રતિઘાત નથી ? શાસ્ત્રનાં વચનોને ગ્રહણ કરીને પોતાની સ્વમતિથી માન્ય એવી ભગવાનની પૂજાને સિદ્ધ કરવા માટે તત્પર એવા ઉદ્ધત દૃષ્ટિવાળા શ્વેતાંબરના દર્પનો કેવી રીતે પ્રતિઘાત નથી ?
તેને ગ્રંથકારશ્રી કહે છે કે, આ કથન દ્વારા તું-પૂર્વપક્ષી, આમ કહેવા માંગે છે, અને લુપાક શું કહેવા માંગે છે, તે ‘નનુથી બતાવે છે –
નનુ રૂતિ વેત્ ? ખરેખર દ્રૌપદી વડે અરિહંતની પ્રતિમાની પૂજા કરાઈ છે, એ પ્રમાણે છઠ્ઠા અંગમાં કહેવાયું છે, તેનો અમે પણ=લુંપાક પણ, અપાલાપ કરતા નથી, પરંતુ તેણીએ=દ્રૌપદીને, પાંચમું ગુણસ્થાનક નથી, એ પ્રમાણે અમે કહીએ છીએ. તેના સમાધાનરૂપે શ્લોકના અંતિમ બે પાદથી ગ્રંથકારશ્રી કહે છે –
સાદ .... , જેણે દ્રોપદીએ, નારદ ઋષિને અવ્રતવાળા એવા અસંયત માનીને તેનો=નારદ ઋષિનો, સત્કાર ન કર્યો, તે શ્રાવિકા નથી, એ પ્રકારે ભ્રમ તમને કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ ભ્રમ કરવો યુક્ત નથી, એ પ્રકારે તાત્પર્ય છે.
“પા” અને “સરો'નો અહીં વા' અને “સા'ની જેમ સંબંધ છે.
વન્ દ્રવ્યમ્ એ પ્રમાણે=જેમ નારદનો સત્કાર ન કર્યો એ કથન દ્રૌપદી શ્રાવિકા છે એમ બતાવે છે એ પ્રમાણે, આપત્તિમાં આયંબિલથી અંતરિત છઠ્ઠ આદિનું કરણ પણ=છઠ્ઠના પારણે આયંબિલ પુનઃ છઠ્ઠના પારણે આયંબિલ એ પ્રમાણે તપનું કરણ પણ, શ્રાવિકાપણાના જ અર્થને જણાવે છે, એ પ્રકારે જાણવું. તે દિ વત્તિ-થી દ્રવ્યમ્ સુધીના કથનનો ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગથી દ્રૌપદીની ભગવાનની પૂજા પ્રસિદ્ધ છે, તેથી ભગવાનની મૂર્તિ પૂજનીય નથી તેવો લુપાકના દર્પનો પ્રતિઘાત થાય છે.
તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી લુપાક કહે છે કે, દ્રૌપદી પાંચમા ગુણસ્થાનકને ધારણ કરનારી છે, એવું સૂત્રમાં ક્યાંય વ્યક્ત જોવા મળતું નથી, અને અતિ પ્રસિદ્ધ એવા છઠ્ઠા અંગમાં દ્રૌપદીએ પૂજા કરી છે, એટલા અક્ષરો ઉપલબ્ધ છે, અને એ કથન તો શ્વેતાંબરોના દર્પનો જ પ્રતિઘાત કરે છે, કેમ કે શ્વેતાંબરો ભગવાનની મૂર્તિ પૂજનીય છે તેમ માને છે, તેથી શાસ્ત્રનાં વચનોને તે રીતે જ જોવાની દૃષ્ટિવાળા છે. માટે દ્રિૌપદીએ પૂજા કરી તેથી મૂર્તિ પૂજનીય છે તેમ સ્થાપન કરવા યત્ન કરે છે.