________________
૭૬
પ્રતિભાશતક ભાગ-૩ | શ્લોક-૧૫
શ્લોકાર્ચ -
ભક્તિથી દ્રોપદી, સૂર્યાભની જેમ ભગવાનની પ્રતિમાનું અર્ચન જે કરતી હતી, તે આ છઠ્ઠા અંગનું જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગનું, વિક્રૂર્જિત=સમ્યમ્ વ્યાખ્યાનનો વિલાસ, પરના= પ્રતિમાલોપકોના, દર્યને મથન કરનાર છે.
અહીં લંપાક કહે કે, દ્રૌપદીએ અરિહંત પ્રતિમાની પૂજા કરી એ પ્રકારે છઠ્ઠા અંગમાં કહ્યું છે, તેથી અમે પણ તેનો અપલાપ કરતા નથી, પરંતુ દ્રૌપદીને પાંચમું ગુણસ્થાનક નથી. એ પ્રશ્નના સમાધાનમાં શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી કહે છે –
જેણીએ=દ્રોપદીએ, નારદઋષિને અવતવાળા એવા અસંયત માનીને સત્કાર નથી કર્યો, (છતાં) આ શ્રાવિકા નથી એ પ્રકારે ભ્રમ મૂઢોને કેવી રીતે ઉત્પન્ન થાય છે ? અર્થાત્ આ ભ્રમ કરવો યોગ્ય નથી, એ પ્રકારે તાત્પર્ય છે. આપણે ટીકા :
_ 'तीर्थेश' इति :- यत् कृष्णा द्रौपदी, सूर्याभवत् राजप्रश्नीयोपाङ्गाभिहितव्यतिकर-सूर्याभदेववत्, भक्तितो भक्त्या, तीर्थेशानां भगवतां, प्रतिमानामर्चन-पूजनं, कृतवती, तदिदं तदर्थाभिधानपरं, षष्ठाङ्गस्य=ज्ञाताधर्मकथाऽध्ययननाम्नोऽङ्गस्य, विस्फूर्जितं सम्यग्व्याख्यान-विलसितं, परेषां= कुवादिनां, दर्पम्=अहङ्कारं, मनातीत्येवंशीलम् । ते हि वदन्ति-पञ्चमगुणस्थानभृता पूजाकृतेति सूत्रे कुत्रापि व्यक्ताक्षरं नोपलभ्यते, अतिप्रसिद्ध षष्ठाङ्ग एव च तदक्षरोपलब्धिरिति कथं नोत्तानदृशो दर्पप्रतिघातः? ननु द्रौपद्याऽर्हत्प्रतिमापूजा कृतेति षष्ठाङ्गेऽभिहितमिति वयमपि नापह्नमस्तस्याः पञ्चमगुणस्थानं नास्तीत्येवं तु ब्रूम इति चेत् ? अत्राह- 'या नारदमृषिमव्रतासंयतं मत्वा न तं सच्चक्रे=न सत्कृतवती, असौ श्राविका नेति भ्रमः (मूढानां) कथमुपजायते? न युक्तोऽयं भ्रम इत्यर्थः, एवमापद्याचाम्लान्तरितषष्ठादिककरणमपि श्राविकात्वमेवार्थापयतीति द्रष्टव्यम् । ટીકાર્ય :
ય કૃMIT ....... વંશમ્ સૂર્યાભની જેમ=રાજપ્રશ્તીય ઉપાંગમાં કહેલ પ્રસંગમાં સૂર્યાભદેવની જેમ, ભક્તિથી કૃષ્ણા દ્રોપદી, તીર્થેશની=ભગવાનની, પ્રતિમાનું જે અર્ચન કરતી હતી તે આ તે અર્થતા અભિધાનમાં પર એવા છઠ્ઠા અંગનું જ્ઞાતાધર્મકથા અધ્યયન નામના અંગનું, વિસ્કૂજિત=સમ્યમ્ વ્યાખ્યાન વિલસિત એવું કથન, પરના કુવાદી એવા લંપાકના, દર્પને અહંકારને, મથન કરવાના સ્વભાવવાળું છે.
આ રીતે શ્લોકના પ્રથમ બે પાદનું વર્ણન કર્યું. તે વર્ણન સામે લુપાક શું કહે છે તે હવે બતાવે છે, જે શ્લોકના અંતિમ બે પાદની ભૂમિકારૂપ છે.