________________
૭૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૪ ઉપાધ્યાયજી મહારાજા કટાક્ષ કરતાં કહે છે કે, જિનશાસનની બહાર હોવાથી લુપાક અસ્પૃશ્ય છે, અને અસ્પૃશ્યને પ્રતિમાનો જે અસ્પર્શ છે, તે ભૂષણરૂપ છે પરંતુ દૂષણરૂપ નથી. તેથી લુપાક સમ્યગુ ભાવિત વિશેષણથી પ્રતિમાનો સ્પર્શ કરતો નથી, તે ભૂષણરૂપ જ છે અર્થાત્ સમ્યગુ ભાવિત વિશેષણથી પ્રતિમાને લંપાક ગ્રહણ ન કરે તે ઉચિત જ છે; કેમ કે આલોચના યોગ્ય એવા ગીતાર્થના અસંભવમાં અધ્યાત્મની શુદ્ધિ માટે પ્રતિમાનો આશ્રય કરવો તે જ શાસ્ત્રાર્થ છે, તેથી સમ્યગુ ભાવિત પદથી પ્રતિમાનું જ ગ્રહણ થાય છે, પરંતુ લુંપાક એ જિનશાસનની બહાર હોવાથી પ્રતિમાને ગ્રહણ કરતો નથી, તે તેના માટે ઉચિત જ છે.
પ્રસ્તુત વ્યવહારસૂત્રના કથનમાં કહ્યું કે, સમ્યગુ ભાવિત ચૈત્ય ન મળે તો ગ્રામાદિની બહાર જઈને અરિહંત-સિદ્ધને આગળ કરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. આ કથનમાં સમ્યગુ ભાવિત ચૈત્યનું કથન પૂર્વમાં છે અને અરિહંત-સિદ્ધનું કથન પાછળ છે, અને પ્રસ્તુત પ્રાયશ્ચિત્તવિધિમાં પૂર્વ પૂર્વની પાસે આલોચના કરવાનું કથન ઉત્સર્ગરૂપ છે અને પાછળ પાછળના પાસે આલોચના કરવાનું કથન અપવાદરૂપ છે.
આશય એ છે કે, જ્યાં સુધી પૂર્વમાં કહેલ આલોચનાદાતા પ્રાપ્ત હોય ત્યાં સુધી પાછળમાં કહેલ આલોચનાદાતા પાસે પ્રાયશ્ચિત્ત કરી શકાય નહિ, પરંતુ પૂર્વમાં કહેલ આલોચનાદાતા ન મળે ત્યારે જ પાછળના આલોચનાદાતા પાસે પ્રાયશ્ચિત્ત કરી શકાય. તેથી આલોચનાના ક્રમમાં પૂર્વ પૂર્વના આલોચનાદાતાને ઉત્સર્ગરૂપે ગ્રહણ કરેલ છે અને પાછળ પાછળના આલોચનાદાતાને અપવાદરૂપે ગ્રહણ કરેલ છે, અને પ્રસ્તુત વ્યવહારસૂત્રના આલાપકમાં સમ્યગુ ભાવિત ચૈત્ય પૂર્વમાં છે અને અરિહંત-સિદ્ધ પશ્ચાતુ છે.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે, જિનપ્રતિમાને તમે ગ્રહણ કરો છો અને ત્યાર પછી અરિહંત-સિદ્ધનું ગ્રહણ કરો તો અરિહંત-સિદ્ધના પુરસ્કારનો ઉત્સર્ગ જિનપ્રતિમા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે અરિહંત-સિદ્ધ તો પ્રતિમા કરતાં વધારે મહત્ત્વના છે, તેથી જો સમ્યગુ ભાવિત શબ્દથી ચૈત્યનું ગ્રહણ કરવું હોય તો અરિહંત-સિદ્ધનો પુરસ્કાર તેની પૂર્વે હોવો જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, પશ્ચાદ્ભૂતાદિનું આશ્રયણ પણ કેવી રીતે છે ? એ સ્વયં જ તું વિચાર.
આશય એ છે કે, જો અરિહંત-સિદ્ધના પૂર્વમાં સમ્યગુ ભાવિત ચૈત્યનું ગ્રહણ ન થઈ શકે તો પચ્ચાસ્કૃતાદિ પણ અરિહંત-સિદ્ધ કરતાં હીન છે, માટે તેઓનું પણ અરિહંત-સિદ્ધ કરતાં પૂર્વમાં ગ્રહણ થઈ શકે નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે, પશ્ચાત્કૃત અને સમ્યગુ ભાવિત દેવતા એ વક્તાવિશેષ છે, તેથી તેમની પાસે આલોચના કરવી ઉચિત ગણાય, જ્યારે અરિહંત અને સિદ્ધ સાક્ષાત્ પ્રાયશ્ચિત્ત આપતા નથી માટે તેમના કરતાં પશ્ચાદ્ભૂતને પહેલાં લીધેલ છે; કેમ કે પશ્ચાદ્ભૂતે પૂર્વમાં સંયમ ગ્રહણ કરીને મહાનિશીથ આદિ સૂત્રો ભણેલાં છે, તેથી પ્રાયશ્ચિત્તનાં સર્વ વિધાનો તેઓ જાણે છે, માટે પ્રાયશ્ચિત્તાદિના અર્થે વક્તાવિશેષ એવા તેમનું અરિહંત-સિદ્ધના પુરસ્કારના ઉત્સર્ગરૂપે આશ્રયણ કરવું ઉચિત છે; પરંતુ જિનપ્રતિમા તો વક્તાવિશેષ નથી, તેથી અરિહંત-સિદ્ધના પુરસ્કારની ઉત્સતારૂપે જિનપ્રતિમાનું ગ્રહણ થઈ શકે નહિ. માટે સૂત્રમાં કહેલા સમ્યગુ ભાવિત શબ્દથી સમ્યગુ ભાવિત દેવતા માત્રનું ગ્રહણ થાય, પણ સમ્યગુ ભાવિત ચૈત્યનું ગ્રહણ કરવું ઉચિત નથી. અને ચૈત્યનું ગ્રહણ કરવું જો શાસ્ત્રને સંમત હોત તો અરિહંત-સિદ્ધના ગ્રહણ