________________
પ્રતિમાશતક ભાગ-૩ | બ્લોક-૧૪
પ્રવર્તક કેવા હોય તે બતાવતાં મૂળ ગાથામાં કહે છે –
સંમતિવનોનો ..... વિત્તીકો | સંયમ અને તપના યોગોમાં જે (જ્યાં) યોગ્ય હોય ત્યાં તેને પ્રવર્તાવે અને અસમર્થ હોય તેને તે યોગથી) નિવૃત્ત કરનાર, ગણની ચિંતા કરનાર પ્રવર્તી=પ્રવર્તક, હોય છે.
તથા ઘ ..... મતિ . અને તે પ્રકારે=સંયમ અને તપના યોગોમાં જે યોગ્ય હોય તેને ત્યાં પ્રવર્તાવે એમ કહ્યું તે પ્રકારે, પ્રશસ્ત યોગોમાં સાધુને પ્રવર્તાવે એવા પ્રકારના સ્વભાવવાળા પ્રવર્તી=પ્રવર્તક, એ પ્રકારે વ્યુત્પત્તિ અર્થ અનુગૃહીત=સંગત, થાય છે.
અહીં પ્રવર્તકને શિષ્યસંગ્રહમાં કુશળ કહ્યા, તેનાથી તેઓ શિષ્યની લાલસાવાળા છે તેવો અર્થ ઘોતિત થતો નથી, પરંતુ યોગ્ય જીવોને સન્માર્ગમાં જોડવામાં કુશળ છે, અને જાણે છે કે, જીવો આ સંસારમાં ભટકે નહિ અને શીધ્ર આત્મકલ્યાણ સાધે એટલા માત્ર આશયથી શિષ્યોનો સંગ્રહ કરે છે. જો સંપદાના અર્થે કે વૈયાવચ્ચના અર્થે શિષ્યોનો સંગ્રહ કરે તો તે શિષ્યોની પ્રાપ્તિ એ પરિગ્રહરૂપ બને અને કર્મબંધનું કારણ બને.
(૪) સ્થવિર કેવા હોય તે બતાવતાં કહે છે –
સંવનો ..... થેરો 1 ત્તિ સંવિગ્ન, માદેવયુક્ત, પ્રિયધર્મ, જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ જે અર્થમાં પરિહાનિ થાય તેનું સ્મરણ કરાવે, તે કારણથી સ્થવિર (કહેવાય) છે.
સ્થવિર શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે –
વાનર્થાત્ ... વ્યુત્વઃ જે સાધુ જે અર્થોને=યોગોને, હાનિ પહોંચાડતા હોય તે સાધુને તે અર્થનું તે યોગનું સ્મરણ કરાવનાર સ્થવિર છે; કેમ કે સ્થિર કરે તે સ્થવિર એ પ્રકારે વ્યુત્પત્તિ છે.
તથા વદ - તે પ્રકારે કહ્યું છે –
ચિરંર ... પોર્ટુ 1 સ્થિર કરનાર હોવાથી સ્થવિર, પ્રવર્તકથી વ્યાપારીત અર્થોમાં વિદ્યમાન બળવાળો જે યતિ=સાધુ, જ્યાં સિદાય તેને ચોદના કરે. પ્રતિ=પ્રકર્ષથી શિક્ષા આપે. (૫) ગણાવચ્છેદક કેવા હોય તે બતાવતાં કહે છે –
ઉદ્ધવ ... દુતિ II ઉદ્ધાવન, પ્રધાન, ક્ષેત્ર અને ઉપધિને માંગવામાં અવિષાદી, સૂત્ર-અર્થ અને તદુભયના જાણકાર આવા પ્રકારના ગીતાર્થો હોય છે.
૩ત્રવિન્ટેન ..... મવત્તિ ૩=પ્રબળતાથી ધાવન તે ઉદ્ધાવનગચ્છનાં કાર્યો કરવાનો સ્વીકાર. પ્રાકૃત ભાષા હોવાથી રદ્ધાવા શબ સ્ત્રીલિંગમાં છે.
પ્રધાવન તે કાર્યનું શીધ્ર નિષ્પાદન=પૂર્ણ કરવું તે પ્રધાન. ક્ષેત્રમાર્ગણા ક્ષેત્રપ્રત્યુપેક્ષણા. (માસકલ્પ વગેરે) માટે યોગ્ય ક્ષેત્રની તપાસ કરવી. ૩પધમાT=ઉપધિની ઉત્પાદના=વસ્ત્રાદિ ઉપાધિ મેળવવી.