________________
પ્રતિમા શતક ભાગ-૩ | શ્લોક-૧૪
‘તત્ર રણનિ' - તેમાં આચાર્યો અર્થને જ કહે છે સૂત્રને કહેતા નથી તેમાં, કારણો આ પ્રમાણે છે –
mય .... વાક્ ા (૧) ધ્યાનમાં એકાગ્રતા. (૨) વૃદ્ધિ(૩) તીર્થંકરનું અનુકરણ, (૪) ગુરુતા ગૌરવ, (૫) આજ્ઞામાં સ્થિરતા અને (૬) ગુરુકૃત ઋણમોક્ષ - આ છે કારણોથી આચાર્યો સૂત્રની વાચના આપતા નથી.
આ જ કારણે આચાર્યો સૂત્રની વાચના આપતા નથી, તેને જ સ્પષ્ટ કરતાં કહે છે –
સૂત્રસ્ય .... ચાત્ ! સૂત્રની પણ વાચનામાં બહુવ્યયપણું હોવાથી અર્થચિંતનાત્મક ધ્યાનમાં એકાગ્રતા આવે તે આવતી નથી, એથી આચાર્યો સૂત્રની વાચના આપતા નથી.
વાતાયાં .... મન્નિા આચાર્યની અર્થની એકાગ્રતામાં શું ગુણ છે? એથી કહે છે – સૂક્ષ્મ અર્થનું ઉન્મીલન થવાથી–ઉઘાડ થવાથી, અર્થની વૃદ્ધિ થાય, અને તીર્થકરોની અનુકૃતિ=અનુકરણ (થાય.) તેઓ તીર્થંકરો, કેવલ અર્થને કહે છે અને ગણની ચિંતા કરતા નથી. એ પ્રમાણે આચાર્યો પણ તે પ્રકારે વર્તતાં તીર્થકરોનું અનુકરણ કરનારા થાય છે.
વધસ્તનપfમ: ..... ના વં ચાલ્ ! વળી નીચલા સ્થાનમાં રહેનારા ઉપાધ્યાયો સૂત્રવાચનાના અધિકારી હોવાથી સૂત્રની વાચના આપવામાં (આચાર્યોનું) લાઘવ થાય.
પર્વ ૨ ..... મતિ, અને આ પ્રમાણે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે, તથા પ્રકારે વર્તતા તેઓની=આચાર્યોની, લોકમાં રાજાની જેમ મહાન ગુરુતા=મોટાઈ, થાય છે, અને તે પ્રમાણે પ્રવચનની પ્રભાવના થાય છે તથા આજ્ઞામાં સ્થિરતા કરાયેલી થાય છે.
રૂ હિ... વિતવ્યમતિ ! આ પ્રકારે તીર્થકરોની આજ્ઞા છે. યથોક્ત પ્રકારે આચાર્ય મારી જેમ જ તીર્થંકરની જેમ જ, સૂત્રની વાચના ન આપે, પરંતુ અર્થની વાચના આપે તેમજ ગણની ચિંતા ન કરે ઇત્યાદિ યથોક્ત પ્રકારે, આચાર્ય વડે મને અનુસરનારા થવું.
તતઃ ..... માવાર્થ તે કારણે આ હેતુકલાપને કારણે=ઉપરમાં કહ્યું તે એકાગ્રતાદિ હેતુને કારણે, અને ‘કરાયેલ ઋણમુક્તિવાળા. છે' એથી આચાર્ય સૂત્રની વાચના આપતા નથી.
અહીં પ્રશ્ન થાય કે, આચાર્યને સૂત્ર સંબંધી ઋણમુક્તિ ક્યારે થઈ છે ? એથી કરીને કહે છે –
સામાન્ય ..... તા: | સામાન્ય અવસ્થામાં આચાર્યની પૂર્વની ઉપાધ્યાય અવસ્થામાં અનેક સાધુઓને સૂત્ર ભણાવેલ છે, જેથી કરીને ઋણમુક્તિ કરાયેલ છે અર્થાત્ સૂત્રસંબંધી ઋણમાંથી આચાર્ય મુક્ત થયેલા છે.
(૨) ઉપાધ્યાયો કેવા હોય છે, તે બતાવતાં કહે છે –
સુત્ય .... સવાયા છે. સૂત્ર, અર્થ અને તદુભયના જાણકાર, જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ઉઘુક્તક ઉપયુક્ત, શિષ્યોના નિષ્પાદક=નવા શિષ્યોને પેદા કરનારા, આવા પ્રકારના ઉપાધ્યાયો હોય છે.
ઉપાધ્યાયને સૂત્રવાચનાના દાનમાં (થતા) ગુણોને બતાવે છે –
સુરત્યેનું .... ૩વજ્ઞાન | સૂત્ર અને અર્થમાં સ્થિરતા, ઋણમોક્ષ, ભવિષ્યમાં અપ્રતિબંધ, પ્રતીચ્છન્નો અનુગ્રહ, મોહજય - આ ગુણો સૂત્રવાચના આપવામાં થાય છે, તેથી ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.