________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
૧
વિશુદ્ધિ અપુનઃકરણતામાં=ફરી પાપ નહિ કરવામાં, પ્રાપ્ત થાય છે. તે કારણથી તે જ અપુનઃકરણતાને કહે છે અકરણપણારૂપે વળી અભ્યુત્થાન કરે.
पुनरकरणतया પ્રતિપદ્યેત્ । વળી અકરણપણારૂપે અભ્યુત્થાનમાં પણ વિશુદ્ધિ પ્રાયશ્ચિત્તના સ્વીકારથી થાય છે. તેથી કહે છે — યથાયોગ્ય તપઃકર્મને સ્વીકારે. અહીં તપઃગ્રહણ છેદાદિક પ્રાયશ્ચિત્તનું ઉપલક્ષણ છે.
यदि पुनः ચતુર્ભુરુ આજ્જ જો વળી પોતાના આચાર્ય-ઉપાધ્યાય હોવા છતાં બીજાની પાસે આલોચના કરે, તો તેને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત કહેલ છે.
નનુ .. ઞતોષયવિતિ । અહીં શંકા થાય કે, પૂર્વે એકાકી વિહારમાં દોષો કહ્યા, ત્યાર પછી પાર્શ્વસ્થાદિ વિહાર પણ=શિથિલાચારીઓની સાથેનો વિહાર પણ, નિષેધ કર્યો. તેથી નક્કી ગચ્છમાં વસવું જોઈએ, એમ નિયમિત થયું=નિયમન કરાયું. અને એ પ્રમાણે નિયમન કરાયે છતે કેવી રીતે એકલો થયો કે જેથી કહ્યું કે જ્યાં પોતાના આચાર્ય-ઉપાધ્યાયને જુએ, ત્યાં જ જઈને તેમની સમીપમાં આલોચના કરે ?
-
અત્રોતે ..... અશેષ:, અહીં=આ પ્રશ્નના સમાધાનમાં, કહેવાય છે – અશિવ વગેરે કારણમાં એકાકીપણાના ભાવમાં=એકાકી થયેલા સાધુને અપેક્ષીને, આ કારણિક સૂત્ર છે, એથી કરીને દોષ નથી.
कारणाभावे વ । વળી કારણના અભાવમાં આચાર્યાદિ પાંચમાંથી અન્યતરના અભાવવાળો=કોઈ એકના અભાવવાળો, વસવાટ હોતે છતે, સશલ્ય=શલ્ય સહિત, એવા સાધુના જીવનાશમાં=મૃત્યુ પામવામાં, ચારિત્રરૂપી ગાત્રના=શરીરના, નાશથી શુભગતિનો વિનાશ જ છે અર્થાત્ તે સશલ્ય સાધુની સદ્ગતિ થાય નહિ.
.....
ગીતાર્થને પણ કારણે જ એકાકી રહેવાનું છે, અને કારણ ન હોય તો ગીતાર્થને પણ આચાર્યાદિ પાંચમાંથી અન્યતરના અભાવવાળા સ્થાનમાં વાસ કરવાનો નિષેધ છે. આમ છતાં કોઈ પ્રમાદને વશ ગીતાર્થ પણ એકાકી રહે તો તે એકાકી રહેવું અતિચારરૂપ છે, અને તે અતિચારરૂપ શલ્યની શુદ્ધિ કર્યા વગર મૃત્યુ પામે તો અતિચારના કારણે તેના ચારિત્રરૂપ ગાત્રનો નાશ થયેલ હોવાથી શુભગતિનો વિનાશ થાય છેતેની સદ્ગતિ થતી નથી.
અહીં પ્રશ્ન થાય કે, કારણના અભાવમાં આચાર્યાદિ પાંચમાંથી અન્યતરના અભાવવાળા સ્થાનમાં ગીતાર્થ સાધુ રહેતા હોય, અને તેને પોતાના થયેલા દોષોની આલોચનાનો પરિણામ હોય, અને જ્યાં સુધી યોગ્ય આલોચના કરાવનાર ગુરુ ન મળે ત્યાં સુધી તેની ગવેષણા કરતા હોય, અને જો કાળ કરી જાય=મૃત્યુ પામે, તો તેમની શુભગતિનો વિનાશ છે, એમ કઈ રીતે કહી શકાય ? કેમ કે શાસ્ત્રમાં તો કહ્યું છે કે, આલોચનાના પરિણામવાળા સાધુ આલોચનાયોગ્ય ગીતાર્થની અપ્રાપ્તિમાં પણ શુદ્ધ જ છે. તેથી એ શાસ્ત્રવચન સાથે વિરોધ આવશે. તેના સમાધાનરૂપે કહે છે
-
ન ..... અપ્રમાળ્યાત્ – આલોચના પરિણત પણ=આલોચનાના પરિણામવાળા પણ, (આલોચનાદાયકની) અસંપત્તિમાં=અપ્રાપ્તિમાં, પણ શુદ્ધ છે, એ પ્રકારના સૂત્રવચન સાથે વિરોધ આવશે એમ ન કહેવું; કેમ કે સૂત્ર, પ્રામાણ્યમાં=સૂત્રને પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવામાં, નિગ્રહિત શક્તિવાળાના=શક્તિ ગોપવનારના, પરિણામનું અપ્રમાણપણું છે. આશય એ છે કે, કારણના અભાવમાં આચાર્યાદિ પાંચમાંથી અન્યતરના અભાવવાળા સમુદાયમાં સાધુ વસતા હોય ત્યારે સૂત્રના અનુસાર પ્રવૃત્તિ કરવામાં તેમણે શક્તિ ગોપવી છે; કેમ કે સૂત્ર આચાર્યાદિ