________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૪
નિષ્ણાત છે. તેથી આના આલોચનાદાતાના, કરાતા વિનય-વૈયાવચ્ચાદિ મહાનિર્જરાનું કારણ થાય છે. આ પ્રકારે પણ શિક્ષા અપાતો=પ્રેરણા કરાતો, જો તે પાર્શ્વસ્થાદિનો પરિવાર, ન કરે તો, તે ન કરતે છતે સ્વયં આલોચક આહારાદિને લાવી આપે. હવે જો (તેમના) પ્રાયોગ્ય શુદ્ધ આહારાદિ પોતાને પ્રાપ્ત ન થાય તો શ્રાવકોને કહે=પ્રજ્ઞાપન કરે= પ્રેરણા કરે, અને પ્રેરણા કરીને તેમની પાસેથી શ્રાવકો પાસેથી, અકલ્પિક આહારાદિ પણ યતના વડે મેળવી આપે.
ન ઘ .... અછિત્તી'ત્યરિ - આ પ્રમાણે કરતાં તેને=આલોચકને દોષ કેમ નથી ? એ પ્રમાણે ન કહેવું. જે કારણથી કહે છે – મૂળગાથામાં નવોચ્છિત્તિઈત્યાદિ કહ્યું તે પ્રતીક ગ્રહણ કરેલ છે, તેનો અર્થ બતાવે છે –
અવ્યવચ્છિત્તિરી ..... રોષઃ | શ્રતભક્તિના હેતુથી અવ્યવચ્છિત્તિકર એવા પાર્થસ્થાદિની અકલ્પિક પણ આહારાદિ વડે તમે પૂજા કરો. અને ત્યાં=શ્રુતભક્તિના હેતુથી પાર્શ્વસ્થાદિની અકલ્પિક પણ આહારાદિ વડે ભક્તિ કરવામાં દોષ નથી.
ફમત્ર મવિના' - અહીં આ પ્રમાણે ભાવના છે –
યથી ..... fમાત્વાતિ, જે રીતે કારણમાં પાર્થસ્થાદિની પાસે સૂત્ર-અર્થને ગ્રહણ કરતો તેમના માટે યતના વડે અકલ્પિક પણ આહારદિને લાવતો શુદ્ધ છે; કેમ કે તેમની પાસે) ગ્રહણશિક્ષા કરાય છે. એ પ્રમાણે આલોચનાયોગ્યના પણ આલોચના આપનારના પણ નિમિત્તે પ્રતિસેવના કરતો સાધુ યતના વડે અકલ્પિક પણ આહારાદિને લાવતો સાધુ શુદ્ધ છે; કેમ કે તેમની સમીપમાં આસેવનશિક્ષા કરાય છે.
તવ ..... માદ - આને જ વધુ સ્પષ્ટ ભાવન કરતાં સૂત્રકાર કહે છે –
વિદીસતી ..... મેવ || બે પ્રકારના પરિવારના અભાવમાં તેઓના આલોચના અના, પંચકહાનિ વડે યતના કરતો આહારાદિ સર્વ કરે. પોતાના માટે પણ એ પ્રમાણે જ કરે=કારણ ઉત્પન્ન થાય ત્યારે પંચકહાનિથી યતના કરતો આહારાદિ લાવે.
"વિદાસત્ત' - એ મૂળ ગાથાનું પ્રતીક છે. તેનો અર્થ ટીકામાં બતાવે છે –
તેષ ..... શુદ્ધઃ | તે પાર્થસ્થાદિના બે પ્રકારના પરિવારનો અભાવ હોતે છતે અભાવ હોય, (૧) કાર્ય અકરણથી પરિવાર હોવા છતાં વૈયાવચ્ચ ન કરવારૂપ કાર્ય અકરણરૂપે અભાવ અને (૨) સ્વરૂપથી અભાવ=સ્વરૂપથી જ પરિવારનો અભાવ હોય, તો તે સાધુ આલોચના અહંના કલ્પિક કે અકલ્પિક આહારાદિક સર્વ યતના વડે પંચકહાનિથી લાવી આપે. ઉપલક્ષણથી દશાદિ હાનિ વડે પણ લાવી આપે. યતમાન યતના કરતો આલોચક, કેવલ આલોચના યોગ્ય પાર્શ્વસ્થાદિક માટે નહિ, પરંતુ કારણ ઉત્પન્ન થયે છતે પોતાના માટે પણ આ પ્રમાણે જ=પંચક હાનિ કે દશાદિ હાનિથી યતનાપૂર્વક લાવતો શુદ્ધ છે.
હવે વ્યવહાર આલાપકના મૂળ પાઠમાં આગળ જે કહ્યું કે – જે વેવ પછી પાસેન્ગા વહુર્ય વમા, ગન્ધવ સખ્ત વયાડું પાસેન્ના, પૂ સે.. એ પાઠનો અર્થ બતાવે છે –
૩થાશે ... નાસ્તોયેત્ I હવે મૂળ પાઠમાં આગળ કહ્યું કે, તેના પણ અભાવમાં=પચ્ચાસ્કૃતના પણ અભાવમાં, જ્યાં સમ્યગુ ભાવિત=જિનવચનથી ભાવિત, અંત:કરણવાળા દેવતાને જુએ, ત્યાં જઈને તેઓની પાસે આલોચના કરે; કેમ કે દેવતાઓ, ભૃગુકચ્છ=ભરૂચ, ગુણશીલ ચૈત્ય વગેરે સ્થળમાં ભગવાનના સમવસરણમાં અનેકવાર કરાતા શોધિના=પ્રાયશ્ચિત્ત શુદ્ધિના, કારણોને જોઈને, વિશોધિદાનમાં પ્રાયશ્ચિત્ત આપવામાં, સમર્થ હોય છે અથવા મહાવિદેહ ક્ષેત્રમાં જઈને તીર્થકરોને પૂછીને પ્રાયશ્ચિત્ત આપી શકે છે. માટે અઠ્ઠમ તપ વડે તેમના આસનને કંપાવીને