________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
તેમની પાસે આલોચના કરવી.
तासामपि પ્રાયશ્ચિત્ત, તે પણ દેવતાના અભાવમાં=સમ્યગ્ ભાવિત એવા પણ દેવતાના અભાવમાં, અર્હત્ પ્રતિમાની આગળ પોતાના પ્રાયશ્ચિત્તદાનમાં કુશળ એવો આલોચક આલોચના કરે, અને ત્યાર પછી સ્વયં જ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે.
.....
૭૧.
तासामपि . વત્ – તેમના પણ અભાવમાં=અર્હત્ પ્રતિમાના પણ અભાવમાં, ગ્રામાદિની બહાર પૂર્વાદિ દિશા અભિમુખ બે હાથ જોડી શિરસાવર્ત અંજલિ કરી આ પ્રમાણે કહેવું –
અહીં ‘રયાવરિઽહિયંસિરસાવત્ત'નો સમાસ ટીકામાં આ પ્રમાણે ખોલેલ છે
करतलाभ्यां અનુવસમાસ:, બે કરતલ વડે પ્રગૃહીત તે કરતલપ્રગૃહીત, અને દ્વિતીયા વિભક્તિનો ‘તં’ પ્રત્યય લાગી રતનપ્રવૃહીત બન્યું. અને કરતલપ્રગૃહીત શિરસાવર્ત છે જેનું તે કરતલપ્રગૃહીત શિરસાવર્ત કહેવાય. અને ત્યાં પણ ‘તા’ પ્રત્યય દ્વિતીયા વિભક્તિનો લાગ્યો છે. અને આ અલુક્ સમાસ છે, તેથી યાપરિહિયં સિરસાવત્ત એ મૂળ પાઠમાં દ્વિતીયા વિભક્તિનો લોપ થયેલ નથી.
एतावन्तो પ્રાયશ્ચિત્તપ્રતિપત્તેરિતિ।। આટલા મારા અપરાધો છે, આટલીવાર હું અપરાધવાળો થયો છું, એ પ્રકારે અરિહંતો (અને) સિદ્ધોની સમીપમાં આલોચના કરે. અને પ્રાયશ્ચિત્તદાનની વિધિમાં વિદ્વાન એવા સાધુ સ્વયં જ પ્રાયશ્ચિત્ત કરે છે, અને તે=આલોચક, તે પ્રકારે સ્વીકાર કરતો સૂત્રોક્ત વિધિ વડે પ્રવૃત્તિ હોવાથી શુદ્ધ જ છે, અને જે પણ વિરાધના કરી છે, ત્યાં પણ પ્રાયશ્ચિત્ત સ્વીકારેલ હોવાથી શુદ્ધ છે.
.....
‘રૂતિ’ શબ્દ વ્યવહારભાષ્યના આલાપકની ટીકાની સમાપ્તિસૂચક છે.
તાવન્તો મે અપરાધાઃ - આટલા મારા અપરાધો છે, એમ કહેવાથી જે જે પ્રકારના અપરાધો કર્યા છે, તે સર્વનું કથન કરેલ છે; અને આટલીવાર હું અપરાધવાળો છું, એમ કહીને એમાંથી કોઈ અપરાધ અનેકવાર કરેલ હોય તો તે અપરાધ મેં આટલીવાર કર્યો છે, તેમ કહીને અરિહંત અને સિદ્ધની સાક્ષીએ આલોચક આલોચના કરે છે.
આ રીતે ગીતાર્થ, પૂર્વમાં કહેલી વિધિના ક્રમથી પ્રાયશ્ચિત્ત સ્વીકારે તો તે સૂત્રોક્ત વિધિ પ્રમાણેની પ્રવૃત્તિ હોવાને કારણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાના વિષયમાં શુદ્ધ જ છે, અને આ ક્રમનું ઉલ્લંઘન કરીને જો પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તો થયેલાં પાપોનું યથાર્થ પ્રાયશ્ચિત્ત કરેલ હોય તોપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણના વિષયમાં સૂત્રવિધિનું ઉલ્લંઘન કરેલ હોવાથી શુદ્ધ નથી. આ રીતે પ્રાયશ્ચિત્ત કર્યા પછી પૂર્વમાં સંયમની વિરાધના કરેલી, તે વિરાધનાની પણ શુદ્ધિ થઈ જવાથી સંયમસ્થાનમાં પણ તે શુદ્ધ છે; કેમ કે સમ્યક્ પ્રાયશ્ચિત્ત સ્વીકારી લીધું છે, તેથી હવે તે પ્રાયશ્ચિત્ત કરનારનું ચારિત્ર શુદ્ધ જ છે.
ટીકા ઃ
अत्र 'सम्मं भाविआई 'त्ति विशेषणेनैव देवतानाम्, चैत्याणां च 'अहं च भोगरायस्स' (दसवे. अ. २ गा. ८ ) इत्यत्र पुत्र्या इवाक्षेपात् विशेष्यद्वयानुरोधेनावृत्तिं कृत्वा व्याख्येयम्, सम्यग्भावितप्रतिमापुरस्कारश्च मनः शुद्धेर्विशेषायैव दिग्द्वयपरिग्रह इवेति न्यायोपेतमेव ।