________________
પ્રતિમાશતક ભાગ-૩ | બ્લોક-૧૪ પાંચ કે, પાંચમાંથી અન્યતરના સમુદાયમાં જ વસવાનું વિધાન કરે છે, છતાં તે સાધુ તેમાં યત્ન કરતા નથી. તેથી તેવા શક્તિ ગોપવનારનો આલોચનાનો પરિણામ છે, તે અપ્રમાણભૂત છે. તેથી સશલ્ય એવા તેમના મૃત્યુમાં તેમના ચારિત્રરૂપ શરીરનો નાશ થયેલો હોવાથી તેમનો શુભગતિની પ્રાપ્તિ થતી નથી.
બાદ ૨ - ‘થી પરિણામ પ્રામાખ્યા' સુધીનું જે કથન કર્યું, તેમાં સાક્ષી આપતાં ‘બાદ વ'થી કહે છે –
પર્વ ... અરું તિ – એ રીતે અહીં જે ભગવતીમાં પૂર્વ થી કથન કર્યું એનાથી પૂર્વમાં કહ્યું એ રીતે, અને તે પૂર્વના કથનનો ભાવ એ ઉદ્ધરણની ગાથાની પૂર્વમાં આ પ્રમાણે છે –
કોઈ કારણ ન હોય અને આચાર્યાદિ પાંચમાંથી અન્યતરના અભાવવાળામાં સાધુ વાસ કરતા હોય તો તે સાધુ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તેથી તેમનું ચારિત્ર સશલ્ય છે. અને આવા ચારિત્રવાળો જીવ કાળ કરી જાય તો તેનું ચારિત્રરૂપ શરીર નાશ થયેલું હોવાથી તેની શુભગતિનો વિનાશ થાય છે, એમ જે પૂર્વમાં કહ્યું એ રીતે, આલોચના પરિણામવાળો શુદ્ધ છે” એ સૂત્રવચન સાથે વિરોધ આવશે.
તેના જવાબરૂપે કહે છે – અમને એકાંતે પરિણામ પણ પ્રમાણ નથી.
કોઈ સાધુ કારણ ન હોય તોપણ પાંચમાંથી અન્યતરના અભાવવાળા ગચ્છમાં રહેતા હોય અને કોઈ દોષો તેનાથી સેવાઈ ગયા હોય, તેનું પ્રાયશ્ચિત્ત કરવાના આશયથી આચાર્યાદિની ગવેષણા કરતા હોય અને વચમાં કાળ કરી જાય તો તેમનો પ્રાયશ્ચિત્તનો પરિણામ પણ એકાંતે પ્રમાણ નથી; કેમ કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘીને આચાર્યાદિ પાંચના અન્યતરના અભાવવાળા ગચ્છમાં તે રહે છે, તેથી તેમનું ચિત્ત ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળું છે. તેવા સાધુને આચાર્યાદિ પાંચને છોડીને રહેવામાં જે કોઈ પાપો સેવાઈ ગયાં હોય તેની શુદ્ધિનો અધ્યવસાય હોવા છતાં ભગવાનની આજ્ઞા નિરપેક્ષ જીવવાનો અધ્યવસાય હોવાથી તેમનો આલોચનાનો પરિણામ પણ શુદ્ધ નથી, તેથી તેવા સાધુ શુભગતિને પામતા નથી.
તથી - તત્ય .... જય . અને જ્યાં ગુણના આકર=ખાણ સમાન આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્થવિર અને ગીતાર્થ - આ પાંચ નથી ત્યાં વાસ=રહેવું, કલ્પતું નથી.
(૧) આચાર્ય કેવા હોય તે બતાવતાં કહે છે –
સુત્ય ........ મારવા | સૂત્ર, અર્થ અને તદુભયથી જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ઉપયોગવાળા, ગણની તપ્તિથી=ચિતાથી વિપ્રમુક્ત મુકાયેલા, આવા પ્રકારના આચાર્યો હોય છે.
TUત્તિવિમુવ નો સમાસ ખોલે છે –
TUસ્ય .... સતત્વાન્ I ગણની તપ્તિ=ચિતા, તેનાથી મુકાયેલા (હોય;) કેમ કે ગણાવચ્છેદક વગેરેને તેની તપ્તિનું સમર્પિતપણું છેકગણની ચિતા સોંપેલી છે.
૩૫ત્રફળખેતતુ, ..... ન સૂત્રમ્, શુભલક્ષણોથી ઉપેત=સહિત, હોય છે એનું આ ઉપલક્ષણ છે ઉપરમાં કહ્યું તેવા પ્રકારના આચાર્યો હોય છે એ ઉપલક્ષણ છે. જે આવા પ્રકારના હોય તે આચાર્યો છે, અને તેઓ આચાર્યો, અર્થને જ કહે છે, સૂત્રને કહેતા નથી.