________________
૧૩
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ વ્યાખ્યાન કરવામાં આવે તો, વિચારક શ્રોતાને તે શ્રુતના પરસ્પર ભિન્ન ભિન્ન અર્થોને કહેનારા સૂત્રમાં શંકા ઉત્પન્ન થાય. અને તે શ્રોતાને જો શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોય તો તેને એ શંકા રહે કે, પંચાશક મૂળ ગાથાનાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજનાં વચનો શુદ્ધ પૂજામાં લેશ પણ કર્મબંધ નથી તે બતાવે છે, અને આવશ્યકનિયુક્તિની પૂ. હરિભદ્રસૂરિ મ.ની ટીકામાં અને પંચાશકની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજનાં વચનો પૂજામાં ધર્માર્થ પ્રવૃત્તિમાં થતા આરંભથી અલ્પ કર્મબંધ બતાવે છે; તેથી ખરેખર આ બંને વચનોમાંથી ક્યાં વચનો સાચાં છે અને કયાં વચનો ખોટાં છે, એ પ્રમાણે શ્રોતાને સૂત્રમાં શંકા થાય. અને જો શ્રોતાને શાસ્ત્રમાં દઢ શ્રદ્ધા ન હોય તો એ વિચારે કે જૈન શાસનનાં વચનો પરસ્પર વિરોધી કથનવાળાં છે, તેથી પ્રમાણભૂત નથી. માટે વિભાગ કર્યા વગર સૂત્રોનું વિવેચન કરવામાં આવે તો વ્યાખ્યાન કરનારથી વાસ્તવિક શ્રુતની ભક્તિ થતી નથી.
કોઈને ભગવાનના શાસનરૂપ શ્રુત પ્રત્યે હૈયામાં બહુમાનરૂપ ભક્તિ હોય એટલામાત્રથી તે સિદ્ધાંતનો જાણકાર બનતો નથી, પરંતુ શ્રુતની ભક્તિવાળો સિદ્ધાંતને જાણવા માટે યત્ન કરે, તો જ જાણકાર બને છે. વળી જાણવા માટે યત્ન કરવાથી સિદ્ધાંતનું જ્ઞાન થાય, પરંતુ જ્યાં સુધી સિદ્ધાંતમાં કહેલા પદાર્થો કઈ અપેક્ષાએ છે, એ પ્રકારે પરીક્ષા કરી નિર્ણય કરવા યત્ન ન કરે તો સામાન્યથી શાબ્દબોધ થાય છે, પરંતુ સૂત્રાર્થનો નિઃશંકિત બોધ થતો નથી, તેથી તેવો આત્મા પ્રરૂપણાના નિશ્ચયવાળો થતો નથી અર્થાતુ યથાર્થ પ્રરૂપણા કરી શકતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેને શાસ્ત્ર પ્રત્યે ભક્તિ હોય તેણે સિદ્ધાંતને જાણવા યત્ન કરવો જોઈએ, એટલું જ નહિ, પરંતુ સમ્યક પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ, અને ત્યારપછી જ સમ્યફ પ્રરૂપણા કરવી જોઈએ, તો જ વાસ્તવિક સિદ્ધાંતની ભક્તિ થાય.
આ પૂર્વ પુરુષોએ રચના કરી છે, માટે તે કઈ અપેક્ષાએ છે, એ રીતે નિર્ણય કરવા માટે પરીક્ષા વગર સ્વીકારવું શ્રેયકારી નથી, પરંતુ પરીક્ષા કર્યા પૂર્વે સામાન્યથી શ્રદ્ધેય હોવા છતાં પરીક્ષા કર્યા પછી એ સૂત્ર શ્રદ્ધેય બને છે.
સંમતિગ્રંથની જે સાક્ષી આપી તે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે, સિદ્ધાંતનો જાણનાર પણ પ્રરૂપણાના નિશ્ચયવાળો જ હોય એવું નથી. આ કથન દ્વારા એ બતાવવું છે કે, સિદ્ધાંતને જાણીને જેઓ પરીક્ષા કરે છે તેઓ જ પ્રરૂપણાના નિશ્ચયવાળા છે, તેથી વિચાર્યા વગર પૂર્વના પુરુષોએ કહ્યું છે માટે સમ્યગુ છે એ પ્રકારની રુચિ કરવી યોગ્ય નથી, એમ ગંધહસ્તિના કથનનું તાત્પર્ય છે.
ફ' શબ્દ નજીકની વ્યક્તિનો પરામર્શક છે, તેથી એ કહેવું છે કે, મરેલો એવો આ જન પુરાતન છે=હમણાં જે વિદ્યમાન છે તેઓને એ મરેલો જન પુરાતન છે, આમ છતાં હમણાં તે પૂર્વના આચાર્યોની સમાન પુરાતન નથી, પરંતુ ૫૦૦/૧૦૦૦ વર્ષ પછી તેઓ પુરાતન આચાર્યની સાથે સમાન થશે; કેમ કે ૫૦૦/૧૦૦૦ વર્ષ પછી વર્તમાનમાં કાળ કરી ગયેલ આચાર્યો પણ પૂર્વાચાર્ય તરીકે જ ઉલ્લેખ પામશે. તેથી આ આચાર્ય પુરાતન છે અને આ આચાર્ય પુરાતન નથી, એ પદાર્થ અવસ્થિત નથી; કેમ કે જેઓ અત્યારે