________________
૧૨
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૧ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ શુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંતને નિર્વિષય કહેલ છે અને અશુદ્ધ પૂજામાં કૂપદૃષ્ટાંતનું યોજન કરેલ છે, આમ છતાં આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રંથમાં તેવો ખુલાસો કરેલ નથી કે, આ કૂપદૃષ્ટાંતનું યોજન અશુદ્ધ પૂજામાં કરવું. તેથી કોઈને શંકા થાય કે, ગ્રંથકારશ્રીની આ સ્વ-કપોલકલ્પના છે. વસ્તુતઃ ગ્રંથકારશ્રીએ પૂજાના વિષયમાં કૂપદષ્ટાંતનું જે સ્પષ્ટીકરણ કર્યું છે, તે પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનની સાથે એકવાક્યતાવાળું છે, માટે ત્યાં સ્વ-કપોલકલ્પના નથી, પરંતુ શ્રતધર એવા શિષ્ટ પૂ. હરિભદ્રસૂરિ મહારાજનાં વચનો જ આ અર્થમાં પ્રમાણભૂત છે. ગ્રંથકારશ્રીએ કૂપદષ્ટાંતના વિષયમાં જે કાંઈ અર્થ કરેલ છે, તે પંચાશક, ષોડશકમાં કહેલ પૂ. હરિભદ્રસૂરિ મહારાજનાં વચનોને અવલંબીને જ લોકોને સમજી શકાય તે રીતે દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું તાત્પર્ય ખોલ્યું છે.
પૂ. અભયદેવસૂરિ મહારાજના વચન પ્રમાણે કે આવશ્યકનિયુક્તિનાં જે કોઈ વચનો કૂપદષ્ટાંતને બતાવે છે, તે સર્વનો વિષય ભક્તિમાત્રપ્રયુક્ત પૂજા જ છે, તેથી ત્યાં કૂપદષ્ટાંત સંગત છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ ખુલાસો કર્યો. એથી કરીને પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહેલ આવશ્યકનિયુક્તિ ટીકા અને પંચાશક-ષોડશક આદિનાં વચનો રૂપ પ્રાચીન માર્ગ અને પૂ. અભયદેવસૂરિ મહારાજનાં વચનોરૂપ નવીન માર્ગ યથાસ્થાને વિનિયોગ કરી સમ્યગુ યોજન કરાયેલ થાય છે.
આ કથનથી ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે, પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશકની ટીકામાં કૂપદષ્ટાંતને અશુદ્ધ પૂજામાં જ યોજવાનું છે, શુદ્ધ પૂજામાં નહિ, એવો ખુલાસો કરેલ નથી, આમ છતાં અશુદ્ધ પૂજાને જ અવલંબીને કૂપદષ્ટાંતના યોજનમાં તેમનું તાત્પર્ય છે; અને આવશ્યકનિયુક્તિની ટીકામાં પણ પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આ કૂપદષ્ટાંત અશુદ્ધ પૂજામાં જ યોજવાનું છે, તેવી સ્પષ્ટતા કરી નથી, તોપણ આવશ્યકનિયુક્તિમાં જે સંદર્ભ ચાલી રહ્યો છે, તે સંદર્ભ પ્રમાણે ત્યાં, શ્રાવકને પૂજા કર્તવ્ય છે અને સાધુને પૂજા કર્તવ્ય નથી, તે જ બતાવવાનું તાત્પર્ય છે. આમ છતાં આવશ્યકનિયુક્તિ ગ્રંથના ટીકાકાર પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ સ્વયં પંચાશક મૂળ ગ્રંથમાં અને ષોડશક ગ્રંથોમાં જે કહ્યું, તેનાથી એ નક્કી થાય છે કે, આવશ્યકનિયુક્તિ મૂળ ગાથાનું કથન પણ અશુદ્ધ પૂજામાં જ યોજવાનું છે, વિધિશુદ્ધ પૂજામાં યોજવાનું નથી, અને તે વાત જ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ અનેક યુક્તિઓથી જોડીને પ્રસ્તુત શ્લોક-૧૦/૧૧માં સ્પષ્ટ કરેલ છે. તેથી ગ્રંથકારશ્રીના વચનોમાં પૂ. અભયદેવસૂરિ મહારાજનાં વચનો સાથે કે ઉક્ત શેષ વચનો સાથે કોઈ વિરોધ નથી.
પરિપૂર્ણ વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંત અવિષય છે, અને ભક્તિમાત્રપ્રયુક્ત પૂજામાં કે જ્યાં વિધિનું વૈગુણ્ય છે ત્યાં, ફૂપદષ્ટાંત વિષય છે, એ પ્રકારના વિવેચકો જ સારા જ્ઞાનવાળા અને સુપ્રરૂપણા કરનારા થાય છે.
આશય એ છે કે, ભગવાને બતાવેલા શ્રુતને યથાર્થ જાણવાની જિજ્ઞાસા હોય અને યથાર્થ જાણીને યોગ્ય શ્રોતાને યથાર્થ બોધ થાય એ પ્રમાણે જ પ્રરૂપણા કરવામાં આવે તો જ શ્રતની ભક્તિ થાય. પરંતુ શ્રુતના વચનોનો સ્થાને વિનિયોગ કર્યા વગર, ફક્ત જે પ્રમાણે શ્રતમાં કહેલા શબ્દો હોય, એ પ્રકારે જ