________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ર
યા હતુ.... માથાવત્, જે ખરેખર જેનમાર્ગવિદિત=જૈનમાર્ગમાં કહેવાયેલી, હિંસા છે, તે પ્રસંગથી ઉદ્દભવેલા દોષને હણવા માટે=વારવા માટે, સ્પષ્ટ સામગ્રહણપૂર્વક આધાકર્મિકની જેમ શું નિષેધ્ય ન થાય ? પરંતુ થાય જ. (છતાં તે રીતે સ્પષ્ટ નિષેધ કરેલ નથી તેથી તેમાં હિંસા નથી.) ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, જિનપૂજા અર્થે થતો દંડ અર્થદંડરૂપે અધિક હોય તો જિનપ્રતિમાહેતુક કે જિનહેતુક અર્થદંડ, એ પ્રમાણે પણ સૂયગડાંગમાં અર્થદંડાધિકારમાં કહેવું જોઈએ. તેનું સમાધાન પૂર્વપક્ષી કરે કે, સૂયગડાંગમાં અર્થદંડાધિકારમાં તેમ કહ્યું નથી, તોપણ ન્યૂનત્વ દોષ આવતો નથી. તે આ રીતે – | સર્વ પણ અર્થદંડ ગૃહસ્થોને ઘર ચલાવવા માટે હોય છે. તેથી સૂયગડાંગમાં અર્થદંડાધિકારમાં કહેલ આઠ અર્થદંડ સિવાયના અર્થદંડોમાં ઘર ચલાવવા વિષયક ઇચ્છાથી પ્રયોજ્ય એવી ઇચ્છા હોય છે, તેથી અગારહેતુકમાં તે સર્વ અર્થદંડનો સમાવેશ થઈ જશે, માટે આઠથી અધિક જિનપ્રતિમાહેતુક કે જિનહેતુક અર્થદંડ કહેવાની જરૂર રહેતી નથી. એ પ્રમાણે રામદાસ વગેરે તત્ત્વવિચારણામાં પામર એવા લુપાકના અનુયાયી વડે કહેવાયેલ છે.
લંપાકનો આશય એ છે કે, જિનપ્રતિમાની પૂજા કરવી કે જિનની ભક્તિ કરવી, એ વાસ્તવિક રીતે મોક્ષનું કારણ નથી; કેમ કે તેમાં આરંભ-સમારંભ વગેરે થાય છે, તેથી તે અર્થદંડરૂપ છે. જોકે શ્રાવક મોક્ષના આશયથી જિનપૂજા કરે છે, તોપણ જેમ કોઈ મોક્ષના આશયથી ભોગાદિની પ્રવૃત્તિ કરે તો તે ધર્મની પ્રવૃત્તિ કહી શકાય નહિ, પરંતુ તે સંસારની જ પ્રવૃત્તિ છે, તેથી તે અર્થદંડરૂપ બને છે; તેમ વિપર્યાસને કારણે કોઈ શ્રાવક મોક્ષના આશયથી આરંભ-સમારંભરૂપ પૂજાની પ્રવૃત્તિ કરે તો તે પણ અર્થદંડરૂપ જ બને છે, માટે જિનપૂજાહેતુક અને જિનહેતુક અર્થદંડનો અંતર્ભાવ અગારહેતુક અર્થદંડમાં છે, એ પ્રકારનો રામદાસ આદિ પામરનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, તેમ સ્વીકારીએ તો પરિવારહેતુક અર્થદંડ વગેરેનો પણ અગારાર્થક અર્થદંડમાં અંતર્ભાવ થઈ જશે, તેથી સૂયગડાંગમાં પરિવારહેતુક, ભોગહેતુક આદિ અર્થદંડ કહેવા જોઈએ નહિ.
ઉપરોક્ત આપત્તિનું અન્ય રીતે સમાધાન કરતાં રામદાસ વગેરે ‘નથ’થી કહે છે – તો પછી જેમ અગારહેતુકમાં પરિવારહેતુક અર્થદંડ આદિનો અંતર્ભાવ થતો નથી, તેમ જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક અર્થદંડનો પણ અંતર્ભાવ નથી; આમ છતાં સૂયગડાંગમાં તેની વિરક્ષા કરેલ નથી માટે તેનો પાઠ નથી, વસ્તુતઃ તે અર્થદંડરૂપ જ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જૈનશાસનમાં ધર્મની પ્રવૃત્તિ કરનારાઓ ભગવાનની પૂજા ધર્મબુદ્ધિથી કરે છે, તેથી જો તે અર્થદંડરૂપ હોય તો દોષરૂપ છે, તેમ માનવું પડે. તેથી જૈનદર્શનમાં ભગવાનની ભક્તિના પ્રસંગથી ઉદ્ભવેલ હિંસારૂપ દોષનો નિષેધ કરવા માટે સ્પષ્ટ રીતે નામપૂર્વક તેનો નિષેધ કરવો આવશ્યક છે. જેમ સાધુને આધાકર્મિકનો નિષેધ કરવા માટે સ્પષ્ટ કહ્યું કે તે દોષરૂપ છે, તેમ સૂયગડાંગમાં સ્પષ્ટ કહેવું જોઈએ કે, જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક આરંભ-સમારંભ અર્થદંડ છે; પરંતુ તેમ કહ્યું નથી, તેથી નક્કી થાય છે કે તે અર્થદંડરૂપ નથી. આ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.