________________
yo
પ્રતિમાશતક ભાગ-૩ શ્લોક-૧૪ देवतानिर्मितप्रतिमारूपं कारयित्वा तथैव रात्रावायातः, स्वकीयप्रतिमां देवतानिर्मितप्रतिमास्थाने विमुच्य तां सुवर्णगुलिकां च गृहीत्वा गतः, प्रभाते च चण्डप्रद्योतगन्धहस्तिविमुक्तमूत्रपुरीषगन्धेन विमदान् स्वहस्तिनो विज्ञाय ज्ञातचण्डप्रद्योतावगमो(आगमो)ऽवगतप्रतिमासुवर्णगुलिकानयनोऽसावुदायनराजः परं कोपमुपगतो दशभिर्महाबलै राजभिः सहोज्जयिनी प्रति प्रस्थितः, अन्तरा पिपासाबाधितसैन्यस्त्रिपुष्करकरणेन देवतया निस्तारितसैन्योऽक्षेपेणोज्जयिन्या बहिः प्राप्तः रथारूढश्च धनुर्वेदकुशलतया सन्नद्धहस्तिरत्नारूढं चण्डप्रद्योतं प्रजिहीर्घमण्डल्या भ्रमतश्चरणतलशरव्याविद्धहस्तिनो भुवि निपातनेन वशीकृतवान्, 'दासीपतिः' इति ललाटपट्टे मयूरपिच्छेनाત્તિવાન્ કૃતિ |
‘જ્ઞાતવશ્વપ્રોતાવાનો' પાઠ છે ત્યાં જ્ઞાતિવçપ્રોતાગડો' પાઠની સંભાવના છે. ટીકાર્ય :
તત્ર ....ડબૂત્ ત્યાં=પ્રશ્નવ્યાકરણમાં ચોથા આશ્રદ્વારમાં, “વત્રનિગા' એ પ્રમાણે પ્રતીકમાંs એ પ્રમાણે પ્રતીક લઈને, ટીકા છે. જે આ પ્રમાણે – સુવર્ણગુલિકાના માટે સંગ્રામ થયો.
તથા દિ– સિચુસવીરપુ..... તિ |
તે આ પ્રમાણે – સિધુસૌવીર જનપદમાં વિદર્ભમનગરમાં ઉદાયન રાજાની પ્રભાવતીદેવીની સંબંધી દેવદત્તા નામે દાસી હતી, અને દેવ વડે બનાવાયેલી ગોશીષચંદનમયી, રાજમંદિરની અંદર ચૈત્યભવનમાં રહેલી શ્રીમાન મહાવીરસ્વામીની પ્રતિમાની તેણી સેવા કરતી હતી, અને દેશથી ફરતો કોઈક શ્રાવક તે પ્રતિમાને વંદન કરવા આવ્યો. ત્યાં આવેલો આ શ્રાવક રોગ વડે અપટુ શરીરવાળો થયો અને તેણી વડે સમ્યમ્ રીતે તે શ્રાવકની સેવા કરાઈ. તુષ્ટ થયેલા તેના વડે તે શ્રાવક વડે, સર્વ કામિત=સર્વ ઈચ્છિતને, આપનારી, આરાધિત દેવતા વડે અપાયેલ સો ગુટિકા તેને અપાઈ, અને તે રીતે તેના વડે, હું વિરૂપ એવી કુબ્બા સુરૂપવાળી થાઉં, એ પ્રકારે મનમાં વિચારીને એક ગુટિકા ખવાઈ, અને તેના પ્રભાવથી તેણી સુવર્ણગુલિકા નામ વડે પ્રસિદ્ધિ પામી. ત્યાર પછી આ સુવર્ણગુલિકા, વિચારે છે કે મને રૂપસંપત્તિ થઈ, પરંતુ સ્વામીરહિત એવી રૂપસંપત્તિ વડે શું? ત્યાં આ રાજા=ઉદાયન રાજા, પિતાતુલ્ય છે, તેથી ઇચ્છનીય નથી. વળી, બાકીના તો પુરુષમાત્ર છે, તેઓ વડે શું? તેથી ઉજ્જયિની નગરીનો સ્વામી ચંડપ્રદ્યોત રાજાને મનમાં ધારણ કરીને ગુટિકા ખાધી. તેથી આ=ચંડપ્રદ્યોત, દેવતાના અનુભાવથી=પ્રભાવથી, તેણીને જાણીને તેને લઈ જવા માટે હસ્તિત્વ ઉપર બેસીને ત્યાં=વિદર્ભમનગરમાં, આવ્યો. તેના વડેકચંડપ્રદ્યોત વડે, તેણી બોલાવાઈ. તેણી વડે કહેવાયું - જો તું પ્રતિમાને લે તો હું આવું. તેના વડે ચંડપ્રોત વડે, કહેવાયું. પ્રતિમાને હું કાલે લઈ જઈશ. તેથી આચંડપ્રદ્યોત, પોતાના નગરમાં જઈને દેવતા વડે બનાવાયેલ પ્રતિમાના રૂપને કરાવીને તે પ્રમાણે જ રાત્રિમાં આવ્યો, અને દેવતાનિર્મિત પ્રતિમાના સ્થાને સ્વકીય પ્રતિમાને=પોતે બનાવેલ પ્રતિમાને, મૂકીને તે પ્રતિમાને અને સુવર્ણગુલિકાને ગ્રહણ કરીને પ્રભાતે ચંડuઘોત ગયો. ગંધહસ્તિ વડે મુકાયેલ મૂત્ર અને વિષ્ણુની ગંધ વડે મદરહિત પોતાના હાથીઓને જાણીને ચંડપ્રદ્યોતનું આગમન જાણી, પ્રતિમા અને સુવર્ણગુલિકાનું લઈ જવું જાણી, અત્યંત કોપને પામેલા આ ઉદાયન રાજાએ દશ મહાબળવાળા રાજાઓની સાથે ઉજ્જયિની તરફ પ્રયાણ કર્યું. વચ્ચે તરસથી પીડાતા સૈન્યવાળો અને દેવતા વડે (કરેલ) ત્રણ વાવડી વડે વિસ્તારિત સૈન્યવાળો, અક્ષેપથી વિલંબ રહિત, ઉજ્જયિનીની બહાર પહોંચ્યો, અને રથ ઉપર આરૂઢ થયેલો, બખ્તર સહિત હસ્તિરત્ન ઉપર આરૂઢ થયેલા ચંડપ્રદ્યોતને જીતવાની