________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૪
પપ
ભાવાર્થ :
સ્થાનાંગસૂત્રના કથનથી એ પ્રાપ્ત થયું કે, પૂર્વ અને ઉત્તર એ બે દિશામાં ઘણાં ચૈત્યો છે, તેથી તે બે દિશાઓને અભિમુખ બધાં પ્રશસ્ત કાર્યો કરવામાં આવે છે, અને તેમ કરવાથી ઘણાં ચૈત્યોનો વિનય થાય છે, અને તે ઘણાં ચૈત્યોનો વિનય સર્વ પ્રશસ્ત ક્રિયાઓના પૂર્વાગરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ઘણાં ચૈત્યો એ બે દિશાઓમાં હોવાથી તે બે દિશાઓને અભિમુખ બધા કાર્યો કરવામાં આવે છે, તેથી તે ચૈત્યોનો વિનય થાય છે. અને તેનાથી ફલિત એ થાય છે કે, પૂજાના અધિકારી એવા ગૃહસ્થોને લોકોપચારરૂપ જિનપ્રતિમાના વિનયસ્વરૂપ પૂજાનું પ્રધાનપણું ઉચિત છે. જેમ સંયમ ગ્રહણ કરતી વખતે જિનપ્રતિભાવાળી દિશાઓને અભિમુખ કરીને સંયમ ગ્રહણ કરવું ઉચિત છે, તેમ પૂજાના અધિકારી ગૃહસ્થોને લોકમાં જે રીતે ઉપચાર પ્રવર્તે છે, તે રીતે પુષ્પાદિ દ્વારા ઉપચાર કરીને જિનપ્રતિમાનો વિનય કરવો, તે તેમના માટે પ્રધાન કર્તવ્ય છે.
મૂળ ગાથા-૯૪માં કહેલ છે કે, સુવર્ણગુલિકાના સંબંધનિર્ધારણથી સ્થાપનાજિનમાં અમારી ભક્તિ સ્થિર થાય છે, તેથી પ્રથમ સુવર્ણગુલિકાનો સંબંધ બતાવ્યો. ત્યાર પછી ત્રીજા અંગમાં સ્થાનાંગમાં, બે દિશામાં પ્રશસ્ત કાર્ય કરવાનાં કહ્યાં છે, તેથી સ્થાપનાજિનમાં અમારી ભક્તિ સ્થિર થાય છે, એમ મૂળ
શ્લોક-૯૪માં જ કહ્યું. તેથી તે સ્થાનાંગનો આલાપક ટીકા સાથે આપ્યો. ત્યાર પછી વ્યવહારસૂત્ર પ્રમાણે સમ્યમ્ભાવિત ચૈત્ય પાસે આલોચના કરવાનું કહ્યું છે, તેથી અમારી સ્થાપનાજિનમાં ભક્તિ સ્થિર થાય છે એમ કહ્યું. તેથી હવે વ્યવહારસૂત્રનો આલાપક બતાવે છે – ટીકા :
व्यवहारालापको यथा -
“भिक्खु य अण्णयरं अकिच्चट्ठाणं सेवित्ता इच्छेज्जा आलोइत्तए, जत्त्येवप्पणो आयरियउवज्झाए पासेज्जा, तस्संतियं आलोएज्जा पडिक्कमिज्जा जाव पायच्छित्तं पडिवज्जिज्जा । णो चेव अप्पणो आयरियउवज्जाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा जाव पडिवज्जेज्जा । णो चेव संभोइयं साहम्मियं, जत्येव अन्नसंभोइयं साहम्मियं पासेज्जा, बहुस्सुयं बब्भागमं, तस्संतियं आलोएज्जा जाव पडिवज्जेज्जा । णो चेव अन्नसंभोइयं, जत्थेव सारूवियं पासेज्जा बहुस्सुयं बब्भागमं, तस्संतियं आलोएज्जा जाव पडिवज्जेज्जा । णो चेव णं सारूवियं पासेज्जा बहुस्सुयं बब्भागम, जत्थेव पच्छाकडं पासेज्जा, बहुस्सुयं बब्भागमं, कप्पइ से तस्सन्तिए आलोएत्तए जाव पडिवज्जित्तए । णो चेव पच्छाकडं पासेज्जा बहुस्सुयं बब्भागमं, जत्थेव सम्मं भावियाइं (चेइयाइं) पासेज्जा, कप्पइ से तस्संतिए आलोएत्तए वा पडिक्कमेत्तए वा जाव पायच्छित्तं पडिवज्जेत्तए । नो चेव सम्मं भावियाई (चेइयाई) पासेज्जा, बहिया गामस्स वा, नयरस्स वा निगमस्स वा रायहाणीए वा, खेडस्स वा, कब्बडस्स वा मंडबस्स वा, पट्टणस्स वा, दोणमुहस्स वा, आसमस्स वा संवाहस्स वा, सनिवेसस्स वा पाईणाभिमुहे वा, उदीणाभिमुहे