________________
પ્રતિમાશતક ભાગ-૩/ બ્લોક-૧૪
૫૩ ‘૩ વ’ – અને કહ્યું છે – જે દિશામાં જિનેશ્વરો અથવા જિનચૈત્યો રહેલાં છે. (તે દિશામાં) પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ રહીને દીક્ષા આપવી કે લેવી.
સ્થાનાંગના મૂળપાઠમાં પૂર્વ મુંડાવિત્ત ઈત્યાદિ પાઠ કહ્યો, ત્યાં “વિમ્' નો અર્થ કરે છે - જે પ્રમાણે=જે રીતે પ્રવ્રાજક સૂત્ર અર્થાત્ દીક્ષા આપવા સંબંધી સૂત્ર, દિગ્બયના અભિલાપ વડે કહેવાયેલ છે એ રીતે પૂર્વ-ઉત્તરદિશા સન્મુખ રહીને દીક્ષા આપવી કહ્યું છે એમ કહ્યું એ પ્રકારે, મુંડનાદિ સોળ સૂત્રો પણ કહેવાં.
ત્યાં સોળ ભેદમાં, (૧) મસ્તકના વાળનો લોચ કરવા વડે મુંડન કરવા માટે, (૨) શિક્ષા આપવા માટે= ગ્રહણશિક્ષાની અપેક્ષાએ સૂત્ર અને અર્થને ગ્રહણ કરાવવા માટે, વળી આસેવનશિક્ષાની અપેક્ષાએ પડિલેહણાદિ ક્રિયા શીખવાડવા માટે, (૩) ઉપસ્થાપના કરવા માટે=મહાવ્રતોમાં વ્યવસ્થાપન કરવા માટે, (૪) સંભોજન માટે=ભોજન માંડલીમાં પ્રવેશ કરાવવા માટે, (૫) સંવાસ માટે=સંસ્તારક માંડલીમાં પ્રવેશ કરાવવા માટે, (૬) સ્વાધ્યાયના ઉદ્દેશા માટે સુષુ =સારી રીતે ‘ના’=મર્યાદાપૂર્વક ભણાય તે સ્વાધ્યાય અંગાદિ સૂત્રો તેના ઉદ્દેશા માટે યોગવિધિ ક્રમ સમ્યગુયોગ વડે “આ તું ભણ.” એ પ્રમાણે ઉપદેશ આપવા માટે, (૭) સમુદેશ માટે=યોગ સામાચારીને=યોગની સમ્યમ્ આચરણાને જે ગ્રહણશિક્ષા અને આસેવનશિલારૂપે ભણવાનો ઉપદેશ આપ્યો. તેને સ્થિરપરિચિત કર, એ પ્રકારે કહેવા માટે, (૮) અનુજ્ઞા માટે તે પ્રકારે જ=જે પ્રમાણે અંગાદિ સૂત્ર સ્થિરપરિચિત કર્યા, તે પ્રકારે જ, આ અંગાદિ સૂત્ર તું સમ્યક્ ધારણ કરી અને બીજાઓને નિવેદન કર, એ પ્રકારે કહેવા માટે, .
યોગવિધિના ક્રમ વડે=સમ્યગુ યોગોદ્વહનની ક્રિયાના ક્રમ વડે, આ અંગાદિ સૂત્ર તું ભણ, આ પ્રમાણે કહીને ગીતાર્થ ગુરુ શિષ્યને ઉચિત તપાદિપૂર્વક સૂત્ર અને અર્થ ભણાવે, અને એ જ પ્રમાણે શિષ્ય ગ્રહણ કરે. અને ગ્રહણ કર્યા પછી સમુદેશમાં ગુરુ તેને કહે કે, હવે આ અંગાદિ સૂત્ર તું જે ભણ્યો તે સ્થિરપરિચિત કર, અને પછી અનુજ્ઞામાં તેને કહે કે, સ્થિરપરિચિત કર્યા પછી આ અંગાદિ સૂત્ર વિચ્છિન્ન ન થાય તે રીતે તું તેને ધારણ કર=વારંવાર સ્વાધ્યાયાદિ કરીને અવિસ્મૃત રાખ, અને અન્યને પણ તે જ પ્રકારે ભણાવ.
(૯) આલોચના કરવા માટે ગુરુને અપરાધોનું નિવેદન કરવા માટે, (૧૦) પ્રતિક્રમણ કરવા માટે, (૧૧) નિંદા કરવા માટે=પોતાની સમક્ષઃસ્વ સાક્ષીએ, અતિચારોની જુગુપ્સા કરવા માટે. તેમાં સાક્ષી આપે છે - “માદ ' અને કહ્યું છે - સ્વ આચરણનો પસ્ચાત્તાપ તે નિંદા છે.
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
(૧૨) ગહ કરવા માટે ગુરુ સમક્ષ તેની જ અતિચારોની જ, જુગુપ્સા કરવા માટે. તેમાં સાક્ષી આપે છે - ગહ પણ તથાજાતીય જ=વિંદાજાતીય જ છે, ફક્ત બીજા સમક્ષ પ્રકાશ કરવારૂપ છે.
(૧૩) વિટ્ટ=વ્યતિવર્તન કરવા અથવા વિદ્ગોટન માટે, અથવા વિકટ્ટન માટે=અતિચારોના અનુબંધનો વિચ્છેદ કરવા માટે એ પ્રમાણે અર્થ જાણવો, (૧૪) વિશોધન કરવા માટે અતિચારરૂપ કાદવની અપેક્ષાએ આત્માને નિર્મળ કરવા માટે, (૧૫) અકરણપણા વડે ફરી નહિ કરું, એ પ્રકારે અભ્યત્યાન કરવા માટે= સ્વીકાર કરવા માટે, (૧૬) યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકર્મ સ્વીકારવા માટે યથાઈ અર્થાત્ અતિચારાદિની અપેક્ષાએ યથાયોગ્ય, પાપનું છેદકપણું હોવાથી પ્રાયશ્ચિત અથવા તો પ્રાયઃ કરીને ચિત્તનું વિશોધકપણું હોવાથી પ્રાયશ્ચિત્ત; તે પ્રાયશ્ચિત્ત તપકર્મ=નીતિ વગેરે સ્વીકારવા માટે,
પ્રાયશ્ચિતની આ વ્યુત્પત્તિ કરી, તેમાં સાક્ષી આપે છે - “3 ર- અને કહ્યું છે - જે કારણથી પાપને છેદે